250 કરોડનું ડ્રગ્સ દરિયામાં ફેંકી દીધું... પાકિસ્તાની માફિયાનું કરતબ જોઈ ATS પણ ચોંકી ગઈ

author img

By

Published : Jun 6, 2022, 9:52 PM IST

ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના પાકિસ્તાની ખલાસીઓના પ્લાનને જોઈને ATSના અધિકારી પણ ચોંકી ગઈ

ભારતીય જળ સીમામાં ઘુસેલા પાકિસ્તાનીઓએ દરિયામાં ફેંકેલું ડ્રગ્સ મળી આવતા ATSએ કાર્યવાહી હાથ ધરી છે. ભારતીય જળ સીમામાં ડુબાડવામાં આવેલા 250 કરોડના (Drugs seized from Gujarat) હેરોઇનના જથ્થાને કબ્જે કરી ATSએ વધુ તપાસ હાથ ધરી છે. આ પાકિસ્તાનીઓ કેવી રીતે દરિયામાં ડ્રગ્સનો જથ્થો ફેંકી દેતા તે જાણી પોલીસ પણ ચોંકી ગઈ હતી.

અમદાવાદઃ પાકિસ્તાનમાંથી ગેરકાયદે ભારતીય જળ સીમામાં ઘુસેલા પાકિસ્તાનીઓએ દરિયામાં ફેંકેલું ડ્રગ્સ મળી આવતા ATSએ કાર્યવાહી હાથ (Gujarat ATS and Coast Guard)ધરી છે. ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા પાકિસ્તાનીઓએ (Drugs seized from Gujarat) જે ડ્રગ્સનો જથ્થો દરિયામાંઆ ફેંક્યો હતો તે કબ્જે કરવામાં આવ્યો છે. ભારતીય જળ સીમામાં દુબાડવામાં આવેલા 250 કરોડના હેરોઇનના જથ્થાને કબ્જે કરી ATSએ વધુ તપાસ હાથ ધરી છે. કોઈ પણ એજન્સીઓને જોઈને આ પાકિસ્તાનીઓ કેવી રીતે દરિયામાં ડ્રગ્સનો જથ્થો ફેંકી દેતા તે જાણી પોલીસ પણ ચોંકી ગઈ હતી.

ડ્રગ્સ કેસ

બે ડ્રગ્સ ભરેલા કોથળા મળ્યા - ATSની કસ્ટડીમાં આ તમામ આરોપીઓ પાકિસ્તાનના છે. જે આરોપીઓ પાકિસ્તાન સ્થિત ડ્રગ્સ માફિયા પાસેથી પાકિસ્તાનના પિશકાન, ગ્વાદર બંદરથી અલ નોમાન બોટમાં માદક પદાર્થનો જથ્થો ભરી ગુજરાતના જખૌના દરિયામાં ડિલિવરી કરવા આવ્યા હતા. જેની બાતમી આધારે કોસ્ટગાર્ડ અને ATSએ ઓપરેશન હાથ ધર્યું હતું. આ બોટને ATS અને કોસ્ટગાર્ડએ આંતરી (Gujarat ATS)લઈ સર્ચ કરતા કોઇ માદક પદાર્થ પહેલા મળી આવ્યો નહોતો. જેથી ATSએ આ અંગે ગેરકાયદે ભારતીય જળ સીમામાં ઘૂસણખોરી કરવાનો ગુનો નોંધી આરોપીઓની પૂછપરછ હાથ ધરી હતી. આ પાકિસ્તાની ખલાસીઓએ એજન્સીઓની બોટ તેમની તરફ આવતી જોતા જ ડ્રગ્સના બે કોથળા દરિયામાં ફેંકી દીધા હતા. ગઈકાલે મળેલા બે ડ્રગ્સ ભરેલા કોથળા બાબતે તપાસ કરતા આ હકીકતો સામે આવી છે.

આ પણ વાંચોઃ Drugs Seized in Ahmedabad : અમદાવાદમાં આજે કેટલું MD ડ્રગ્સ ઝડપાયું જાણો

ડ્રગ્સનો મુદ્દામાલ ફેંકી દીધો - આ ડ્રગ્સના કોથળા ફેકવા બાબતે તપાસ કરાતા બે કોથળા મળી આવ્યા હતા. શિયાળ ક્રિક ખાતેથી મળી આવેલા આ બે કોથળા ડુબાડી દેવાની જગ્યાથી 40થી 45 નોટિકલ માઈલ દૂરથી મળી આવ્યા હતા. જેથી આ અંગે કોસ્ટગાર્ડ, મરીન પોલીસ સહિતની એજન્સીઓએ ATSને જાણ કરતા આરોપીઓની પૂછપરછ શરૂ કરાઇ હતી. જેમાં આરોપીઓએ જ આ ડ્રગ્સનો મુદ્દામાલ ફેંકી દીધો હોવાની કબૂલાત કરી હતી.

250 કરોડનું 50 કિલો હેરોઇન કબ્જે કર્યું - ગુજરાત ATSએ બે થેલામાં રહેલા 49 જેટલા પેકેટમાં 250 કરોડનું 50 કિલો હેરોઇન કબ્જે કર્યું છે. જ્યારે આરોપીઓ ઇરાન બોર્ડર નજીકથી નિકળ્યા હતા અને વેસ્ટ બાજુ જવાના હોવાનું પણ સામે આવ્યું છે. એજન્સીઓની મોટી બોટ જોતા જ આરોપીઓએ દોરી બાંધી આ ડ્રગ્સ ભરેલા કોથળા ફેંકી દીધા હતા. જે દોરી વડે બાંધી તેઓ ફેંકી દે અને તેના પર એક બોલ બાંધી દેતા જેથી આ જથ્થો તેમના અન્ય સાગરીતો ફરી મેળવી શકે. બે થેલાની સાથે એક બેગ તોડેલું હતું. જે આરોપીઓએ ટેસ્ટિંગ માટે તોડ્યું હતું અને તે બેગ પાણીમાં નાખી દીધા બાદ તેમાં પાણી ભરાઈ ગયું હતું. ટંડેલ અક્રમ એ આ બેગ દરિયામાં નાખી દીધું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓને આની ટ્રેઇનિંગ અને ઇન્સ્ટ્રક્શન પણ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ ગુજરાત ATS-સુરત SOGના મોટા ઑપરેશનમાં છ શખ્સોની ધરપકડ, હત્યા અને ડ્રગ્સ કેસમાં છુપાતા ફરતા આ રીતે પકડાયા

પાકિસ્તાની ડ્રગ માફિયા રાહીદ અને શહાબ - જ્યારે આરોપીઓ અગાઉ આફ્રિકા, સોમાનીયા, કતાર દુબઇ જઇ આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. અગાઉ ગુજરાત દરિયા કિનારે કે અન્ય કોઈ જગ્યાએ કેટલી વાર ડ્રગ્સ આપી ચુક્યા છે તે બાબતે તપાસ શરૂ કરાઇ છે. તો બીજીતરફ તપાસમાં આ જથ્થો પાકિસ્તાની ડ્રગ માફિયા રાહીદ અને શહાબ દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું પણ સામે આવતા ATSએ તે દિશામાં પણ તપાસ તેજ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.