Fire breaks out in Ahmedabad: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન નજીક આગની ઘટના, લોકોમાં ભય સાથે અફરા-તફરીનો માહોલ, કોઈ જાનહાનિ નહી

Fire breaks out in Ahmedabad: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન નજીક આગની ઘટના, લોકોમાં ભય સાથે અફરા-તફરીનો માહોલ, કોઈ જાનહાનિ નહી
દિવાળીની રાતે રાજ્યમાં અનેક આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી, ત્યારે ગઈકાલે સોમવારની રાતે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન નજીક આવેલી સ્વીટ સ્ટ્રીટ પાસે આગ લાગી હતી. જેના પગલે લોકોમાં ભય સાથે દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે થોડીવારમાં ફાયર વિભાગની ટીમ આવી પહોંચી હતી.
અમદાવાદ: સોમવારની રાત્રે અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે આવેલી સ્વીટ સ્ટ્રીટ નજીક આગ ફાટી નીકળી હતી, જેના કારણે થોડીવાર માટે લોકોમાં ભય સાથે અફરા-તફરીનો માહોલ ફેલાઈ ગયો હતો, ઘટનાના પગલે ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફાયર ટેન્ડરોની એક ટીમ સ્થળ પર હાજર છે જે આગ ઓલવવા માટે કામ કરી રહી છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક અને ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ કર્મચારીઓને બોલાવવાની ફરજ પડી હતી.
કોઈ જાનહાનિ નહી: કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે આવેલી સ્વીટ સ્ટ્રીટ નજીક આગની ઘટનાને પગલે લોકોમાં ભય સાથે અફરા-તફરીનો માહોલ સર્જાય ગયો હતો, ફાયર વિભાગના અધિકારી સ્વસ્તિક જાડેજા એ જણાવ્યું હતું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. તેમજ આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
