Saffron Colored Nameplate: મેયર ઓફિસની બહાર લાગી વાદળીને બદલે ભગવા રંગની નેમપ્લેટ, જાણો આ મામલે શું કહ્યું મેયરે ?

Saffron Colored Nameplate: મેયર ઓફિસની બહાર લાગી વાદળીને બદલે ભગવા રંગની નેમપ્લેટ, જાણો આ મામલે શું કહ્યું મેયરે ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક નવો વિવાદ આગામી સમયમાં જોવા મળી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેયર તેમજ અન્ય પદાધિકારીની ઓફિસ બહાર ભગવા રંગની નેમપ્લેટ જોવા મળી છે.
અમદાવાદ: રાજ્યના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના અલગ અલગ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ મેયર સહિતના તમામ પદ ઉપર અઢી વર્ષની ટર્મ પૂરી થતાં અન્ય બીજા વ્યક્તિઓને બેસાડવામાં આવ્યા છે. ત્યારે તેમની ઓફિસની બહાર પણ હવે નવા જ રંગની નામની પ્લેટ જોવા મળી આવતા આગામી સમયમાં વિવાદ શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે.
'કેસરી રંગ એ એક શોર્ય અને વીરતાનું પ્રતીક છે. સાથે અમારી ભારતીય જનતા પાર્ટીનો પણ રંગ ભગવો છે.'- પ્રતિભાબેન જૈન, મેયર, AMC
વાદળી રંગની જગ્યાએ હવે કેસરી રંગની નેમપ્લેટ: ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમામ સરકારી અધિકારી તેમજ પક્ષ વિપક્ષની ઓફિસની બહાર વાદળી રંગની નામની પ્લેટ જોવા મળી આવતી હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનના અઢી વર્ષ પૂર્ણ થતા મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દંડક સહિતનાં તમામ પદાધિકારીઓની બદલી થઈ છે. ત્યારે આ તમામ અધિકારીઓની બહાર હવે વાદળી રંગની જગ્યાએ હવે કેસરી રંગની નામ પ્લેટ જોવા મળી આવી છે.
થઈ શકે છે વિવાદ: પરંતુ હજુ સરકારી અધિકારી તેમજ વિપક્ષ નેતાના કાર્યાલયની બહાર વાદળી રંગની જ નામ પ્લેટ જોવા મળી છે. આગામી સમયમાં અલગ અલગ કમિટીઓના ચેરમેનની પણ નિમણૂક થવા જઈ રહી છે. ત્યારે તેમના નામની પ્લેટ પણ કેસરી રંગની જોવા મળે તો નવાઈ નહીં. પરંતુ જો વિપક્ષ અને સરકારી કર્મચારીઓની ઓફિસની બહાર પણ જો કેસરી રંગની નેમપ્લેટ પ્લેટ જોવા મળી તો એક નવો વિવાદ સજાવી શકે છે.
