Tokyo Paralympics:: એર પિસ્તોલ ફાઇનલમાં રૂબિના ફ્રાન્સિસ મેડલની રેસમાંથી બહાર

author img

By

Published : Aug 31, 2021, 10:43 AM IST

Tokyo Paralympics:: એર પિસ્તોલ ફાઇનલમાં રૂબિના ફ્રાન્સિસ મેડલની રેસમાંથી બહાર

ભારતીય શૂટર રુબીના ફ્રાન્સિસ ટોક્યો પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં મેડલની રેસમાંથી બહાર થઇ હતી. બીજી તરફ પુરુષોની તીરંદાજી સ્પર્ધામાં રાકેશ કુમારને ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

  • ભારતની રૂબિના ફ્રાન્સિસે પિસ્તોલ સ્પર્ધામાં ફાઇનલમાં પારાજીત થઇ
  • ફાઇનલમાં 128.5 પોઇન્ટ સાથે સાતમાં સ્થાને રહી
  • ભારતની રૂબિના ફ્રાન્સિસેને ફાઇનલમાં મળી નિરાશા

ટોક્યો: ભારતની રૂબિના ફ્રાન્સિસ ટોક્યો પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ફાઇનલમાંથી બહાર થઈ હતી. તેણી ફાઇનલમાં 128.5 પોઇન્ટ સાથે સાતમાં સ્થાને રહી હતી. જ્યારે, તીરંદાજ રાકેશ કુમાર પુરુષોની વ્યક્તિગત સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા હતા. રાકેશ કુમારને વ્યક્તિગત કમ્પાઉન્ડ ઓપન ક્વાર્ટર ફાઇનલ મેચમાં ચીનના જિનલિયાંગ દ્વારા 145-143 ના માર્જિનથી પરાજીત કરાયા હતો. તેમના સિવાય ભાગ્યશ્રી જાધવ શોટપુટ ઈવેન્ટમાં મેડલ માટે પોતાનું નસીબ અજમાવી રહી છે. આજે પણ ઘણા ખેલાડીઓ મેડલ જીતે તેવી અપેક્ષા રાખવામાં આવશે. છઠ્ઠા દિવસે ભારતીય ખેલાડીઓએ બે ગોલ્ડ મેડલ સહિત કુલ 5 મેડલ જીત્યા છે.

આ પણ વાંચો: Tokyo Olympics: હરિયાણાની છે દુનિયાની નંબર-1 ગોલકીપર, જેણે ભારતને અપાવી સેમિફાઇનલમાં જગ્યા

ભારતની રૂબિના ફ્રાન્સિસેને ફાઇનલમાં મળી નિરાશા

ભારતની રૂબિના ફ્રાન્સિસે ટોક્યો પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં નિરાશા મેળવી હતી. તેમણે ફાઇનલમાં 128.5 પોઇન્ટ સાથે સાતમા સ્થાને રહી હતી. અગાઉ ક્વોલિફિકેશન રાઉન્ડમાં તેણે જોરદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

મહિલા શોટ પુટ ઇવેન્ટ F-34 ની ફાઇનલ મેચ શરૂ

મહિલા શોટ પુટ ઇવેન્ટ F-34 ની ફાઇનલ મેચ શરૂ થઇ ગઇ છે. ત્યારે ભાગ્યશ્રી જાધવ ભારત તરફથી પોતાનો પડકાર રજૂ કરી રહી છે. આ ઇવેન્ટમાં તે મેડલ જીતે તેવી અપેક્ષા છે. આ ઇવેન્ટમાં તેનો શ્રેષ્ઠ ફેંક સાત મીટર હતો. જે તેની વ્યક્તિગત શ્રેષ્ઠ ફેંક છે. હાલમાં તે ટોચ ત્રણમાં છે.

આ પણ વાંચો: Tokyo Olympics Day 14: 5 ઓગસ્ટનું સમયપત્રક, મેડલ જીતવાની સોનેરી તક

રાકેશ કુમાર ક્વાર્ટર ફાઇનલમાં

ભારતીય તીરંદાજ રાકેશ કુમાર પુરુષોની વ્યક્તિગત સ્પર્ધામાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. અગાઉ અંતિમ -16 માં તેણે સ્લોવાકિયાના મેરિઓન મરાકાકને 140-137 ના અંતરથી હરાવ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા બાદ રાકેશની મેડલની આશા હવે વધી છે.

ટેબલ ટેનિસની ક્લાસ 4 અને 5 ટીમ ઈવેન્ટમાં ભારતને આંચકો લાગ્યો

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસની ક્લાસ 4 અને 5 ટીમ ઈવેન્ટમાં ભારતને આંચકો લાગ્યો છે. ભારતીય જોડી ભાવિના પટેલ અને સોનલ પટેલને ચીનના ઝોઉ યિંગ અને ઝાંગ બિયાને સીધા સેટમાં પરાજય આપ્યો હતો. ભારતીય ટીમને ચીનને 11-2, 11-4, 11-2થી હરાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.