Tokyo Olympic 2020, day 8: બોક્સર લવલીનાએ ક્વાર્ટર ફાઈનલમાં 4-1 થી મેળવી જીત, દેશમાટે એક મેડલ સુનિશ્ચિત કર્યો

author img

By

Published : Jul 30, 2021, 9:45 AM IST

બોક્સર લવલીનાએ ક્વાર્ટર ફાઈનલમાં 4-1 થી મેળવી જીત

ભારતની મહિલા બોક્સર લવલીના બોરગોહેને 69 કિલો વજન વર્ગની ક્વાર્ટર ફાઈનલમાં 4-1 થી જીત મેળવી છે. તેઓનો સામનો ચીની તાઈપેઈના ખેલાડી નિઆન ચિન ચેન સાથે થયો હતો, જેને લોવલિનાએ ત્રીજા રાઉન્ડમાં હરાવી હતી.

  • બોક્સર લવલીનાએ ક્વાર્ટર ફાઈનલમાં 4-1 થી મેળવી જીત
  • ચીની તાઈપેઈના ખેલાડી નિઆન ચિન ચેનને હરાવી
  • ભારત માટે એક મેડલ પાક્કો કર્યો

ટોક્યો: ટોક્યો ઓલિમ્પિકમાં આજે શુક્રવારે 8મો દિવસ છે. આજના દિવસની શરૂઆત ભારત માટે ખુબ સારી થઈ છે. ભારતની મહિલા બોક્સર લવલીના બોરગોહેને અરેના ખાતે આયોજિત 69 કિલો વજન વર્ગની ક્વાર્ટર ફાઈનલમાં 4-1 થી જીત મેળવી છે. આ સાથે જ લવલીનાએ સેમીફાઈનલમાં પ્રવેશ મેળવી ભારત માટે એક મેડલ પાક્કો કર્યો છે.

આ પણ વાંચો: Tokyo Olympics, Day 8: તિરંદાજ દીપિકા કુમારીએ રચ્યો ઈતિહાસ, રશિયાની ખેલાડીની 6-5થી હરાવી ક્વોટરફાઈનલમાં કર્યો પ્રવેશ

નિઆન ચિન ચેનને લવલિનાએ ત્રીજા રાઉન્ડમાં હરાવી

લવલીનાનો સામનો ચીની તાઈપેઈના ખેલાડી નિઆન ચિન ચેન સાથે થયો હતો, જેને લવલિનાએ ત્રીજા રાઉન્ડમાં હરાવી હતી. આ સાથે, લવલીનાએ સેમિફાઇનલમાં પહોંચીને ભારત માટે એક મેડલ સુનિશ્ચિત કર્યો છે. આ પહેલા, લવલીનાએ મંગળવારે કુકુગીકન એરેના ખાતે રમાયેલી અંતિમ-16 રાઉન્ડની મેચમાં જર્મનીની નાડિના આપ્ટેજને 3-2થી હરાવી હતી.

આ પણ વાંચો: Tokyo Olympics 2020 : જાણો 8માં દિવસે ક્યા ખેલાડીઓ પર રહેશે નજર...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.