Tokyo Paralympics : સુમિતે રેકોર્ડબ્રેક થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો, જેવેલિન થ્રોમાં ભારતને બીજો ગોલ્ડ

author img

By

Published : Aug 30, 2021, 5:16 PM IST

સુમિતે રેકોર્ડબ્રેક થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતના જેવેલિન થ્રોઅર સુમિત અંતિલે આ સ્પર્ધામાં ભારતનો બીજો મેડલ જીત્યો છે. તેણે સોમવારે પુરુષોની (F64 કેટેગરી) ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

  • સુમિતે 68.55 મીટર દૂર બરછી ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો
  • ભારતને આજે સોમવારે બીજો ગોલ્ડ મેડલ મળ્યો છે
  • દેશને આત્યાર સુધીમાં સુમિતની જીત સાથે સાત મેડલ મળ્યા

ટોક્યો : ભારતના જેવેલિન થ્રોઅર સુમિત અંતિલે ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 માં ભારત માટે મેડલ જીત્યો છે. તેણે સોમવારે પુરુષોની (F64 કેટેગરી) ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુમિતની આ જીત સાથે ભારતની મેડલ ટેલી સાત થઈ ગઈ છે.

આ પણ વાંચો: ભારતની દિકરી અવની લેખારાએ ઇતિહાસ રચ્યો, ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

સુમિતના થ્રોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

સુમિતે 68.55 મીટર દૂર બરછી ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુમિતનો આ થ્રો વર્લ્ડ રેકોર્ડ પણ બની ગયો છે. ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 માં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. સુમિત પહેલા અવની લખેરાએ શૂટિંગમાં ભારતને ગોલ્ડ અપાવ્યું હતું. તેમણે સોમવારે મહિલા R-2 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

68.08 મીટર ફેંકીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો

સુમિતે આ મેચમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. તેણે પ્રથમ પ્રયાસમાં 66.95 મીટર ફેંક્યા હતા, જે વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. આ પછી, બીજા પ્રયાસમાં તેણે 68.08 મીટર ફેંકીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો. સુમિતે તેના પ્રદર્શનમાં વધુ સુધારો કર્યો અને 5મા પ્રયાસમાં 68.55 મીટર ફેંકીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

આ પણ વાંચો: ભારતના યોગેશ કથુનિયાએ ડિસક્સ થ્રો F56 માં સિલ્વર મેડલ જીત્યો, PM એ અભિનંદન પાઠવ્યા

દેવેન્દ્ર ઝાઝરીયા અને સુંદર સિંહ ગુર્જરે પણ જીત્યા મેડલ

ઉલ્લેખનીય છે કે, અગાઉ સોમવારે દેવેન્દ્ર ઝાઝરીયા અને સુંદર સિંહ ગુર્જરે પણ જેવલિન થ્રોમાં મેડલ જીત્યા હતા. દેવેન્દ્રએ સિલ્વર અને સુંદરસિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.