રાજસ્થાનના ઈતિહાસમાં પ્રથમ વખત એક સાથે બે પેરાલિમ્પિક ખેલાડીઓ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત થશે

author img

By

Published : Oct 28, 2021, 1:47 PM IST

Avani Lekhara

દેશભરના 11 ખેલાડીઓને ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવશે. જેમાં પેરાલિમ્પિયન શૂટર અવની લેખરા અને બેડમિન્ટન ખેલાડી કૃષ્ણા નાગર (Avani Lekhara and Krishna Nagar)ને પણ આ વર્ષે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન (Major Dhyan Chand Khel Ratna Award) પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

  • રાજસ્થાનના ઈતિહાસમાં પ્રથમ વખત
  • એક સાથે બે પેરાલિમ્પિક ખેલાડીઓ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત થશે
  • 11 ખેલાડીઓને મળશે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન

જયપુરઃ રાજસ્થાનના ઈતિહાસમાં પ્રથમ વખત બે પેરાલિમ્પિક ખેલાડીઓને એક સાથે ખેલ રત્ન એવોર્ડ (Major Dhyan Chand Khel Ratna Award)થી સન્માનિત કરવામાં આવશે. ખાસ વાત એ છે કે બંને ખેલાડીઓ રાજ્યની રાજધાની જયપુરના રહેવાસી છે. અવની લેખરા અને કૃષ્ણા નાગરે (Avani Lekhara and Krishna Nagar) ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં દેશ માટે ગોલ્ડ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે, અવની લેખરાએ ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 દરમિયાન શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. આ સાથે જ કૃષ્ણા નાગરે બેડમિન્ટન M6 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

10 મીટર એર રાઈફલમાં ભારત માટે પહેલો ગોલ્ડ જીત્યો

હકીકતમાં, લેખરા (Avani Lekhara) ટોક્યો પેરાલિમ્પિક્સમાં બે મેડલ જીતનાર દેશની પ્રથમ ખેલાડી છે. તે જયપુરના શાસ્ત્રીનગરમાં રહે છે. તેણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં 10 મીટર એર રાઈફલમાં ભારત માટે પહેલો ગોલ્ડ જીત્યો હતો. આ સાથે જ 50 મીટર એર રાઈફલ મહિલા સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

આ પણ વાંચોઃ TOKYO PARALYMPICS: 24માં સ્થાને રહ્યું ભારત, 19 મેડલ જીતીને રચ્યો ઇતિહાસ

અવની લેખરા સાથે જોડાયેલી કેટલીક વાતો.

વર્ષ 2012માં મહાશિવરાત્રીના દિવસે અવની સાથે માર્ગ અકસ્માત થયો હતો.

અકસ્માત બાદ લેખરાને લકવો થયો હતો અને તેણે વ્હીલ ચેરનો સહારો લેવો પડ્યો હતો.

અવનીએ વર્ષ 2015માં જયપુરના જગતપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં શૂટિંગ શરૂ કર્યું હતું.

તેણે વર્ષ 2017માં પ્રથમ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું, યુએઈમાં યોજાયેલા વર્લ્ડ કપમાં પણ ભાગ લીધો હતો.

વર્ષ 2018માં તેણે એશિયન પેરા ગેમ્સમાં પણ ભાગ લીધો હતો.

વર્ષ 2019માં તેને GoSports ફાઉન્ડેશન દ્વારા ભારતમાં સૌથી વધુ આશાસ્પદ પેરાલિમ્પિક એથ્લેટ તરીકે નામ આપવામાં આવ્યું હતું.

8 નવેમ્બર 2001ના રોજ જયપુરમાં જન્મેલી અવનીને તેના પિતાએ રમતગમતમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરી હતી.

અવનીએ શરૂઆતમાં શૂટિંગ અને તીરંદાજી બંનેનો પ્રયાસ કર્યો હતો.

ભારતીય શૂટર અભિનવ બિન્દ્રાનું પુસ્તક વાંચીને તે વધુ પ્રેરિત થઈ.

અવનીએ રાજસ્થાન યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે.

Krishna Nagar
Krishna Nagar

આ પણ વાંચોઃ જયપુરના કૃષ્ણા નાગરે ટોક્યો પેરાલિમ્પિક બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો

કૃષ્ણા નાગર સાથે જોડાયેલી કેટલીક વાતો

કૃષ્ણા (Krishna Nagar) માટે ખેલ રત્ન સુધી પહોંચવું એટલું સરળ નહોતું.

માત્ર બે વર્ષની ઉંમરે, તેમના પરિવારને તેમના અસાધ્ય રોગની જાણ થઈ.

આ પછી કૃષ્ણાની ઉંમર વધી રહી હતી, પણ ઊંચાઈ નહીં. કૃષ્ણા પોતે નિરાશ થવા લાગ્યા.

તેની ઊંચાઈ માત્ર ચાર ફૂટ બે ઈંચ પર જ અટકી ગઈ.

પરિવારના સભ્યોએ કૃષ્ણાને હંમેશા ટેકો આપ્યો અને તેમને પ્રોત્સાહિત કર્યા.

પરિણામે, કૃષ્ણા બેડમિન્ટન શોર્ટ હાઇટ કેટેગરીમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

હવે તેને ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવશે.

આ 11 ખેલાડીઓને ખેલ રત્ન મળશે

આ વખતે નીરજ ચોપરા (જેવલિન થ્રો), અવની લેખરા (શૂટિંગ), મિતાલી રાજ (ક્રિકેટ), રવિ દહિયા (કુસ્તી), લવલીના (બોક્સિંગ), સુનીલ છેત્રી (ફૂટબોલ), પીઆર શ્રીજેશ (હોકી), પ્રમોદ ભગત (બેડમિન્ટન), કૃષ્ણા નાગર (બેડમિન્ટન), મનીષ નરવાલ (શૂટીંગ) અને સુમિત અંતિલ (જેવેલીન)ને ખેલ રત્ન એનાયત કરવામાં આવશે. ખેલ રત્ન દેશનો સૌથી મોટો રમત પુરસ્કાર છે. અગાઉ તેનું નામ ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તાજેતરમાં તેનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.