Tokyo Olympics Day 4: સુમિત નાગલને બીજા રાઉન્ડમાં મેદવેદેવના હાથે મળી હાર

author img

By

Published : Jul 26, 2021, 1:11 PM IST

સુમિત નાગલને બીજા રાઉન્ડમાં મેદવેદેવના હાથે મળી હાર

મેચની શરૂઆતથી જ સુમિત પાસે મેદવેદેવના શોટ્સનો કોઈ જવાબ ન હતો. જેના પછી કોઈક રીતે તેમની સર્વિસ દરમિયાન 2 પોઇન્ટ એકત્રિત કરી શક્યો પરંતુ તે પ્રથમ સેટ 2-6થી હારી ગયો હતો.

  • સુમિત નાગલ 2-6, 1-6થી સીધા સેટમાં હારી ગયો
  • રશિયન ખેલાડી ડેનિલ મેદવેદેવના શોટ્સનો કોઈ જવાબ ન હતો
  • સુમિતે છેલ્લા પોઇન્ટ માટે સખત પ્રયત્ન કર્યો

ટોક્યો (જાપાન) : ભારતીય ટેનિસ મેન્સ સિંગલ્સ ખેલાડી અને ભારતની ટેનિસ ઓલંપિકમાં એકમાત્ર ઉમ્મીદ સુમિત નાગલને 2-6, 1-6થી રશિયન ખેલાડી ડેનિલ મેદવેદેવના હાથથી સીધા સેટમાં હારી ગયો હતો.

સુમિતની પાસે મેદવેદેવના શોટ્સનો કોઈ જવાબ ન હતો

મેચની શરૂઆતથી જ સુમિતની પાસે મેદવેદેવના શોટ્સનો કોઈ જવાબ ન હતો. જેના પછી કોઈક રીતે તેની સર્વિસ દરમિયાન તે 2 પોઇન્ટ એકત્રિત કરી શક્યો હતો પરંતુ તે પ્રથમ સેટ 2-6થી હારી ગયો હતો.

આ પણ વાંચો : ઓલિમ્પિકમાં ભારતનું પહેલુ સિલ્વર મેડલ લાવી વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ

સુમિતે છેલ્લા પોઇન્ટ માટે સખત પ્રયત્ન કર્યો

ત્યાર પછીના સેટમાં મેદવેદેવે પોતાનું ટેનિસ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. જેની આગળ સુમિત પોઇન્ટ એકત્રિત કરી શક્યો નહિ, જોકે, સુમિતે છેલ્લા પોઇન્ટ માટે સખત પ્રયત્ન કર્યો પરંતુ તે મેદવેદેવને રોકવામાં નિષ્ફળ ગયો હતો.

આ પણ વાંચો : Tokyo Olympics 2020 Day 1: સારી શરૂઆત છતા દિપીકા કુમારી 9મા સ્થાન પર રહી

સુમિતના પ્રયત્નોમાં કોઈ અભાવ ન હતો

મેચ બેસ્ટ ઓફ 3ની ચાલી રહી હોવાને કારણે નિર્ણય ફક્ત 2 સેટમાં આવ્યો હતો. સુમિતના પ્રયત્નોમાં કોઈ અભાવ હોવાના સંકેત નથી. તેણે પોઈન્ટ એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ ડેનિલ કોઈ તક આપી રહ્યો ન હતો. જેના પછી મેચ સંપૂર્ણપણે રશિયન ખેલાડીની તરફેણમાં ગઈ હતી.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.