Tokyo Paralympicsમાં ટેબલ ટેનિસના બીજા રાઉન્ડની મેચમાં ભારતીય ખેલાડી ભાવિના પટેલની જીત

author img

By

Published : Aug 26, 2021, 1:58 PM IST

Tokyo Paralympicsમાં ટેબલ ટેનિસના બીજા રાઉન્ડની મેચમાં ભારતીય ખેલાડી ભાવિના પટેલની જીત

ટોક્યો પેરાલિમ્પિક 2020માં (Tokyo Paralympics 2020)આજે (ગુરૂવારે) ભારતની મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિનાબેન પટેલે ક્લાસ 4 ગૃપ એની પોતાની બીજી મેચમાં જીત મેળવી છે.

  • ટોક્યો પેરાલિમ્પિક 2020માં (Tokyo Paralympics 2020) ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીની જીત
  • ખેલાડી ભાવિનાબેન પટેલે ક્લાસ 4 ગૃપ-એની બીજી મેચમાં જીત મેળવી
  • ભાવિનાબેન પટેલે બ્રિટનની મેગલ શેકફ્લેટનને આપી મ્હાત

ટોક્યોઃ ટોક્યો પેરાલિમ્પિક 2020માં (Tokyo Paralympics 2020) આજે (ગુરૂવારે) ભારતની મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિનાબેન પટેલે ક્લાસ - 4 ગૃપ-એની પોતાની બીજી મેચમાં જીત મેળવી લીધી છે. ભાવિના પટેલે બ્રિટનની મેગલ શેકફ્લેટનને મ્હાત આપી છે.

આ પણ વાંચો- Tokyo Paralympics: ગુજરાતની બન્ને દિકરીઓનું જોરદાર પ્રદર્શન, છતાંય હાર્યા

ભારતીય ખેલાડીએ આ મેચ 3-1થી જીતી છે

આપને જણાવી દઈએ કે, ભારતીય ખેલાડીએ જોરદાર પ્રદર્શન કરતા બ્રિટનની ખેલાડીને એક સેટ ગેમ જ જીતવા દીધી અને બાકીની ત્રણ મેચ પોતાના નામે કરી જીત મેળવી છે. ભારતીય ખેલાડીએ આ મેચ 3-1થી જીતી છે. ભાવિનાએ પહેલી મેચ પોતાના નામે કરી હતી, પરંતુ બીજી ગેમ મેગન જીતવામાં સફળ રહી હતી. ત્યારબાદ ભાવિનાએ પોતાની વિરોધીને એક પણ તક ન આપી અને બાકીની 2 મેચ જીતી લીધી હતી.

આ પણ વાંચો- Ind vs Eng : ભારતનો ધબડકો, ભારતે 60 રન સાથે 5 વિકેટ ગુમાવી

મેગને બીજી મેચમાં વાપસી કરી હતી

ભાવિનાએ પહેલી ગેમ 11-7થી જીતી હતી. તો મેગને બીજી ગેમમાં વાપસી કરી હતી. તો આ ગેમને 11-9થી જીત સ્કોર 1-1થી બરાબર કરી લીધો હતો. ત્યારબાદ ભાવિનાએ મેગનને બીજી કોઈ તક નહતી આપી. તો ત્રીજી ગેમમાં જોરદાર ટક્કર થઈ હતી, પરંતુ ભારતીય ખેલાડીએ હાર ન માની અને 17-15થી ગેમ જીતી લીધી હતી.

ચોથી ગેમમાં જોવા મળી જોરદાર ટક્કર

ચોથી ગેમ પણ આ જ પ્રકારની રહી હતી. અહીં પણ જોરદાર ટક્કર જોવા મળી હતી. ભારતીય ખેલાડીએ છેલ્લે 13-11થી ગેમ પોતાના નામે કરી અને સાથે જ મેચ પણ પોતાના નામે કરી લીધી હતી.

પેરાલિમ્પિકમાં ભાવિનાની શરૂઆત સારી નથી રહી

ભાવિનાની પેરાલિમ્પિકની શરૂઆત સારી નથી રહી. તેમણે પેહલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલી મેચમાં તેમની સામે ચીનની ઝાઉ ચિંગ હતી, જે વિશ્વની નંબર 2 ખેલાડી છે. જોકે, આ મેચમાં ભાવિનાને હારનો સામનો કરવો પડ્યો હતો. ભાવિના આ મેચમાં એક પણ ગેમ નહતી જીતી શકી અને ઝાઉએ 3-0થી મેચ પોતાના નામે કરી હતી. ચીનની ખેલાડીએ પહેલી ગેમ 11-3, બીજી ગેમ 11-9 અને ત્રીજી ગેમ 11-2થી જીતી ભાવિનાએ વિજયી શરૂઆત નહતી કરવા દીધી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.