કોકોએ ચીનના વાંગ કિયાંગને હરાવી કિતાબ પોતાના નામે કર્યો

author img

By

Published : May 23, 2021, 9:40 AM IST

ten

વિશ્વના 30માં ક્રમાંકિત ખેલાડી કોકોએ 48 મા ક્રમાંકિત ચીની ખેલાડીના પડકારને દૂર કરવામાં એક કલાક અને 14 મિનિટનો સમય લીધો.

  • કોકો ગોફે જીત્યું બીજુ ટાઈટલ
  • ચીન વાંગ કિયાંગને હારાવી જીતી મેચ
  • પાછલા અઠવાડિયે પણ શ્રેષ્ઠ પ્રદર્શન

પારમાં : અમેરિકન કિશોર કોકો ગોફે શનિવારે પરમામાં ચીનના વાંગ કિયાંગને 6-1, 3-6થી પરાજિત કરીને એમિલિયા-રોમાગ્ના ઓપન ખિતાબ જીત્યો હતો. ગફની કારકીર્દિનું આ ડબલ્યુટીએ સિંગલ્સનું બીજું ટાઇટલ છે.

મેચ જીતવા માટે 14 મીનિટનો સમય

વિશ્વના 30માં ક્રમાંકિત ખેલાડી કોકોએ 48માં ક્રમાંકિત ચીની ખેલાડીના પડકારને જીતવા માટે એક કલાક અને 14 મિનિટનો સમય લીધો હતો. અમેરિકન ખેલાડી અહીં તેના ટાઇટલ તરફ જવા માટે એક જ સેટ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો : એશ બાર્ટીએ મિયામી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં જીત મેળવી

પાછલા અઠવાડિયે શ્રેષ્ઠ દેખાવો

17 વર્ષીય કોકોએ પાછલા પખવાડિયામાં ઇટાલીના મેદાન શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. ગયા અઠવાડિયે ઇટાલિયન ઓપનમાં સેમિ-ફાઇનલ દેખાવ સાથે આ અઠવાડિયે ટાઇટલ જીત્યું. કોકોએ હવે આ પ્રવાસ પર તેની છેલ્લી 26 મેચમાંથી 20 મેચ જીતી લીધી છે. તેનાથી વિપરીત, કોકોએ 2019 અને 2020 માં સંયુક્ત રીતે 21 મેચ જીતી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.