રવિ શાસ્ત્રીએ આપ્યા સંકેત, ટી-20 વર્લ્ડ કપ બાદ છોડી શકે છે હેડ કોચનું પદ

author img

By

Published : Sep 18, 2021, 3:39 PM IST

રવિ શાસ્ત્રીએ આપ્યા સંકેત

સૌરવ ગાંગુલીની આગેવાનીવાળી BCCI અનિલ કુંબલે અને VVAS લક્ષ્મણને ટી-20 વિશ્વ કપ પછી રવિ શાસ્ત્રીના કાર્યકાળ પૂરા કર્યા બાદ મુખ્ય કોચ પદ માટે આવેદન કરવા માટે કહી શકે છે.

  • કુંબલેએ ચેમ્પિયન ટ્રોફીના ફાઇનલમાં પાકિસ્તાનથી હાર્યા બાદ પોતાનું રાજીનામું આપ્યું હતું
  • રવિ શાસ્ત્રીએ આપ્યા સંકેત
  • ટી-20 વર્લ્ડ કપ બાદ છોડી શકે છે હેડ કોચનું પદ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ કોચ રવિ શાસ્ત્રીએ ટી-20 વર્લ્ડ કપ બાદ પોતાનું પદ છોડવાના મોટા સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, "મારું માનવું છે કે, ત્યાં વધારે રોકાવું ન જોઇએ જ્યાં તમારું સ્વાગત ના થાય." આ પહેલા સૌરવ ગાંગુલીની આગેવાનીવાળી બીસીસીઆઇ અનિલ કુંબલે અને વીવીએસ લક્ષ્મણને ટી-20 વર્લ્ડ કપ પછી રવિ શાસ્ત્રીના કાર્યકાળ પુરા થયા પછી મુખ્ય કોચ પદ માટે આવેદન કરવાનું કહી શકે છે.

કુંબલે 2016-17 વચ્ચે એક વર્ષ માટે ભારતીય ટીમના કોચ હતા

કુંબલે 2016-17 વચ્ચે એક વર્ષ માટે ભારતીય ટીમના કોચ હતા. એ સમયે સચિન તેંડુંલકર, લક્ષ્મણ અને ગાંગુલીની અધ્યક્ષતા વાળી ક્રિકેટ સલાહકાર સમિતિએ તેમને શાસ્ત્રીની જગ્યા નિયુક્ત કરી હતી. જો કે, કેપ્ટન વિરાટ કોહલી સાથે થોડા મતભેદના કારણે કુંબલેએ ચેમ્પિયન ટ્રોફીના ફાઇનલમાં પાકિસ્તાનથી હાર્યા બાદ પોતાનું રાજીનામું આપ્યું હતું.

અનિલ કુંબલેના બહાર નીકળવાના પ્રકરણમાં સુધારાની આવશ્યકતા છે

નામ ન જાહેર કરવાની શરત પર આ નવા ઘટનાક્રમથી પરિચિત બીસીસીઆઇના એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું હતું કે, અનિલ કુંબલેના બહાર નીકળવાના પ્રકરણમાં સુધારાની આવશ્યકતા છે. જેવી રીતે COA એ કોહલીના દબાવમાં આવીને તેમને હટાવ્યા એ સાચુ ઉદાહરણ ન હતું. પરંતું આ વાત પર પણ નિર્ભર છે કે, શું કુંબલે અને લક્ષ્મણ કોચ માટે આવેદન કરવા પર રાજી થશે."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.