RIP Legend: આઝાદી પછી ભારતને પહેલી વખત હોકીમાં ગોલ્ડ મેડલ અપાવનારા ખેલાડી કેશવ દત્તનું, 95 વર્ષની વયે નિધન

author img

By

Published : Jul 7, 2021, 2:15 PM IST

RIP Legend: આઝાદી પછી ભારતને પહેલી વખત હોકીમાં ગોલ્ડ મેડલ અપાવનારા ખેલાડી કેશવ દત્તનું, 95 વર્ષની વયે નિધન

કોલકાતામાં રહેતા દિગ્ગજ હોકીના ખેલાડી કેશવ દત્ત (Veteran hockey player Keshav Dutt)નું 95 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ભારતની સ્વતંત્રતા પછી પહેલી વખત હોકીમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો હતો. આ સાથે જ દેશને એક જ દિવસમાં 2 મોટી ખોટ પડી છે. કેશવ દત્તે (Keshav Dutt)કોલકાતાના સંતોષપુરમાં પોતાના નિવાસસ્થાને મંગળવારે મોડી રાત્રે 12.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

  • ઓલિમ્પિકમાં હોકીમાં ગોલ્ડ મેડલ (Gold medal in hockey) જીતનારા ખેલાડી કેશવ દત્ત (Player Keshav Dutt)નું 95 વર્ષની વયે નિધન (Death)
  • ખેલાડી કેશવ દત્તે (Player Keshav Dutt) આઝાદી પછી પહેલી વખત હોકીમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો હતો
  • કેશવ દત્તે (Keshav Dutt) કોલકાતાના સંતોષપુરમાં પોતાના નિવાસસ્થાને મંગળવારે રાત્રે અંતિમ શ્વાસ (Final breath) લીધા હતા

નવી દિલ્હીઃ ભારતની સ્વતંત્રતા પછી પહેલી વખત ભારતને ઓલિમ્પિક (Olympic)માં હોકીમાં ગોલ્ડ મેડલ (Gold medal in hockey) અપાવનારા ખેલાડી કેશવ દત્ત (Player Keshav Dutt)નું આજે 95 વર્ષની વયે નિધન થયું છે. કેશવ દત્ત (Keshav Dutt) ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ (Gold medal in hockey) જીતનારી ભારતીય હોકી ટીમ (Indian hockey team)ના 2 વખત ભાગ રહી ચૂક્યા હતા. કેશવ દત્ત (Keshav Dutt) છેલ્લા ઘણા સમયથી બીમાર હોવાથી મંગળવારે રાત્રે 12.30 વાગ્યે તેમનું નિધન થયું હતું. કેશવ દત્ત (Keshav Dutt) વર્ષ 1948માં લંડન રમતોમાં ભારતીય ટીમનો ભાગ હતા. જ્યાં ભારતે આઝાદી પછી પહેલી વખત હોકીમાં ગોલ્ડ મેડલ (Gold medal in hockey) જીત્યો હતો. તેઓ હેલસિંકી ઓલિમ્પિકમાં વર્ષ 1952માં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમ (Indian hockey team)નો પણ ભાગ હતા.

આ પણ વાંચોઃ Dilip Kumar Death: 'ટ્રેજેડી કિંગ' દિલીપ કુમારનું નિધન, મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

હોકી ઈન્ડિયાના અધ્યક્ષ જ્ઞાનેન્દ્રો નિંગોમબમે (Hockey India President Gyanendra Ningombam) પોતાનો અનુભવ શેર કર્યો

હોકી ઈન્ડિયાના અધ્યક્ષ જ્ઞાનેન્દ્રો નિંગોમબમે (Hockey India President Gyanendra Ningombam) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આજે દિગ્ગજ હાફબેક કેશવ દત્ત (Halfback Keshav Dutt)ના નિધન અંગેના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે. તેઓ વર્ષ 1948 અને 1952માં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ (Gold medal in hockey) જીતનારી ભારતીય ટીમના એકમાત્ર જીવિત સભ્યા હતા. આજે એવું લાગી રહ્યું છે કે, એક યુગનો અંત (The end of an era) થઈ ગયો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમે બધા આઝાદ ભારત માટે ઓલિમ્પિક (Olympic)માં તેમની યાદગાર મેચની શાનદાર વાર્તાઓ સાંભળતા મોટા થયા છીએ. તેમણે દેશમાં હોકી ખેલાડીઓની પેઢીને પ્રેરિત કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હોકી ઈન્ડિયા (Hockey India) તેમના નિધન પર શોક વ્યક્ત કરે છે અને ફેડરેશન તરફથી હું તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. તો પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજી (West Bengal Chief Minister Mamata Banerjee)એ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ Love story of Dilip Kumar: દિલીપ કુમારની ફિલ્મોની જેમ તેમની લવ સ્ટોરી પણ છે દિલચસ્પ, જુઓ

મમતા બેનરજીએ (Mamata Banerjee) ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું

મમતા બેનરજી (Mamata Banerjee) એ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, હોકી જગતના આજે એક વાસ્તવિક મહાન ખેલાડીને આપણે ગુમાવી દીધા છે. કેશવ દત્ત (Keshav Dutt)ના નિધનથી હું દુઃખી છું. તેઓ ભારત અને બંગાળના ચેમ્પિયન (Champions of India and Bengal) હતા. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના છે. કેશવ દત્તે વર્ષ 1951-53 અને 1957-58માં મોહન બાગાન (Mohan Bagan)ની હોકી ટીમની આગેવાની કરી હતી. તેમની મોહન બાગાનની ટીમે 10 વર્ષમાં હોકી લીગનો ખિતાબ 6 વખત અને બેટન કપ ત્રણ વાર જીત્યો હતો. તેમને વર્ષ 2019માં મોહન બાગાન રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે, આ સન્માન મેળવનારા તેઓ પહેલા નોનફૂટબોલર હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.