Road Safety World Series: શ્રીલંકા લિજેન્ડ્સ સામે ઇન્ડિયા લિજેન્ડ્સની ફાઇનલમાં 14 રને જીત

author img

By

Published : Mar 22, 2021, 9:04 AM IST

શ્રીલંકા લિજેન્ડ્સ સામે ઇન્ડિયા લિજેન્ડ્સની ફાઇનલમાં 14 રને જીત

ઈન્ડિયા લિજેન્ડ્સે શ્રીલંકા લિજેન્ડ્સને ફાઇનલમાં 14 રનથી હરાવીને રોડ સેફટી વર્લ્ડ સિરીઝ ટી20 ટૂર્નામેન્ટમાં જીત મેળવી હતી. પહેલી ઈનિંગ્સમાં શ્રીલંકા લિજેન્ડ્સને 167/7 રને ઈન્ડિયા લિજેન્ડ્સે ઑલ આઉટ કરી હતી.

  • શ્રીલંકાને 14 રને હરાવીને ભારતે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ જીતી
  • શ્રીલંકાને 167/7 રને ઈન્ડિયા લિજેન્ડ્સે ઑલ આઉટ કરી હતી
  • સુકાની તિલકરત્ને અને સનથ જયસૂર્યાએ શાનદાર શરૂઆત કરી હતી

રાયપુર: રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ફાઇનલમાં શ્રીલંકા લિજેન્ડ્સને 14 રને હરાવીને ભારતના લિજેન્ડ્સે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી20 ટૂર્નામેન્ટ જીત્યો હતો. પહેલી ઈનિંગ્સમાં શ્રીલંકા લિજેન્ડ્સને 167/7 રને ઈન્ડિયા લિજેન્ડ્સે ઑલ આઉટ કરી હતી.

આ પણ વાંચો: રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની સેમિફાઈનલમાં પહોંચ્યું દક્ષિણ આફ્રિકા

ભારતે 182 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જ્યારે, શ્રીલંકાએ સુકાની તિલકરત્ને દિલશાન (21) અને સનથ જયસૂર્યા (43)એ શાનદાર શરૂઆત કરી પ્રથમ વિકેટ માટે 7.2 ઓવરમાં 62 રન બનાવ્યા હતા. જોકે, આ સુકાની તિલકરત્ન અને સનથ જયસૂર્યાની જોડી યુસુફ પઠાણે તોડી હતી.

આ પણ વાંચો: 6,6,6,6... યુવરાજસિંહે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં સતત 4 છગ્ગા ફટકાર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.