છેલ્લે સુધી અણનમ રહેલો સંજૂ સેમસન પણ ન અપાવી શક્યો જીત, દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાનનો પરાજય

author img

By

Published : Sep 25, 2021, 8:39 PM IST

દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન રૉયલ્સનો 33 રને પરાજય

દિલ્હી અને રાજસ્થાનની વચ્ચે રમાયેલી મેચમાં દિલ્હીએ પહેલા બેટિંગ કરતા રાજસ્થાનને 155 રનનો પડકાર આપ્યો હતો. રાજસ્થાન આ લક્ષ્યાંક પાર પાડી શક્યું નહીં અને દિલ્હી સામે તેનો 33 રને પરાજય થયો.

  • રાજસ્થાનને 33 રને હરાવીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં પહેલા નંબરે પહોંચ્યું
  • દિલ્હી કેપિટલ્સના બોલરોની શાનદાર બોલિંગ
  • સેમસનના અણનમ 70 રન છતાં હાર્યું રાજસ્થાન રૉયલ્સ

અબુધાબી: બૉલરોના શાનદાર પ્રદર્શનના દમ પર દિલ્હી કેપિટલ્સે અહીં શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ 2021ની 36મી મેચમાં રાજસ્થાન રૉયલ્સને 33 રને હરાવ્યું છે.

દિલ્હીએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો હતો

દિલ્હીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઑવરમાં 6 વિકેટે 154 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ કેપ્ટન સંજૂ સેમસનના 53 બૉલમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 70 રન છતાં 20 ઑવરમાં 6 વિકેટે 121 રન જ બનાવી શક્યું.

દિલ્હીના બૉલરોનું શાનદાર પ્રદર્શન

દિલ્હી તરફથી એનરિક નૉર્ખિયાએ 2 વિકેટ જ્યારે આવેશ ખાન, રવિચંદ્રન અશ્વિન, કગિસો રબાડા અને અક્ષર પટેલે એક-એક વિકેટ ઝડપી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત અત્યંત ખરાબ રહી અને તેણે લિયામ લિવિંગસ્ટોન (1), યશસ્વી જયસ્વાલ (5) અને ડેવિડ મિલર (7)ની વિકેટ ફક્ત 17 રનના સ્કોર પર ગુમાવી દીધી. ત્યારબાદ મહિપાલ લમરૌર ચોથા બેટ્સમેન તરીકે આઉટ થયો. તેણે 24 બૉલમાં એક છગ્ગાની મદદથી 19 રન બનાવ્યા.

શ્રેયસ ઐયર અને ઋષભ પંતે દિલ્હીને સારા સ્કોર સુધી પહોંચાડ્યું

રાજસ્થાનની ટીમ જ્યાં સુધી આ ઝટકાઓથી બહાર આવે ત્યાં સુધી અક્ષરે રિયાન પરાગ (2)ને બોલ્ડ કરીને રાજસ્થાનને પાંચમો ઝાટકો આપ્યો. ત્યારબાદ રાહુલ તેવતિયા (9) પણ આઉટ થનારા છઠ્ઠા બેટ્સમેન તરીકે પેવિલિયન પરત ફર્યો. તબરેજ શ્મસી 2 રન બનાવીને અણનમ રહ્યો. આ પહેલા બેટિંગમાં ઉતરેલી દિલ્હીની શરૂઆત પણ ખરાબ રહી અને તેણે 21 રન પર શિખર ધવન (8) અને પૃ્થ્વી શૉ (10)ની વિકેટ ગુમાવી. શ્રેયસ ઐયરૈ 43 અને ઋષભ પંતે 24 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: RCBને હરાવ્યા બાદ ધોનીએ ખોલ્યું રહસ્ય, ઝાકળ હોય ત્યારે બનાવે છે કંઈક આવી રણનીતિ

આ પણ વાંચો: રાજસ્થાન રૉયલ્સ સામેની મેચ પહેલા દિલ્હી કેપિટલ્સના નૉર્ખિયાએ કહ્યું- આ મેચ સરળ નહીં રહે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.