IPL 2021: સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું

author img

By

Published : Sep 28, 2021, 10:26 AM IST

IPL 2021: સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં IPL 2021ની 40મી મેચ રમાઈ હતી, જેમાં ધૂરંધર બેટ્સમેન જેસન રોય (60) અને કેપ્ટન કેન વિલિયમ્સન (નોટઆઉટ 51)ની શાનદાર અડધી સદીથી સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું હતું.રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં વિકેટ પર 164 રન બનાવ્યા હતા.

  • સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું
  • રાજસ્થાને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં વિકેટ પર 164 રન બનાવ્યા હતા
  • રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

ન્યૂઝ ડેસ્કઃ રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં વિકેટ પર 164 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે જેસનના 42 બોલ પર 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 60 અને વિલિયમ્સનને 41 બોલ પર 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી નોટઆઉટ 51 રનની ઈનિંગના દમ પર 18.3 ઓવરમાં ત્રણ વિકેટ પર 167 રન બનાવીને મેચ જીતી લીધી હતી. રાજસ્થાન તરફથી મુસ્તાફિઝુર રહેમાન, મહિપાલ લોમરોર અને ચેકન સકારિયાએ એક-એક વિકેટ લીધી હતી.

ડેબ્યુ કરનારા બેટ્સમેન જેસન અને રિદ્ધિમાન સાહાએ સારી શરૂઆત કરતા પહેલી વિકેટ માટે 57 રન બનાવ્યા

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે આ મેચથી ટીમ માટે ડેબ્યુ કરનારા જેસન અને રિદ્ધિમાન સાહા (Riddhiman Saha)એ સારી શરૂઆત કરતા પહેલી વિકેટ માટે 57 રન બનાવ્યા હતા. જોકે, સાહા પહેલા બેટ્સમેન તરીકે આઉટ થયો હતો, જેણે 11 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 18 રન બનાવ્યા હતા. જેસને પછી વિલિયમ્સનની સાથે ઈનિંગને આગળ વધારી હતી અને બંને બેટ્સમેન વચ્ચે 57 રનની ભાગીદારી થઈ હતી. જેસનને સકારિયાએ આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. ત્યારબાદ તરત જ પ્રિયમ ગર્ગ ઝીરો રન પર ત્રીજા બેટ્સમેન તરીકે આઉટ થયો હતો.

જોકે, વિલિયમ્સને એક છોડથી ઈનિંગને સંભાળી રાખી અને અભિષેક શર્માની સાથે મળીને જીત અપાવી હતી. અભિષેક 16 બોલ પર એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 21 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.

સંદીપ શર્માએ યશસ્વી જયસ્વાલ અને સેમસનની ભાગીદારી તોડી

આ પહેલા રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી બેટ્સમેન એવિન લુઈસ 6 રન બનાવીને આઉટ થયો હતો. ભૂવનેશ્વર કુમારે લુઈસને આઉટ કરીને રાજસ્થાનને પહેલો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ યશસ્વી જયસ્વાલે સેમસનની સાથે મળીને ત્રીજી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીને સંદીપ શર્માએ જયસ્વાલને આઉટ કરી તોડી હતી. જયસ્વાલે 23 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 36 રન બનાવ્યા હતા.

જયસ્વાલને આઉટ થયા પછી બેટિંગ કરવા આવેલા લિયમ લિવિંગસ્ટન (Liam Livingston) વધુ સમય સુધી ટકી ન શક્યો અને 4 રન બનાવીને આઉટ થઈ ગયો. સેમસનનો સાથ આપવા માટે મહિપાલ લોમરોર, બંનેએ ટીમની ઈનિંગને આગળ વધારતા 55 બોલમાં 84 રનની ભાગીદારી કરી હતી. આ શાનદાર ભાગીદારીને કૌલે સેમસનને આઉટ કરી તોડી હતી. સેમસને 57 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 82 રન બનાવ્યા હતા. ત્યારબાદ રિયાન પરાગ (0) રન બનાવ્યા હતા. જ્યારે આ તરફ લોમરોરે 28 બોલમાં એક ચોગ્ગો અને એક છગ્ગાની મદદથી નોટઆઉટ 29 રન બનાવ્યા હતા. જ્યારે રાહુલ તેવતિયા એક પણ રન બનાવ્યા વગર નોટઆઉટ રહ્યો હતો. તો હૈદરાબાદ તરફથી સિદ્ધાર્થ કૌલે 2 વિકેટ માટે, જ્યારે સંદીપ શર્મા, ભૂવનેશ્વર કુમાર અને રાશિદ ખાને એક-એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો- "ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટૂર રદ્દ થતા ભારત પર દોષ ઢોળવાનું બંધ કરે પાકિસ્તાન"

આ પણ વાંચો- ધોનીની ટીમના ધાકડ ઑલરાઉન્ડરે સંન્યાસની કરી જાહેરાત, કોહલીને અનેકવાર કરી ચૂક્યો છે આઉટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.