ICCએ મહિલા ખેલાડીઓની રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમની મિતાલી રાજ પ્રથમ સ્થાને

author img

By

Published : Sep 22, 2021, 12:02 PM IST

ICCએ મહિલા ખેલાડીઓની રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમની મિતાલી રાજ પ્રથમ સ્થાને

ICCએ મંગળવારે મહિલાઓના લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. આમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન મિતાલી રાજ એક વાર ફરી ટોચનું સ્થાન મેળવ્યું છે. મિતાલી એક સ્થાનના ફાયદાની સાથે બેટિંગની રેન્કિંગમાં પહેલા સ્થાન પર પહોંચી ગઈ છે.

  • ICCએ મંગળવારે મહિલાઓના લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે
  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન મિતાલી રાજ એક વાર ફરી ટોચનું સ્થાન મેળવ્યું છે
  • મિતાલી એક સ્થાનના ફાયદાની સાથે બેટિંગની રેન્કિંગમાં પહેલા સ્થાન પર પહોંચી ગઈ છે

હૈદરાબાદઃ ICCએ મંગળવારે મહિલાઓના લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. આમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન મિતાલી રાજ એક વાર ફરી ટોચનું સ્થાન મેળવ્યું છે. મિતાલી એક સ્થાનના ફાયદાની સાથે બેટિંગની રેન્કિંગમાં પહેલા સ્થાન પર પહોંચી ગઈ છે. મહિલા બેટ્સમેન મિતાલી રાજ ક્રિકેટ રેકોર્ડના ટોચ પર છે. ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી વન-ડે સિરીઝ પહેલા મેચમાં મિતાલીએ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. મિતાલીએ પોતાની ક્રિકેટ કારકિર્દીના 20,000 રન પૂરા કરી લીધા છે. તે વર્તમાનમાં ICC રેન્કિંગમાં વિશ્વમાં નંબર વન વન-ડે બેટ્સમેન પણ છે.

આ પણ વાંચો- ICC Women Ranking:પહેલા નંબરે પહોંચી આ ભારતીય ખેલાડી, મંધાના અને દીપ્તિને પણ ફાયદો

નવી રેન્કિંગમાં 3 ભારતીય ખેલાડીઓને ફાયદો થયો

આપને જણાવી દઈએ કે, નવી રેન્કિંગમાં 3 ભારતીય ખેલાડીઓને ફાયદો થયો છે. સલામી બેટ્સમેન સ્મૃતિ મંધાનાને પણ એક સ્થાનનો ફાયદો મળ્યો છે અને તે હવે 7મા સ્થાન પર પહોંચી ગઈ છે. ટોપ 10 ખેલાડીઓમાં મિતાલી 762 પોઈન્ટની સાથે પહેલા સ્થાન પર તો લિઝલી લી બીજા સ્થાન પર જતી રહી છે. આ ઉપરાંત ત્રીજા સ્થાન પર એલિસા હિલી, ચોથા સ્થાન પર ટૈમી બાઉન્મેન્ટ અને પાંચમા સ્થાન પર ન્યૂ ઝિલેન્ડની પૂર્વ કેપ્ટન એમી સૈથેર્વેટ છે.

આ પણ વાંચો- ભારતીય ક્રિકેટ ટીમનું 1 વર્ષનું શિડ્યૂલ જાહેર, અમદાવાદ અને રાજકોટને પણ મળી ઇન્ટરનેશનલ મેચ

મિતાલી રાજે મંગળવારે ઓસ્ટ્રેલિયા સામે પહેલી વન-ડેમાં અડધી સદીની ઈનિંગ રમી હતી

મહિલા બોલરમાં ભારતીય બોલર દિપ્તી શર્મા એક સ્થાનના ફાયદાની સાથે ચોથા નંબર પર પહોંચી ગઈ છે. તેણે કેરિબિયાઈ બોલર સ્ટેફની ટેલરની જગ્યા લીધી છે. ટેલર હવે એક સ્થાનના નુકસાનની સાથે પાંચમા સ્થાન પર ખસી ગઈ છે. આ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાઈ સ્ટાર ઓલરાઉન્ડર એલિસી પેરી ટોચ પર યથાવત્ છે. આપને જણાવી દઈએ કે, મિતાલી રાજે મંગળવારે ઓસ્ટ્રેલિયા સામે પહેલી વન-ડેમાં અડધી સદીની ઈનિંગ રમી હતી. આ તેની સતત પાંચમી અડધી સદી હતી. તે દરમિયાન તેણે પોતાના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 20,000 રનના આંકડાને પણ પાર કરી લીધો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.