2011 વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઇનલમાં કાંગારૂઓને હરાવ્યું, જાણો તે મેચનો હિરો કોણ હતું

2011 વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઇનલમાં કાંગારૂઓને હરાવ્યું, જાણો તે મેચનો હિરો કોણ હતું
World Cup 2023: રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ મોટેરા સ્ટેડિયમ ખાતે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે જ્યાં તેઓએ 2011 વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઇનલમાં કાંગારૂઓને હરાવીને ટ્રોફી જીતી હતી.
મુંબઈ: ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બર, રવિવારના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ભારતે પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તે જ સમયે, ગુરુવારે રમાયેલી બીજી સેમિફાઇનલમાં, ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને નજીકની મેચમાં હરાવીને રેકોર્ડ 8મી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. છેલ્લી વખત જ્યારે ભારતે ઘરેલુ વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કર્યો હતો, તે મેચ મોટેરામાં રમાઈ હતી, જ્યાં એમએસ ધોનીની ટીમે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતુ.
ભારત અને ઓસ્ટ્રેલિયાનો આમનો-સામનો: વર્લ્ડ કપ 2023માં ભારત અને ઓસ્ટ્રેલિયા ટીમ ફરી એક વાર આમને-સામને થશે. ભારત અને ઓસ્ટ્રેલિયાનો આમનો-સામનો વર્લ્ડ કપ 2011માં થયો હતો. આ વખતે ભારતીય ટીમે ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું હતું. વર્લ્ડ કપ 2015ની સેમીફાઈનલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હારીને બહાર થઈ ગઈ હતી. પણ ભારતીય ટીમે વર્લ્ડ કપ 2019માં ઓસ્ટ્રેલિયાને ફરી હરાવ્યું. ભારતીય ટીમે પોતાની 2023 વર્લ્ડ કપ અભિયાનની શરુઆત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ જીતીને કરી હતી. આ મેચમાં ટીમ ઈંડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું હતું.
2011 ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું: ભારતીય ટીમે ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ આપેલા 261 રનના લક્ષ્યાંકને ભારતે 47.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતુ. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરના અંતે 6 વિકેટે 260 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સુકાની રિકી પોન્ટિંગે 104 રન બનાવ્યા હતા. ભારત તરફથી યુવરાજ સિંહે ફરી એક વખત ઓલ-રાઉન્ડ દેખાવ કર્યો. યુવરાજે બોલિંગમાં 2 વિકેટ લેવા ઉપરાંત અણનમ 57 રન ફટકાર્યા હતા. ઉપરાંત સચિન તેંડુલકરે 53, ગંભીરે 50 અને સુરેશ રૈનાએ અણનમ 34 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.
આ પણ વાંચો:
