'ગોતીલો' સ્ટાર આદિત્ય ગઢવી વર્લ્ડકપની ફાઈનલમાં કરશે લાઇવ પરફોર્મન્સ, જાણો અન્ય કયા સ્ટાર કરશે પરફોર્મન્સ
'ગોતીલો' સ્ટાર આદિત્ય ગઢવી વર્લ્ડકપની ફાઈનલમાં કરશે લાઇવ પરફોર્મન્સ, જાણો અન્ય કયા સ્ટાર કરશે પરફોર્મન્સ
વર્લ્ડ કપ 2023: ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. રમતની સાથે, મનોરંજન માટે ઘણા સ્ટાર લાઇવ પરફોર્મન્સ કરશે.
હૈદરાબાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ રહી છે. 45 દિવસીય ક્રિકેટ મેચનો ભાવિ રવિવારે છે ભારતીય ટીમ પાંચ વખતની વર્લ્ડ કપ વિજેતા ચેમ્પિયન સાથે મેદાનમાં ઉતરી રહી છે રમતની આસપાસનો ઉન્માદ તેની ટોચ પર છે આ વચ્ચે BCCIએ દર્શકો માટે મનોરંજનનું આયોજન કર્યું છે BCCIએ શનિવારે એક ટ્વિટમાં કહ્યું છે કે, ફાઈનલ મેચમાં મનોરંજનનું આયોજન કર્યું છે.
કાર્યક્રમની યાદી પ્રકાશિત કરવામાં આવી: આ દિવસે કાર્યક્રમની યાદી પ્રકાશિત કરવામાં આવી છે. કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, "આનાથી મોટી ઉજવણી ન હોઈ શકે. ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં સ્ટાર્સનું પ્રદર્શન જીવનનો શ્રેષ્ઠ અનુભવ હશે."
કોણ કોણ કરશે પરફોર્મ: 'ખલાસી' અથવા 'ગોતીલો'ના પ્રખ્યાત સંગીતકાર આદિત્ય ગઢવી પ્રથમ દાવના ડ્રિંક્સ બ્રેકમાં સ્ટેજ પર પરફોર્મ કરશે. બીજા દાવના ડ્રિંક્સ બ્રેકમાં લેસર અને લાઇટ શો દર્શાવવામાં આવશે ત્યારબાદ પ્રીતમ ચક્રવર્તી, જોનિતા ગાંધી, અમિત મિશ્રા, અક્ષા સિંહ, નકાશ અઝીઝ અને તુષાર જોશી ઇનિંગ્સના બ્રેક પર સ્ટેજ સેટ કરશે.
એર શોનું આયોજન થશેઃ ભારતીય વાયુસેનાની 'સૂર્ય કિરણ એરોબેટિક ટીમ' વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં એર શો રજૂ કરશે. આ ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેગા મેચની 10 મિનિટ પહેલા હવામાં સ્ટંટ કરીને દર્શકોને રોમાંચિત કરશે. તમને જણાવી દઈએ કે ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમમાં સામાન્ય રીતે 9 એરક્રાફ્ટ હોય છે અને તેણે દેશભરમાં ઘણા એર શોનું આયોજન કર્યું છે.
આ પણ વાંચો:
