વર્લ્ડ કપ 2023: કર્ણાટકનો યુવાન ટ્રેનમાં ધક્કા ખાઈને અમદાવાદ પહોંચ્યો, ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા આખા શરીરમાં કરાવ્યો ત્રિરંગો

વર્લ્ડ કપ 2023: કર્ણાટકનો યુવાન ટ્રેનમાં ધક્કા ખાઈને અમદાવાદ પહોંચ્યો, ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા આખા શરીરમાં કરાવ્યો ત્રિરંગો
ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચનો મેચ આખા દેશમાં જોવા મળી રહ્યો છે, ત્યારે દેશના ખૂણે-ખૂણેથી ક્રિકેટ મેચના તાજના સાક્ષી બનવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. ત્યારે 12 કલાકથી વધુ ટ્રેનમાં ખરાબ રીતે સફર કરીને કર્ણાટકનો યુવાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યો હતો અને ટીમ ઇન્ડિયા ને સપોર્ટ કરવા આખી બોડી પર ટેટુ કરાવ્યું છે.
અમદાવાદ : ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચનો મેચ આખા દેશમાં જોવા મળી રહ્યો છે, ત્યારે દેશના ખૂણે-ખૂણેથી ક્રિકેટ મેચના તાજના સાક્ષી બનવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. ત્યારે 12 કલાકથી વધુ ટ્રેનમાં ખરાબ રીતે સફર કરીને કર્ણાટકનો યુવાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યો હતો અને ટીમ ઇન્ડિયા ને સપોર્ટ કરવા આખી બોડી પર ટેટુ કરાવ્યું છે.
કર્ણાટકનો ક્રિકેટપ્રેમી: કર્ણાટકથી આવેલ ચૌધરી નામના યુવાને ઈ ટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ''હું કર્ણાટકથી આવ્યો છું અને ટ્રેનમાં અમદાવાદ સુધી પહોંચ્યો છું, ત્યારે ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા લોકો ટીમ ઇન્ડિયાની જર્સી પહેરી રહ્યા છે, પરંતુ મેં મારી બોડી ઉપર જ ટીમ ઇન્ડિયા અને તિરંગાને દોરાવ્યો છે, અને હું આ અનોખી રીતે ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરી રહ્યો છું. ઉલ્લેખને છે કે આજની મેચમાં ભારતીય ટીમનો જ વિજય થશે અને ભારતીય ટીમને સમર્થન આપવા માટે જ મેં મારા ફેસ ઉપર બોડી ઉપર ટેટુ કરાવ્યું છે.
કર્ણાટકમાં પોસ્ટર બનાવીને ઉજવણી: ભારતની વર્લ્ડ કપ ફાઇનલ મેચમાં જીત થશે તો તેને ધ્યાનમાં લઈને પણ અમે અમારા સ્ટેટમાં પણ તૈયારીઓ કરી છે, અને મારા મિત્રને મારા ચિત્ર પણ સોશિયલ મીડિયાના મારફતે મોકલી આપ્યા છે અને કર્ણાટકમાં પણ મારા પોસ્ટર બનાવીને વિજયનો જશ્ન મનાવવામાં આવશે જ્યારે આ મેચમાં ભારત બીજી બેટિંગ કરશે તો પણ જીતશે અને પ્રથમ બેટિંગ કરશે તો લાલ માટેની પીઠ હોવાના કારણે 260 ની આસપાસ સ્કોર થશે.
સ્ટેડિયમ બહાર અનોખો ક્રેઝ: વર્લ્ડ કપ મેચની ફાઇનલ પહેલાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર અનેરો ક્રેઝ ફેન્સમાં જોવા મળ્યો હતો, લોકો રોહિત શર્મા અને વિરાટ કોહલીની જ ટીશર્ટો ખરીદી રહ્યા હતા, ત્યારે અન્ય કોઈપણને પ્રેરિત કરે છે, પણ અવેલેબલ ન હતી જ્યારે ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે સપોર્ટર્સ ફેસ ઉપર ભારતનો તિરંગો દોરાવતા હતા. ત્યારે જ આ કર્ણાટકના યુવાને આખી બોડી ઉપર તિરંગો દોરાવીને એક અનોખો દેશભક્તિનો મેસેજ આપ્યો હતો પણ જે રીતે ઇન્ડિયા પાકિસ્તાન મેચનો માહોલ હતો એવો માહોલ ફાઇનલ મેચમાં જોવા મળ્યો ન હતો.
