લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીત, અંગ્રેજોને 151 રને આપી માત

author img

By

Published : Aug 17, 2021, 6:24 AM IST

લોડ્સ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીત

લોર્ડ્સના મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચ રોમાંચક રહી હતી. બંને ટીમો એ તબક્કા વાર એક બીજા પર હાવી થતી રમત રમી હતી. અંતિમ દિવસે ભારતીય ટીમે પોતાના પક્ષે રાખતી રમત બેટીંગ અને બોલીંગ બંનેમાં રાખ્યો હતો.

  • IND vs ENG, 2nd Testમાં ભારતની ભવ્ય જીત
  • બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 151 રનથી હરાવ્યું
  • ટેસ્ટ મેચના છેલ્લા દિવસે 272 રનનો આપ્યો હતો લક્ષ્યાંક

લંડન : લોર્ડ્સ ટેસ્ટ મેચના છેલ્લા દિવસે 272 રનનો લક્ષ્યાંક પાર કરવા માટે ઈંગ્લેન્ડની ટીમ મેદાનમાં ઉતરી હતી. જ્યાં પરંતુ ભારતીય બોલરોની શ્રેષ્ઠ બોલિંગના કારણે માત્ર 90 રનમાં 7 વિકેટ ઝપટી લીધી હતી. મોહમ્મદ સિરાઝ દ્વારા ઉત્તમ બોલિંગ કરીને 2 બોલમાં 2 વિકેટ ખડકાવી દેતા ઈંગ્લેન્ડની ટીમને જીતથી દૂર કરી દીધી હતી. સિરાઝે 39મી ઓવરમાં એકસાથે 2 વિકેટ પાડીને ઈંગ્લેન્ડની કમર ભાંગી નાખી હતી. સિરાઝની બોલ પર પહેલા મોઈન અલી અને પછી સૈમ કરેનને પવેલિયન પાછા મોકલ્યા હતા. આ સાથે ભારતની જીતનો ઝંડો લોર્ડ્સમાં જ ફરકવા લાગ્યો હોવાનું નિશ્ચિત બની ગયું હતું.

જસપ્રિત બુમરાહનો કમાલ

બેક્ર બાદ જસપ્રિત બુમરાહે પણ કમાલ કરી દીધો હતો અને ત્રીજા બોલ પર કેપ્ટન રૂટનો કેચ સ્લિપમાં ઉભા કોહલીએ કરીને વધુ એક ઝટકો આપ્યો હતો. ઈંગ્લેન્ડના કેપ્ટન રૂટ માત્ર 33 રન બનાવીને આઉટ થયો હતા.

શ્રેણીની બીજી મેચ લોર્ડઝના મેદાન પર રમાઇ

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ લોર્ડ્સના મેદાન પર રમાઇ હતી. બીજી ટેસ્ટ મેચ (Lords Test) ભારતે શાનદાર વિજય મેળવ્યો હતો. ભારતે 151 રને ઇંગ્લેન્ડ પર જીત મેળવી હતી. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. આમ ભારતે ટોસ હારીને પ્રથમ બેટીંગ ઇનીંગ રમવાની શરુઆત કરી હતી. ભારતે પ્રથમ ઇનીંગમાં ઇંગ્લેન્ડની ઝડપથી વિકેટો ઝડપીને રમતમાં રહેવાના દાવને ઉંધો કરી દીધી હતી. પાંચેય દિવસની રમત દરમિયાન મેચમાં ઉતાર ચઢાવ જારી રહ્યો હતો. મેચ રોમાંચકતા ભરેલી રહી હતી.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ પૈસાથી ભરેલા હેલિકોપ્ટર સાથે છોડ્યો હતો દેશ : મીડિયા રિપોર્ટ

ભારતીય ટીમે પ્રથમ ઇનીંગમાં શાનદાર રમત દર્શાવી

પ્રથમ ઇનીંગમાં ભારતે કેએલ રાહુલના શતક વડે ઇંગ્લેન્ડ સામે 364 રન કર્યા હતા. ભારતીય ટીમે પ્રથમ ઇનીંગમાં શાનદાર રમત દર્શાવી હતી. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટે પ્રથમ બેટીંગ ઇનીંગ દરમ્યાન 180 રનની અણનમ રમત રમીને ભારત પર 27 રનની સરસાઇ અપાવી હતી. આમ ઇંગ્લેન્ડે પણ ભારતની લીડ મેળવવાની અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધુ હતું.

આ પણ વાંચો : સુરતમાં PHD કરી રહેલા અફઘાન નાગરિકે કાબુલમાં રહેતી પત્ની અને બે દીકરીઓ માટે ટિકિટ બુક કરાવી અને વ્યથા વણસી..

ચોથા દિવસની રમત સુરક્ષીત રીતે રમીને મુશ્કેલીને ટાળી

બીજી બેટીંગ ઇનીંગ દરમિયાન ભારતનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (Virat Kohli) સહિતના બેટ્સમેન ઝડપ થી પેવેલિયન પરત ફરી જતા ટીમ મુશ્કેલીમાં મુકાઇ હતી. જોકે પુજારા અને રહાણેએ રમતની જવાબદારી સ્વિકારી ચોથા દિવસની રમત સુરક્ષીત રીતે રમીને મુશ્કેલીને ટાળી દીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.