પીચને લઈને વિવાદ: જાણો મેચ અગાઉ રોહિત શર્માએ પીચ અંગે શું કહ્યું હતું?

author img

By

Published : Feb 28, 2021, 1:19 PM IST

જાણો મેચ અગાઉ રોહિત શર્માએ પીચ અંગે શું કહ્યું હતું?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાર ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. જે ટેસ્ટ મેચ ફક્ત બે દિવસમાં પૂર્ણ થઇ ગઇ હતી. બે દિવસની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ પર 30 વિકેટ પડી હતી. જેને લઇને વિવાદ જોવા મળી રહ્યો છે. ઇંગ્લેન્ડના ક્રિકેટરોએ પીચને લઈને નારાજગી વ્યક્ત કરી છે. આઈસીસી દ્વારા પણ અમદાવાદની પીચને ખરાબ પીચ તરીકે જાહેર કરાય તેવી શક્યતાઓ છે.

પીચને લઈને ચર્ચા થવી જોઈએ નહીં: રોહિત શર્મા

દરેક ટીમ હોમ ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવે જ છે: રોહિત શર્મા

દરેક પીચ પર રમવા સક્ષમ હોય તેને જ ભારતીય ટીમમાં સ્થાન મળે છે: રોહિત શર્મા

અમદાવાદ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાર ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. જે ટેસ્ટ મેચ ફક્ત બે દિવસમાં પૂર્ણ થઇ ગઇ હતી. બે દિવસની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ પર 30 વિકેટ પડી હતી. જેને લઇને વિવાદ જોવા મળી રહ્યો છે. ઇંગ્લેન્ડના ક્રિકેટરોએ પીચને લઈને નારાજગી વ્યક્ત કરી છે. આઈસીસી દ્વારા પણ અમદાવાદની પીચને ખરાબ પીચ તરીકે જાહેર કરાય તેવી શક્યતાઓ છે.

જાણો મેચ અગાઉ રોહિત શર્માએ પીચ અંગે શું કહ્યું હતું?

ભારતની ટીમ વિદેશમાં જઈને પીચ અંગે ફરિયાદ કરતી નથી: રોહિત શર્મા

મેચ આગાઉ ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ ચોખ્ખા શબ્દોમાં પીચ અંગે ચર્ચા ન કરવા ક્રિકેટ નિષ્ણાતો અને લોકોને જણાવ્યું હતું. રોહિત શર્માએ કહ્યું હતું કે, પીચ ગમે તેવી હોય તે બન્ને ટીમ માટે સમાન જ હોય છે. દરેક પીચ ઉપર રમી શકે તેવા સક્ષમ ખેલાડીઓને જ ભારતીય ટીમમાં સ્થાન મળે છે. નહીંતર કેટલાય ખેલાડીઓ બહાર બેઠા છે, જેઓ ભારતીય ટીમમાં રમવા માટે આતુર છે. બીજી તરફ ભારતની ટીમ પણ બીજા દેશમાં જાય છે, ત્યારે તે દેશ પણ પોતાના વાતાવરણ અને ખેલાડીઓને અનુકૂળ હોય તેવી પીચ તૈયાર કરતી હોય છે. તો ભારતમાં એવું થાય તેમાં ખોટું શું છે ? દરેક દેશ હોમ ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવે જ છે. ભારતની ટીમ કદીય બહાર જઈને પીચ અંગે ફરિયાદ કરતી નથી.

ICCને જઈને કહો દરેક જગ્યાએ એક સરખી પીચ બનાવે: રોહિત શર્મા

પીચ અંગના સવાલોથી કંટાળીને રોહિતે કહ્યું હતું કે, જો એવું જ હોય તો આઇસીસીએ દરેક જગ્યાએ એક જ પ્રકારની પીચર રાખવાનો નિયમ લાગુ કરી દેવો જોઈએ. આ પ્રશ્નો આઇસીસી સામે રજુ કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતના સફળ બેટ્સમેનમાં રોહિત શર્માએ પ્રથમ ઇનિંગમાં અડધી સદી નોંધાવી હતી, જ્યારે બીજી ઇનિંગમાં તે અણનમ રહ્યો હતો અને ભારત વિજેતા બન્યું હતું.

હજુ આગળ એક ટેસ્ટ અને પાંચ 20-20 મેચ બાકી છે

આગામી સમયમાં અહીં ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ રમાવાની છે. આ ઉપરાંત પાંચ ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચ પણ રમાવાની છે, ત્યારે કેવા પ્રકારની પીચ હોવી જોઈએ તેને પણ ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, લાલ અને કાળી માટીની 11 પીચ બનાવવામાં આવી છે. જે પીચ પ્રેક્ટિસ માટે ઉપલબ્ધ છે અને જે મેદાન પર ઉપલબ્ધ છે, તે બન્ને એક જ પ્રકારની છે. તો અહીં પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે, જો પ્રેક્ટિસ બન્ને ટીમોએ એક સરખી પીચ ઉપર કરી હોય તો પછી ધબડકો થવાનું કારણ શું ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.