ICC T20 WORLD CUPમાં પ્રથમ વખત વિજેતા બનવા માટે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટ્રોફી માટે જંગ

author img

By

Published : Nov 14, 2021, 4:20 PM IST

ICC T20 WORLD CUPમાં પ્રથમ વખત વિજેતા બનવા માટે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટ્રોફી માટે જંગ

ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા (t 20 world cup 2021 final team)એ સેમિફાઇનલમાં ટોચની બે ટીમો ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ બંને વચ્ચેની મેચ પર નજર કરીએ તો ટી-20 (ICC T20 WORLD CUP)માં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ કરતાં વધુ મેચ જીતી છે. કાંગારુઓએ આઠ અને કીવીઓએ પાંચ મેચ જીતી છે.

  • ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટ્રોફી માટે જંગ
  • આ બંને ટીમ T20 વર્લ્ડ કપ જીતી શકી નથી
  • 2016 T20 વર્લ્ડ કપની સિઝનમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામસામે

દુબઈ: ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ (t 20 world cup 2021 final team) રવિવારે અહીં દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ICC T20 વર્લ્ડ કપની ફાઈનલ (t 20 world cup 2021 final match)માં ખિતાબની લડાઈ માટે તૈયારી કરી રહ્યા છે. જે પણ ટીમ આ ટુર્નામેન્ટ જીતશે તે પ્રથમ વખત તાજ પહેરશે. કારણ કે આ ટીમ 2007ની સીઝન બાદ ક્યારેય ટ્રોફી જીતી શકી નથી.

આ બંને ટીમ T20 વર્લ્ડ કપ જીતી શકી નથી

અત્યાર સુધી આ બંને ટીમ T20 વર્લ્ડ કપ (t 20 world cup 2021 final ) જીતી શકી નથી. જો કે ઓસ્ટ્રેલિયા 2010માં ફાઇનલ (t 20 world cup 2021 final squad)માં પહોંચ્યું હતું, પરંતુ વિજેતા બની શક્યું ન હતું. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલમાં ટોચની બે ટીમ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનને હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. આ બંને વચ્ચેની મેચ પર નજર કરીએ તો ટી-20માં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ કરતાં વધુ મેચ જીતી છે.

2016 T20 વર્લ્ડ કપની સિઝનમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામસામે

કાંગારુઓએ આઠ અને કીવીઓએ પાંચ મેચ જીતી છે. ભારતમાં 2016 T20 વર્લ્ડ કપની સિઝનમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામસામે હતા. જેમાં કીવીઓએ કાંગારૂઓને ધૂળ ચટાડી હતી. આ મેચનો હીરો મિશેલ મેકક્લેનાઘન હતો. જેમણે શાનદાર બોલિંગ કરતી વખતે ત્રણ વિકેટ ઝડપી હતી. અગાઉ, બંને ટીમો 2015માં ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ટકરાયા હતા, જ્યારે બંને પડોશીઓએ ટૂર્નામેન્ટની સહ યજમાની કરી હતી. જોકે, બ્રેન્ડન મેક્કુલમની ટીમ મેલબોર્નના મેદાન પર માઈકલ ક્લાર્કની ટીમ સામે હારી ગઈ હતી.

ન્યુઝીલેન્ડ 183 રનમાં સમેટાઈ ગયું

તે મેચમાં ન્યુઝીલેન્ડ 183 રનમાં સમેટાઈ ગયું હતું, જે બાદ ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટે ટાઈટલ મેચ જીતી હતી અને પાંચમી વખત વર્લ્ડ કપનો ખિતાબ કબજે (t 20 world cup winners ) કર્યો હતો. મેચમાં મિચેલ જોન્સન અને જેમ્સ ફોકનરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી જ્યારે મિચેલ સ્ટાર્કે બે વિકેટ ઝડપી હતી. ફાઇનલ મેચમાં તમામની નજર ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચ પર રહેશે. કારણ કે ફિન્ચે ન્યૂઝીલેન્ડ સામે ટી20 મેચમાં સૌથી વધુ 251 રન બનાવ્યા છે. જેમાં કીવી સામે સાત ઇનિંગ્સમાં બે અડધી સદી સહિત ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે નવ ઇનિંગ્સમાં 157.25ના સ્ટ્રાઇક રેટથી 206 રન બનાવ્યા હતા અને ડેવિડ વોર્નરે સાત ઇનિંગ્સમાં 156.43ના સ્ટ્રાઇક રેટથી 158 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: T20 WC : સેમીફાઇનલમાં પાકિસ્તાનનો ઑસ્ટ્રેલિયા સામે પરાજય

આ પણ વાંચો: IND vs NZ: આ હારથી ભારત માટે આગળ પહોંચવું મુશ્કેલ, વિરાટ કોહલી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.