હજુ પણ ભારતીય ટીમ માટે સેમિ-ફાઇનલના દરવાજા ખુલ્લા! ચમત્કારની રાખવી પડશે આશા

author img

By

Published : Nov 1, 2021, 3:20 PM IST

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચેની મહત્વપૂર્ણ મેચમાં ભારતીય ટીમ (Indian Cricket Team) 7 વિકેટે 110 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમ્સન (Kane Williamson)નો ટોસ જીત્યા બાદ બોલિંગ કરવાનો નિર્ણય સાચો સાબિત થયો હતો. ભારતના બેટ્સમેનોએ બેજવાબદાર શોટ રમ્યા હતા અને તેમની અંદર રન બનાવવાની ભૂખ દેખાતી ન હતી. ભારતના મોટાભાગના બેટ્સમેનો આસાન કેચ આપીને ડીપમાં આઉટ થયા હતા. ભારતીય દાવમાં 54 ડોટ બોલ રહ્યા હતા, એટલે કે નવ ઓવરમાં રન નહોતા બન્યા. પીચમાં કોઈ ખામી નહોતી, પરંતુ ભારતીય ટીમ પસંદગીના મામલે (Playing Eleven) ફરી એક વખત ગોથું ખાઈ ગઈ. ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓ પર વિશ્વાસ ન કરવો ટીમ મેનેજમેન્ટને મોંઘુ પડ્યું.

  • ન્યુઝીલેન્ડ સામેની હારથી ભારતનો સેમિ-ફાઇનલનો રસ્તો મુશ્કેલ
  • અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડને હરાવે તો હજુ પણ ભારત માટે તક
  • ભારતીય ટીમે નેટ રનરેટ ઊંચી લઈ જવી પડશે

દુબઈ: ICC T20 વર્લ્ડ કપ 'સુપર-12' (ICC T20 Cricket World Cup Super 12) મેચમાં ભારતની સતત બીજી હારે ફક્ત વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાની હેઠળની ટીમને જ નથી હચમચાવી, પરંતુ કરોડો ચાહકોને પણ મોટો ઝાટકો આપ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ખેલાડીઓ દ્વારા સંપૂર્ણ હોમવર્ક કર્યા બાદ ચાહકો 'મેન ઇન બ્લુ' (Men In Blue) તરફથી શાનદાર પ્રદર્શનની આશા રાખતા હતા.

નામિબિયા અને અફઘાનિસ્તાન કરતા પણ પોઇન્ટ ટેબલમાં ભારત નીચે

ભારત માટે એ કોઈ મોટા અપમાનથી ઓછું નથી કે 2 હાર, પાકિસ્તાનના હાથે 10 વિકેટે અને કેન વિલિયમ્સનની આગેવાની હેઠળની ન્યુઝીલેન્ડ સામે 8 વિકેટેના કારણે ટીમ ઈન્ડિયા ગ્રુપ-2 પોઈન્ટ ટેબલમાં અફઘાનિસ્તાન અને નામિબિયા જેવા દેશોથી પણ નીચે ધકેલાઈ ગઈ છે.

ભારતે નેટ રનરેટ સુધારવી પડશે

અત્યારે પાકિસ્તાન (3 મેચ 6 પોઇન્ટ), અફઘાનિસ્તાન (3 મેચ 4 પોઇન્ટ), ન્યુઝીલેન્ડ (2 મેચ 2 પોઇન્ટ) અને નામિબિયા (2 મેચ 2 પોઇન્ટથી) પણ પાછળ છે. આ પરિણામ સાબિત કરે છે કે વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમની હાલત કેટલી ખરાબ છે. કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમને હવે સૌથી વધારે આશાઓ અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયા સામેની મેચથી છે. ટીમ ઇન્ડિયાએ આ ટીમોને હરાવવી પડશે. આ સાથે એ પણ આશા છે કે અન્ય ટીમોના પરિણામ અને નેટ રન રેટ સમીકરણ તેમના પ્રદર્શનમાં વધારે સુધારો કરશે.

ન્યુઝીલેન્ડ સામે હાર બાદ કોહલીએ શું કહ્યું?

કેપ્ટન કોહલી જે વર્લ્ડ કપ પછી ભારતના T20 કેપ્ટન પદેથી રાજીનામું આપશે. તેણે ન્યૂઝીલેન્ડ સામેની કારમી હાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં પોતાની નિરાશા વ્યક્ત કરતાં કહ્યું કે, "મને નથી લાગતું કે અમે બોલ કે બેટથી એટલા મજબૂત હતા." કોહલીએ કહ્યું, "અમારી પાસે બચાવ કરવા માટે વધારે કંઈ નહોતું, જ્યારે અમે મેદાન પર ઉતર્યા ત્યારે અમે સારું પ્રદર્શન કરી શક્યા નહીં."

એક ટીમ તરીકે રમ્યા નહીં

કોહલીએ કહ્યું કે, "જ્યારે તમે ભારતીય ક્રિકેટ ટીમ માટે રમો છો તો તમને ઘણી બધી આશાઓ હોય છે. ના ફક્ત ચાહકો તરફથી, પરંતુ ખેલાડીઓથી પણ. આ કારણે અમારી રમત પર વધારે દબાવ હોય છે અને અમે ઘણા વર્ષોથી આ સ્વીકાર્યું છે. દરેક જણ જે ભારત માટે રમે છે તેણે આનો સામનો કરવો પડે છે. જ્યારે તમે એક ટીમ તરીકે આનો એકસાથે સામનો કરો છો તો તેમાંથી બહાર આવી જાઓ છો અને અમે આ બે મેચોમાં નથી કર્યું. ફક્ત એ માટે કે તમે ભારતીય ટીમ છે અને આશાઓ છે, એનો અર્થ એ નથી કે તમે અલગ રીતે રમવાનું શરૂ કરી દો છો."

ભારતની દયનીય રનરેટ

માઇનસ 1.609ની ભારતની દયનીય રનરેટનો અર્થ છે કે તેમણે ક્વોલિફિકેશન માટે પોતાના પ્રતિદ્વંદ્વીઓ પર મદાર રાખવો પડશે અથવા ટુર્નામેન્ટના બેક એન્ડમાં જીતના મોટા અંતરની આશા કરવી પડશે, જેથી તેમની રનરેટ વધી શકે. ભારત માટે મુશ્કેલી એ છે કે અફઘાનિસ્તાન જેના અત્યારે 4 અંક છે. તેણે સ્કોટલેન્ડને 130 રને હરાવ્યું. આ કારણે કોહલીની ટીમે પોતાની નેટરેટ પ્લસ 3.097થી મજબૂત કરવા માટે ભારે મહેનત કરવી પડશે.

અફઘાનિસ્તાને ન્યુઝીલેન્ડને હરાવવું પડશે

3 નવેમ્બરે અબુ ધાબીમાં જો તેઓ સ્પિનના દમ પર મજબૂત બનેલી અફઘાનિસ્તાનની ટીમ સામે હારી જશે તો ભારતની અંતિમ 4માં સ્થાન મેળવવાની શક્યતાઓ પણ સમાપ્ત થઈ જશે. રવિ શાસ્ત્રીની ટીમ ફક્ત જીતને જ નહીં, પણ ગ્રુપમાં NRR સંતુલનને સુધારવા માટે એક મોટી જીતનું લક્ષ્ય પણ રાખશે. ભારત સંભવતઃ ન્યૂઝીલેન્ડ સામે અફઘાનિસ્તાનની જીતની આશા રાખશે, જેથી ક્વોલિફિકેશન નેટ રન રેટ સુધી લઈ જઈ શકાય. ભારત માટે સૌથી સારી તક નમિબિયા કે સ્કોટલેન્ડ ન્યુઝીલેન્ડ સામે અપસેટ સર્જશે તો બનશે. બંને ટીમોએ રાઉન્ડ-1માં જગ્યા બનાવતા પોતાનો ક્લાસ બતાવ્યો હતો, પરંતુ સુપર-12માં ટેસ્ટ રમતા દેશોને પરેશાન કરી શક્યા નથી.

આ પણ વાંચો: IND vs NZ: આ હારથી ભારત માટે આગળ પહોંચવું મુશ્કેલ, વિરાટ કોહલી

આ પણ વાંચો: T20 World Cup 2021 : કીવી સામે કારમી હાર, ભારત સેમીફાઈનલમાંથી આઉટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.