KBC-13 : હોટ સીટ પર બેઠેલાં બાળકે આપી અજબની ચેલેન્જ, પૂરી ન કરી શક્યાં BIG B

author img

By

Published : Nov 24, 2021, 1:22 PM IST

KBC-13 : હોટ સીટ પર બેઠેલાં બાળકે આપી અજબની ચેલેન્જ, પૂરી ન કરી શક્યાં BIG B

'કૌન બનેગા કરોડપતિ 13'માં ( kaun banega crorepati 2021 ) હોટ સીટ પર બેઠેલા નાના બાળકે અમિતાભ બચ્ચનને ( Amitabh Bachchan ) મોટી ચેલેન્જ આપી દીધી હતી. BIG B આ પડકારને પૂરો કરી શક્યાં ન હતાં. બિગ બીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

  • KBC-13 ના સેટ પર બાળકે બતાવી કમાલ
  • અમિતાભ બચ્ચનને આપી ચેલેન્જ કે નાકને જીભથી સ્પર્શી બતાવે
  • અમિતાભે પ્રયત્ન બાદ બાળક સામે સ્વીકારી હાર

ન્યૂઝ ડેસ્ક : લોકપ્રિય ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ' ( kaun banega crorepati 2021 ) લોકોને પસંદ છે. આ ટીવી શો દ્વારા લોકોને દેશ અને દુનિયા સાથે જોડાયેલી અનેક બાબતોની જાણકારી મળે છે, તો ક્યારેક એવું પણ બને છે કે જે દર્શકોને ખૂબ હસાવે છે. શોમાં ઘણી વખત આવા સ્પર્ધકો આવે છે, જેનેે મળીને હોસ્ટ અમિતાભ બચ્ચન ( Amitabh Bachchan) પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. આવો જ એક સ્પર્ધક KBC-13 સુધી પહોંચ્યો છે. આ વખતે અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેઠેલા એક બાળકે તેમને એવું કંઇ કરીને બતાવ્યું કે જે કદાચ પહેલાં કોઇએ અજમાવ્યું નહીં હોય.

બાળકે શી ચેલેન્જ કરી?

ખરેખર, 'કૌન બનેગા કરોડપતિ 13'માં ( KBC-13 ) હોટ સીટ પર બેઠેલા નાના બાળકે BIG B ને મોટી ચેલેન્જ આપી હતી. અમિતાભ આ પડકારને ( Amitabh Bachchan) પૂરો કરી શક્યાં ન હતાં. વીડિયોમાં ( KBC video ) જોઈ શકાય છે કે બાળક અમિતાભ બચ્ચનને કહી રહ્યો છે કે 'હું દરેકને ચેલેન્જ આપવા માંગુ છું કે તેઓ મારી જેમ આ કરી શકે કે નહીં. બાળકે પોતાની જીભ વડે નાકને અડતાં બધાને આવું કરવાનું કહ્યું, અમિતાભ બચ્ચને પ્રયત્ન કર્યો પણ તે તેમાં સફળ ન થઈ શક્યાં.

બાળકની સામે આ રીતે સ્વીકારી હાર

બાળકની સામે હાર સ્વીકારતાં BIG B એ કહ્યું, 'મારું નથી થઈ રહ્યું. મૂછ સુધી ગઇ, બાકી ન ગઇ. આ પછી આ સ્પર્ધક આટલેથી ન અટક્યો. તેણે તેના ગાલને સ્પર્શ કરીને તેની કોણી પણ બતાવી. ત્યાં હાજર પ્રેક્ષકો અને અમિતાભે ( Amitabh Bachchan)પણ આવું કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ઘણા લોકો તે કરી શક્યા નહીં. આ પછી બાળકે તેની છાતીને જીભથી સ્પર્શ કરીને બતાવી અને જ્યારે અમિતાભે આ પ્રયાસ કર્યો ત્યારે કંઈક જુદું જ થયું.

અમિતાભના આગામી પ્રોજેક્ટસ

તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન આ દિવસોમાં કૌન બનેગા કરોડપતિને ( kaun banega crorepati 2021 ) હોસ્ટ કરી રહ્યાં છે. આ શો ( KBC-13 ) જબરદસ્ત લોકપ્રિયતા મેળવી રહ્યો છે. આ સિવાય હાલમાં જ તેમની ફિલ્મ 'ચેહરે' રિલીઝ થઈ હતી, જેમાં ઈમરાન હાશ્મી અને રિયા ચક્રવર્તી જોવા મળ્યાં હતાં. તેમની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, તેમાં 'ઝુંડ', 'બ્રહ્માસ્ત્ર', 'બટરફ્લાય', 'મેડે', 'ગુડબાય' અને નાગ અશ્વિનની એક ફિલ્મનો સમાવેશ થાય છે. આ રીતે જોઇએ તો અમિતાભ બચ્ચનની ( Amitabh Bachchan) ફિલ્મોનું લાઇનઅપ પણ ખૂબ જ મજબૂત છે. આ ફિલ્મોમાં તે અલગ અલગ પાત્રો ભજવી રહ્યાં છે.

આ પણ વાંચોઃ પાનમસાલા કંપનીએ ન હટાવી જાહેરાત, બીગબીએ મોકલી નોટિસ

આ પણ વાંચોઃ અતરંગી રે'નો ફર્સ્ટ લૂક રિલીઝ, જુઓ અક્ષય, ધનુષ અને સારાની સ્ટાઈલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.