સુશાંત સિંહ રાજપૂતની વિવાદિત ફિલ્મ કેદારનાથ વિશે જાણો રસપ્રદ જાણકારી...

author img

By

Published : Jun 14, 2020, 7:54 PM IST

કેદારનાથ

2018માં સુશાંત સિંહ અને સારા અલી ખાનની ફિલ્મ કેદારનાથ ઘણા વિવાદો અને ચર્ચામાં રહી હતી. ઉત્તરાખંડમાં ફિલ્મ એટલી વિવાદમાં સપડાઇ કે કેદારનાથનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન સ્ટારર આ ફિલ્મ 2013માં કેદારનાથ દુર્ઘટના પર બની હતી. તો ચાલો આ ફિલ્મ કેટલીક અજાણી વાતો વિશે જાણીએ....

દહેરાદૂન: બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં તેમના ઘરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. પોલીસને આ વાતની જાણકારી સુશાંતના નોકરે આપી હતી. ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને સુશાંત રૂમનો દરવાજો તોડી તેનો મૃતદેહ ઉતાર્યો હતો. પોલીસ રિપોર્ટ અનુસાર, તે છેલ્લા છ મહિનાથી તે ડિપ્રેશનમાં હતો.

2018માં સુશાંત સિંહ અને સારા અલી ખાનની ફિલ્મ કેદારનાથ ઘણા વિવાદો અને ચર્ચામાં રહી હતી. ઉત્તરાખંડમાં, ફિલ્મે એટલી બધી હાઇપ પકડી કે કેદારનાથનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો. સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન સ્ટારર આ ફિલ્મ 2013માં કેદારનાથ દુર્ઘટના પર બની હતી.

  • फिल्म अभिनेता श्री सुशांत सिंह राजपूत के आकस्मिक निधन पर गहरा दुःख हुआ। श्री सुशांत सिंह ने अपनी अभिनय क्षमता से फिल्म जगत में एक मुकाम हासिल किया। उन्होंने उत्तराखंड में भी शूटिंग की थी। ईश्वर दिवंगत आत्मा को अपने श्रीचरणों में स्थान दें।
    !!ॐ शांति शांति शांति!!

    — Trivendra Singh Rawat (@tsrawatbjp) June 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે, આ ફિલ્મ ઉત્તરાખંડની સંસ્કૃતિ અને પરંપરાઓને અનુસરીને બનાવવામાં આવી છે અને ફિલ્મ નિર્માતાએ કેદારનાથની આપત્તિને લવ જેહાદ સાથે જોડીને તેમની લાગણી દુભાવી છે. આમ, વિવાદોની વચ્ચે ફિલ્મ કેદારનાથ સિનેમાઘરોમાં રજૂ થઈ હતી.

2013માં ઉત્તરાખંડમાં આવેલી આ દુર્ઘટનાએ હજારો લોકોના જીવનનો અંત લાવ્યો હતો. કેદારનાથ ફિલ્મનું શૂટિંગ ઉત્તરાખંડમાં થયું હતું અને આ ફિલ્મમાં ઉત્તરાખંડના બે બાળ કલાકારો પણ હતા. ફિલ્મ નિર્માણ દરમિયાન 250 લોકોની ટીમે સખત મહેનત કરી હતી. સ્થાનિક લોકોએ પણ આ ફિલ્મ દ્વારા રોજગાર મેળવ્યો છે. જેમાં કુલી, ઘોડો-ખચ્ચર ઓપરેટર, હોટલ-રેસ્ટોરન્ટ વગેરેનો સમાવેશ થાય છે.

ફિલ્મની ટીમે એક મહિના માટે કેદારનાથ, ત્રિયુગીનારાયણ, ગૌરીકુંડ, સોનપ્રાયગ અને ચોપ્તામાં શૂટિંગ કર્યું હતું. ત્રિયુગીનારાયણમાં કેદારનાથ દુર્ઘટનાનો મુખ્ય સ્ટોપ રામબારાનો સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. 2013ની સર્જાયેલી કુદરતી આફતમાં રામબાડાનું નામોનિશાન ભૂંસાઈ ગયું હતું.

આ સમય દરમિયાન, સુશાંતસિંહ રાજપૂત સમય કાઢીને દેવભૂમિની ધાર્મિક અને પૌરાણિક પરંપરાઓ શીખવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પર આખું બોલિવૂડ શોકમાં ડૂબી ગયું છે. સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે ટ્વીટ કરીને સુશાંતના મોત પર શોક વ્યક્ત કર્યો છે. સુશાંત સિંહ રાજપૂતે તેની ફિલ્મી કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. જેમાં એમએસ ધોની, પીકે, શુદ્ધ દેશી રોમાંસ, કેદારનાથ અને સોન ચિરૈયાની ભારે હિટ ફિલ્મ રહી છે.

નાના પડદે મેળવી લોકપ્રિયતા

સુશાંતે તેની કારકિર્દીની શરૂઆત ટીવીથી કરી હતી. તેણે બેકગ્રાઉન્ડર ડાન્સર તરીકે શરૂઆત કરી હતી. વર્ષ 2008 માં 'શૉ કીસ દેશ હૈ મેરા દિલ' શરૂ થયો હતો. 2010માં તે રિયાલિટી ટીવી શો ઝરા નચકે દિખામાં જોવા મળ્યો હતો. આ પછી, 2010 માં સુશાંતને રિયાલિટી ટીવી શો ઝલક દિખલા જાની ચોથી સિઝનમાં જોવા મળ્યો હતો. પરંતુ તેને એકતા કપૂરના શૉ પવિત્ર રિશ્તાથી લોકપ્રિયાતા મળી હતી.

બોલીવૂડમાં કરી ધમાકેદાર એન્ટ્રી

સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મ 'કોઈ પો ચે'થી મોટા પડદા પર પ્રવેશ કર્યો હતો. આ વર્ષે તે શુદ્ધ દેશી રોમાંસ ફિલ્મમાં પણ જોવા મળ્યો હતો. વર્ષ 2014 માં સુશાંત આમિર ખાન સ્ટારર ફિલ્મ પીકે માં અનુષ્કાના પ્રેમી તરીકે જોવા મળ્યો હતો. વર્ષ 2015 માં રિલીઝ થયેલી સુશાંતની ફિલ્મ ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષીની પ્રેક્ષકોએ પ્રશંસા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.