કંગના રનૌતે કહ્યું, તેનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી

author img

By

Published : Mar 24, 2021, 11:30 AM IST

Updated : Mar 24, 2021, 1:51 PM IST

કંગના રનૌતે કહ્યું, તેનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી

કંગના રનૌત તેના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ચોથી વાર રાષ્ટ્રીય ફિલ્મનો એવોર્ડ જીતનારી કંગનાએ કહ્યું કે, તેમને રાષ્ટ્રીય મહત્વના વિષયોમાં રસ છે, પરંતુ તેને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી.

  • મહારાષ્ટ્ર સરકાર અને કંગના રનૌત વચ્ચે ટશનનો માહોલ સર્જાયો હતો
  • કંગના રનૌતે કહ્યું કે, તે રાષ્ટ્રીય મહત્વના વિષયોમાં રુચિ ધરાવે છે, પરંતુ તેમનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી.
  • થલાવીમાં કંગના ભૂતપૂર્વ તમિલનાડુના મુખ્યપ્રધાન જે. જયલલિતાની ભૂમિકા નિભાવશે.

મુંબઈ: કંગના રનૌત તેના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેમણે ખેડૂત આંદોલન અંગે અભિનેતા-ગાયક દિલજીત દોસાંજ સાથે ટ્વિટર પર દલીલ કરી હતી. ચોથી વાર રાષ્ટ્રીય ફિલ્મનો એવોર્ડ જીતનારી અભિનેત્રી કંગના રનૌતે કહ્યું કે, તે રાષ્ટ્રીય મહત્વના વિષયોમાં રુચિ ધરાવે છે, પરંતુ તેમનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી.

કંગના રનૌતે કહ્યું, તેનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી

તાજેતરમાં ખેડૂત આંદોલન અંગે અભિનેતા-ગાયક દિલજીત દોસાંજ સાથે ટ્વિટર પર દલીલ કરી હતી

નોંધપાત્ર વાત એ છે કે, કંગના રનૌત તેના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમણે ખેડૂત આંદોલન અંગે અભિનેતા-ગાયક દિલજીત દોસાંજ સાથે ટ્વિટર પર દલીલ કરી હતી. તે જ સમયે BMCએ તેની ઓફિસનો એક ભાગ તોડી નાખ્યા બાદ મહારાષ્ટ્ર સરકાર અને તેમની વચ્ચે ટશનનો માહોલ સર્જાયો હતો. જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે શું તે રાજનીતિના ક્ષેત્રમાં આવશે. ત્યારે રનૌતે કહ્યું કે, દેશ સાથે જોડાયેલા મુદ્દાઓ તેને સીધી અસર કરે છે, પરંતુ એનો અર્થ એ નથી કે તે રાજકારણમાં જવાની ઇચ્છા રાખે છે. કંગનાએ કહ્યું કે, તે રાષ્ટ્રીય મહત્વના વિષયોમાં રુચિ ધરાવે છે અને તેના પર પોતાની વાત રાખે છે એનો મતલબ એ નથી કે તેમનો રાજકારણ સાથે કોઈ સંબંધ છે.

આ પણ વાંચો: કંગનાના સમર્થનમાં સુરતના વેપારીએ લોન્ચ કરી ‘I Support Kangana Ranaut’ સાડી

કંગનાએ પત્રકારોને કહ્યું મારા માટે રાજકારણની દુનિયા અજાણ છે

તેમણે પત્રકારોને કહ્યું, મારા માટે રાજકારણની દુનિયા અજાણ છે. જો હું આજે દેશને, રાષ્ટ્રવાદ, ખેડૂતો અથવા આ મુદ્દા પરના કાયદા વિશે વાત કરું છું. તો મને કહેવામાં આવે છે કે હું નેતા બનવા માગુ છું એવું નથી. હું એક નાગરિક તરીકે આ બાબતો પર પ્રતિક્રિયા આપું છું. મારે રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી. અભિનેત્રી 34 વર્ષની થઈ ગઈ છે. તે તેની ફિલ્મ 'થલાવી'ના ટ્રેલર લોન્ચ સમયે બોલી હતી. આ ફિલ્મમાં તે અભિનેત્રી અને ભૂતપૂર્વ તમિલનાડુના મુખ્યપ્રધાન જે. જયલલિતાની ભૂમિકા નિભાવી રહી છે.

આ પણ વાંચો: કંગના રનૌત મુંબઈ જવા માટે રવાના, કોરોના રિપોર્ટ નેગેટિવ

Last Updated :Mar 24, 2021, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.