અફઘાનિસ્તાનમાં ભૂકંપથી તબાહી, 250થી વધુ લોકોના મોત

author img

By

Published : Jun 22, 2022, 11:07 AM IST

Updated : Jun 22, 2022, 12:18 PM IST

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી તબાહી

Earthquake in Afghanistan: અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. જેમાં 250 થી વધુ લોકોના મોત થયા છે. આ ભૂકંપના આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા.

Earthquake in Afghanistan: અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. આજે વહેલી સવારે આવેલા ભૂકંપમાં 250થી વધુ લોકોના મોત અને 500થી વધુ લાકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ભૂકંપના આ આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી.

રિક્ટર સ્કેલ 7 થી વધુની તીવ્રતા : ભૂકંપની મહત્તમ તીવ્રતા હજૂ સુધી નક્કી કરવામાં આવી નથી. જોકે, રિક્ટર સ્કેલ પર 7.0 કે તેથી વધુની તીવ્રતા ધરાવતો ભૂકંપ સામાન્યથી ખતરનાક માનવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા આના કરતા ઓછી હતી.

ભૂકંપ આવે ત્યારે શું કરવું અને શું ન કરવું?

જ્યારે તમે ભૂકંપના આંચકા અનુભવો ત્યારે બિલકુલ ગભરાશો નહીં. સૌ પ્રથમ જો તમે બિલ્ડિંગમાં હાજર છો, તો બહાર આવો અને ખુલ્લામાં આવી જાઓ. બિલ્ડીંગમાંથી નીચે ઉતરતી વખતે લિફ્ટ દ્વારા બિલકુલ ન જવું. ભૂકંપ દરમિયાન આ તમારા માટે ખતરનાક બની શકે છે. જો બિલ્ડિંગમાંથી નીચે ઉતરવું શક્ય ન હોય, તો નજીકના ટેબલ અથવા પલંગની નીચે છુપાઈ જવું જોઈએ.

અપડેટ ચાલું...

Last Updated :Jun 22, 2022, 12:18 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.