વડાપ્રધાન મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા, આતંકવાદી પ્રવૃત્તિઓને લઇ કમલા હેરિસે પાકિસ્તાન પર સાધ્યુ નિશાન

author img

By

Published : Sep 24, 2021, 9:37 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ બન્ને દિગ્ગજ નેતાઓએ આતંકવાદ સંબંધિત મુદ્દા પર ચર્ચા કરી હતી : આતંકવાદ પર પાકિસ્તાનની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા હતા. આ દરમિયાન બંને દિગ્ગજ નેતાઓએ આતંકવાદ સંબંધિત મુદ્દા પર ચર્ચા કરી. બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના નેતૃત્વમાં દ્વિપક્ષીય સંબંધો નવી ઉંચાઈઓ સુધી પહોંચશે. ભારતને આતંકવાદના મુદ્દે અમેરિકાનું સમર્થન મળવું વિશ્વ માટે ખૂબ મહત્વનું છે.

  • અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના નેતૃત્વમાં દ્વિપક્ષીય સંબંધો નવી ઉંચાઈઓ સુધી પહોંચશે
  • આ દરમિયાન બંને દિગ્ગજ નેતાઓએ આતંકવાદ સંબંધિત મુદ્દા પર ચર્ચા કરી
  • ઉપરાષ્ટ્રપતિ હેરિસે વાતચીત દરમિયાન આતંકવાદ પર પાકિસ્તાનની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો
  • અમેરિકા-ભારત સુરક્ષા પર વાત કરતા બંને નેતાઓએ આતંકવાદને લઈને પાકિસ્તાનને સખત સંદેશ આપ્યો છે

વોશિંગ્ટન: ભારત અને અમેરિકા આતંકવાદના મુદ્દે સહમત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. ઉપરાષ્ટ્રપતિ હેરિસે વાતચીત દરમિયાન આતંકવાદ પર પાકિસ્તાનની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદી જૂથો કાર્યરત છે. હેરિસે પાકિસ્તાનને કાર્યવાહી કરવા હાકલ કરી હતી જેથી આતંકવાદી જૂથો અમેરિકાની સુરક્ષા અને ભારતને અસર ન કરે. બેઠક દરમિયાન, બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા પર ભાર મૂક્યો અને પરસ્પર અને વૈશ્વિક હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ બન્ને દિગ્ગજ નેતાઓએ આતંકવાદ સંબંધિત મુદ્દા પર ચર્ચા કરી હતી : આતંકવાદ પર પાકિસ્તાનની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ બન્ને દિગ્ગજ નેતાઓએ આતંકવાદ સંબંધિત મુદ્દા પર ચર્ચા કરી હતી : આતંકવાદ પર પાકિસ્તાનની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો

આ પણ વાંચો : PM મોદીએ કમલા હેરિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું, કહ્યું લોકો તમારી રાહ જોઈ રહ્યા છે

બંને નેતાઓએ આતંકવાદને લઈને પાકિસ્તાનને સખત સંદેશ આપ્યો

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ જણાવ્યું હતું કે, અમેરિકા-ભારત સુરક્ષા પર વાત કરતા બંને નેતાઓએ આતંકવાદને લઈને પાકિસ્તાનને સખત સંદેશ આપ્યો છે. પીએમ મોદીએ હેરિસ સાથે ભારતમાં વધી રહેલા સીમાપાર આતંકવાદ પર ચર્ચા કરી. હેરિસ સંમત થયા કે ભારત કેટલાક દાયકાઓથી આતંકવાદનો શિકાર છે અને આવા આતંકી જૂથો માટે પાકિસ્તાનના સમર્થન પર નજીકથી નજર રાખવાની જરૂર છે. વાતચીત દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે આતંકના મુદ્દે કહ્યું કે પાકિસ્તાને આતંકવાદ સામે કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયન સમકક્ષ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી

વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની આ પ્રથમ વ્યક્તિગત મુલાકાત હતી.

બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના નેતૃત્વમાં દ્વિપક્ષીય સંબંધો નવી ઉંચાઈઓ સુધી પહોંચશે. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત છે. અગાઉ, હેરિસે ભારતમાં કોવિડ -19 કટોકટી દરમિયાન મોદી સાથે ફોન પર વાત કરી હતી. હેરિસે ભારતને યુ.એસ.નો "ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદાર" ગણાવ્યો હતો. નવી દિલ્હીની જાહેરાતનું પણ સ્વાગત કર્યું જેમાં ભારતે ટૂંક સમયમાં કોવિડ -19 રસીની નિકાસ ફરી શરૂ કરવાની વાત કરી છે. વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની આ પ્રથમ વ્યક્તિગત મુલાકાત હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.