20 વર્ષ પહેલા આજના દિવસે આતંકીઓએ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના 2 ટાવર્સ ધ્વસ્ત કર્યા હતા

author img

By

Published : Sep 11, 2021, 10:48 AM IST

આજથી 20 વર્ષ પહેલા અમેરિકાના World trade center પર થયો હતો આતંકી હુમલો, અમેરિકાએ લાદેનને ઘરમાં ઘૂસીને માર્યો હતો

11 સપ્ટેમ્બર 2001માં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર (World trade center) પર આતંકી હુમલો (Terrorist attack) થયો હતો. અમેરિકામાં થયેલા આ હુમલામાં લગભગ 2,977 જેટલા લોકોના મોત થયા હતા. જોકે, અમરિકાએ આ હુમલાનો ગુનેગારને મોતને ઘાટ ઉતાર્યો હતો, પરંતુ 9/11ને લોકો ક્યારેય ભૂલી નહીં શકે.

  • અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર 2001માં થયો હતો આતંકી હુમલો
  • અમેરિકામાં થયેલા આ હુમલામાં લગભગ 2,977 જેટલા લોકોના મોત થયા હતા
  • અમરિકાએ આ હુમલાનો ગુનેગારને મોતને ઘાટ ઉતાર્યો હતો, પરંતુ 9/11ને લોકો ક્યારેય ભૂલી નહીં શકે

હૈદરાબાદઃ 11 સપ્ટેમ્બરનો દિવસ હંમેશા અમેરિકી ઈતિહાસમાં કાળા દિવસ તરીકે લખાઈ ગયો છે. કારણ કે, આજના દિવસે વર્ષ 2001માં 19 લોકોએ ઈંધણથી ભરાયેલી 4 કોમર્શિયલ એરલાઈન્સનું અપહરણ (hijacked four commerical airlines) કર્યું હતું અને તેને અમેરિકી શક્તિ, વિશ્વ વેપાર કેન્દ્ર (World trade center), જે અમેરિકી નાણાકીય શક્તિ, ધ પેન્ટાગન (The Pentagon), અમેરિકી સૈન્ય શક્તિ (American Military power)નું પ્રતીક હતું. તેની પર હુમલો કર્યો હતો. ચોથા વિમાનનું ગંતવ્ય જાણી શકાયું નથી, પરંતુ માનવામાં આવે છે કે, અપહરણકર્તા વ્હાઈટ હાઉસ, યુએસ કેપિટલ, મેરિલેન્ડમાં કેપ ડેવિડ પ્રેસિડેન્શિયલ રિટ્રિટ (Camp David presidential retreat) અથવા પૂર્વીય સમુદ્ર તટની સાથે કેટલાક પરમાણુ ઉર્જા પ્લાન્ટ્સને પણ નિશાન બનાવી રહ્યા હતા. તેને નષ્ટ કરવામાં આવ્યું હતું. આજે અમેરિકા પર થયેલા આ આતંકી હુમલાને 20 વર્ષ પૂર્ણ થયા છે.

આ પણ વાંચો- અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિના ભાઈની પંજશીરમાં હત્યા

અલ કાયદાએ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું

આતંકી સંગઠન અલ કાયદાએ આ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું અને અમેરિકી વિમાન હાઈજેક કરીને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 2,977 લોકોના મોત થયા હતા. 19 લોકોએ વિમાનનું અપહરણ કર્યું હતું. 5-5 લોકોની ત્રણ ટીમ અને ચારમાંથી એક (પેન્સિલ્વેનિયામાં દુર્ઘટનાગ્રસ્ત વિમાન પર)માં કામ કરી રહ્યા હતા. પ્રત્યેક સમુહમાં એક એવો વ્યક્તિ સામેલ હતો, જેણે પાઈલટની તાલીમ લીધી હતી. આ રીતે અપરણ કરનારા લોકોમાં ચાર પાઈલટ હતા અને બાકી બાહુબલી પુરુષ હતા, જેણે વિમાનને પોતાના નિયંત્રણમાં લીધું હતું.

કેટલાક આતંકવાદી સંયુક્ત રાજ્ય અમેરિકા (United States)માં એક વર્ષથી વધુ સમયથી રહેતા હતા અને તેમને અમેરિકી કોમર્શિયલ ફ્લાઈટ્સ સ્કૂલોમાં તાલીમ લીધી હતી. આ આતંકવાદી કેલિફોર્નિયા માટે જનારી 4 ફ્લાઈટ્સમાં સવાર થયા હતા. કારણ કે, વિમાન લાંબી આંતરખંડીય યાત્રા માટે ઈંધણથી ભરેલું હતું. ટેકઓફ પછી તરત જ આતંકવાદીઓએ 4 વિમાનને પોતાના કબજામાં લઈ લીધું અને સામાન્ય પ્રવાસી જેટને નિર્દેશિત મિશાઈલમાં ફેરવી દીધું હતું.

હુમલાખોરોની રાષ્ટ્રીયતા

પંદર અપહરણકર્તાઓ સાઉદી હતા, 2 સંયુક્ત અરબ અમીરાતના હતા, એક મિસ્રનો હતો અને એક લેબનાનનો હતો.

આ પણ વાંચો- અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકારને માન્યતા આપવામાં અમેરિકાને કોઈ જલ્દી નથી

કઈ રીતે થયો હતો હુમલો?

સવારે લગભગ 8.46 વાગ્યે અમેરિકન એરલાઈન્સ ફ્લાઈટ 11 (American Airlines Flight) (જે બોસ્ટનથી લોસ એન્જિલસનો પ્રવાસ કરી રહી હતી) ન્યૂ યોર્ક શહેર (New York City)માં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ઉત્તરી ટાવર પર હુમલો કરે છે. વિમાનનું સંચાલન મોહમ્મદ અટ્ટાએ કર્યું હતું. સવારે લગભગ 9.03 વાગ્યે યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ (United Airlines Flight) 175 (જે બોસ્ટનથી લોસ એન્જિલસ જઈ રહી હતી. ન્યૂ યોર્ક શહેરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના સાઉથ ટાવરથી ટકરાય છે. આ વિમાનનું સંચાલન મારવાન અલ શેહી (hijacker Marwan al Shehhi) કરી રહ્યો હતો.

સવારે લગભગ 9.37 વાગ્યે અમેરિકન એરલાઈન્સ ફ્લાઈટ 77 (ડ્યુલસ, વર્જિનિયાથી લોસ એન્જિલ્સ જઈ રહી હતી) વોશિંગ્ટનમાં પેંટાગન બિલ્ડીંગ પર હુમલો કરે છે. વિમાનનું સંચાલન અપહરણકર્તા હાની હંજૌર (hijacker Hani Hanjour) કરી રહ્યો હતો.

સવારે લગભગ 10.03 મિનીટ પર યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ 93 (નેવાર્ક, ન્યૂ જર્સીથી સેન ફ્રાન્સિસ્કોની યાત્રા કરી રહી હતી) પેન્સિલવેનિયાના શેક્સવિલાના એક ક્ષેત્રમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. આ વિમાનનું સંચાલન અપહરણકર્તા જિયાદ જર્રાહ (hijacker Ziad Jarrah) કરી રહ્યો હતો.

9/11ના ઓપરેશનમાં કરવામાં આવેલો ખર્ચ

9/11 આયોગના અનુસાર, ષડયંત્રકારીઓએ હુમલાની યોજના બનાવવા અને તેને અંજામ આપવા માટે 4થી 5,00,000 લાખ ડોલરનો ખર્ચો કર્યો હતો. 19 આતંકીઓના અલ કાયદા દ્વારા વાયર ટ્રાન્સફર કે કે.એસ.એમે રોકડ રકમનું ભંડોળ આપ્યું હતુ, જેઓ તેમને સંયુક્ત રાજ્યમાં લાવ્યા હતા અથવા વિદેશી ખાતાઓમાં જમા કર્યા અને અમેરિકાથી એક્સેસ કર્યું હતું.

હુમલો કરવાનું કારણ

ઓસામા બિન લાદેને (Osama bin Laden) નવેમ્બર 2002માં અમેરિાને 'લેટર ટૂ અમેરિકા' (Letter to America)નામનો એક પત્ર લખ્યો હતો, જેમાં સ્પષ્ટરીપથી પોતાના હુમલા માટે અલ-કાયદાના ઈરાદાને જણાવ્યા હતા. તેણે સોમાલિયા, બ્રોસ્નિયા હર્જેગોવિના, લેબનાનમાં કાના નરસંહાર સહિત અનેક દેશોમાં મુસલમાનો વિરુદ્ધ આક્રમકતા (aggression against Muslims) માટે જાયોની ધર્મયુદ્ધ ગઠબંધન (Zionist crusader alliance) અને તેના સહયોગીઓને દોષી ગણાવ્યા હતા.

પત્રમાં લાદેન દ્વારા જે ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આ્યો હતો. તેમાં સાઉદી અરબમાં અમેરિકી સૈનિકો (US troops in Saudi Arabia)ની ઉપસ્થિતિ, ઈઝરાયલનું અમેરિકી સમર્થન (US support of Israel) અને કુવૈત પર હુમલા (sanctions against Iraq) પછી ઈરાક સામે પ્રતિબંધ સામેલ છે. લાદેનનો ઉદ્દેશ મધ્ય પૂર્વમાં સત્તાના સમીકરણ બદલવા અને શાસન પરિવર્તનને ટ્રિગર કરવાની આજુબાજુ ફરી રહ્યો હતો.

લાદેનને આ હુમલા માટે ક્યાંથી પ્રેરણા મળી?

અલ કાયદા દ્વારા પ્રકાશિત એક પત્રિકા અલ મસરામાં જણાવ્યું હતું કે, લાદેનને યુએસએ (USA) પર 11 સપ્ટેમ્બરે હુમલાની પ્રેરણા ક્યાંથી મળી હતી. અલ કાયદાએ દાવો કર્યો હતો કે, ઓસામા બિન લાદેનને વર્ષ 1999ની વિમાન દુર્ઘટનાથી 9/11ના ઘાતકી હુમલા માટે પ્રેરણા મળી હતી, જેમાં મિસ્રના એક એરલાઈન પાઈલટે જાણી જોઈને પોતાનુ વિમાન એટલાન્ટિક મહાસાગરમાં પાડી દીધું હતું.

પોતાની સાપ્તાહિક પત્રિકા અલ-મસરામાં પ્રકાશિત '11 સપ્ટેમ્બરના હુમલા- કહાની અનકહી' ('September 11 attacks - the story untold') શીર્ષકવાળા એક લેખમાં, આતંકવાદી સમુહે કહ્યું હતું કે, 11 સપ્ટેમ્બરે હુમલાની પ્રેરણા મિશ્રથી કો-પાઈલટ ગામિલ અલબતૂતીની (Gamil al-Batouti) વાર્તા હતી, જે લોસ એન્જિલિસથી કાહિરા જઈ રહી હતી. એજિપ્ટએરની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થઈ, જેમાં 100 અમેરિકીઓ સહિત 217 લોકોના મોત થયા હતા.

અલ-મસરા અનુસાર, જ્યારે અલ કાયદાનો તત્કાલીન પ્રમુખ ઓસામાએ મિસ્રની વિમાન દુર્ઘટના અંગે સાંભળ્યું. તો તેણે પૂછ્યું, વિમાનને તેની બાજુમાં આવેલી ઈમારતમાં કેમ ન પાડ્યું? ઈમારતોને લક્ષિત કરવાના વિચારનું ઉચ્ચારણ કરતા, જેરિસલેમ પોસ્ટે જણાવ્યું હતું કે, અલ-બતૂતીએ જાણી જોઈને વિમાન પાડ્યું હતું.

જ્યારે ઓસામા ખાલિદ શેખ મોહમ્મદથી મળ્યો, જેની ઓળખ 9/11 આયોગની રિપોર્ટ દ્વારા 9/11 હુમલાના પ્રમુખ આર્કિટેક્ટ તરીકે થઈ હતી. તેણે હુમલા માટે એક વધુ વિચાર વ્યક્ત કર્યો હતો, જેમાં અમેરિકી વિમાનને દુર્ઘટનાગ્રસ્ત કરવાનું સામેલ હતું. ઓસામા સામે વિચાર રાખતા પહેલા શેખ મોહમ્મદે 12 અમેરિકી વિમાનને એક સાથે ક્રેશ કરવાની યોજના પર કામ શરૂ કર્યું હતું. અલ કાયદા દ્વારા લાગુ કરવામાં આવેલી અંતિમ યોજના શેખ મોહમ્મદ અને ઓસામાના વિચારોનું એક સંયોજન હતું.

અમેરિકાએ આ રીતે આપ્યો હતો જવાબ

હુમલાના એક મહિનાથી પણ ઓછા સમય પછી તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશ (President George W. Bush) ઓપરેશન એન્ડ્યોરિંગ ફ્રીડમ (Operation Enduring Freedom) શરૂ કર્યું હતું. આ અફઘાનિસ્તાનમાં તાલિબાનને સત્તા હટાવવા અને ત્યાં આવેલા અલ-કાયદા નેટવર્કને નષ્ટ કરવા માટે અમેરિકાના નેતૃત્વમાં એક આંતરરાષ્ટ્રીય પ્રયાસ હતો. આ અફઘાનિસ્તાનમાં યુદ્ધ અને આતંક વિરુદ્ધ મોટા વૈશ્વિક યુદ્ધનો ભાગ બન્યો.

ઓપરેશન એન્ડ્યોરિંગ ફ્રિડમના 2 મહિનાની અંદર જ તાલિબાનને સત્તાથી હટાવવામાં આવ્યું હતું. જોકે, અમેરિકી સેનાએ તાલિબાનને હટાવી દીધું હતું, પરંતુ યુદ્ધ ચાલુ રહ્યું હતું. કારણ કે, ગઠબંધન સેના પાકિસ્તાનથી તાલિબાન વિદ્રોહ અભિયાનનો સામનો કરી રહ્યું હતું. વર્ષ 2011માં અમેરિકી સૈનિકોએ છેવટે પાકિસ્તાનમાં બિન લાદેનને શોધી કાઢ્યો અને મારી નાખ્યો. 9/11 હુમલામાં યોજના બનાવનારો ખાલિદ શેખ મોહમ્મદ (Khalid Sheikh Mohammad)ની 2003માં પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી. તે ત્યારથી ગ્વાન્તાનામો બેમાં અમેરિકી કસ્ટડી (US custody at Guantanamo Bay)માં છે અને હજી પણ ટ્રાયલની રાહ જોઈ રહ્યો છે.

અફઘાનિસ્તાનમાં 20 વર્ષ સુધી રહ્યા પછી અમેરિકાએ પોતાની સેનાને સંપૂર્ણરીતે હટાવી લીધી છે અને હવે વિડંબણા એ છે કે, ત્યાં તાલિબાન શાસન, જેને અમેરિકાએ સત્તાથી હટાવી દીધું હતું. અફઘાનિસ્તાનમાં તે ફરી સત્તામાં આવી ગયું છે.

09/11ના હુમલા પછી અલ-કાયદા

સિરીયામાં અલ-કાયદાની શાખાનો તેના હરીફોએ નાશ કર્યો છે. અમેરિકા ડ્રોન હુમલામાં (US drone strike) પોતાના નેતાને ગુમાવ્યાના તરત પછી યમનમાં આને વિદ્રોહીઓના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો અને આની ઉત્તરી આફ્રિકા શાખા (North Africa branch)ના નેતા જૂનમાં માલીમાં એક ફ્રાન્સિસ હુમલામાં મારવામાં આવ્યો હતો અને અત્યાર સુધી તેનો કોઈ ઉત્તરાધિકારી નથી મળ્યો.

અલ-કાયદાનો નેતા અયમાન અલ-જવાહિરી (Ayman al-Zawahiri) મહિલાઓ સુધી ગાયબ રહ્યો છે. ત્યારબાદ અટકળો આવી હતી કે તે મરી ગયો છે. અલ-કાયદાનો સંસ્થાપક ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા બિન લાદેન (Hamza bin Laden) 2019માં અફઘાનિસ્તાન-પાકિસ્તાન સીમા પર એક આતંકવાદી વિરોધ અભિયાનમાં માર્યો ગયો હતો. એપ્રિલ 2021માં અમેરિકી ઈન્ટેલિજન્સ એજન્સીએ (U.S. intelligence Agencies) કોંગ્રેસને જણાવ્યું હતું કે, અલ-કાયદાના વરિષ્ઠ નેતૃત્વને છેલ્લા કેટલાક વર્ષોમાં મોટું નુકસાન થયું છે, પરંતુ તેને આશા છે કે, અન્ય નેતા હુમલાનું ષડયંત્ર રચતા રહેશે અને વિવિધ ક્ષેત્રોમાં સંઘર્ષોનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.