સ્પેસએક્સ કેપ્સ્યૂલ 4 અવકાશયાત્રીઓ સાથે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી રવાના

author img

By

Published : May 2, 2021, 6:25 PM IST

સ્પેસએક્સ કેપ્સ્યૂલ 4 અવકાશયાત્રીઓ સાથે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી રવાના

ચાર અવકાશયાત્રીઓને લઇને સ્પેસએક્સ કેપ્સ્યુલ શનિવારે મોડીરાત્રે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી રવાના થયું હતું, કંપનીની બીજી ક્રૂ ફ્લાઇટને સમાપ્ત કરવા માટે દુર્લભ રાત્રિના સમયે સ્પ્લેશડાઉન કરવાનું લક્ષ્ય રાખ્યું હતું.

  • સ્પેસએક્સ કેપ્સ્યૂલ અવકાશયાત્રીઓને લેવા માટે થયું રવાના
  • 4 અવકાશયાત્રીઓને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પાછા લાવશે
  • ફ્લોરિડાના પનામા સિટી ખાતે મેક્સિકોના આખાતમાં સ્પ્લેશડાઉન કરશે

કેપ કેનાવરલ: નાસાના સ્પેસએક્સ ક્રૂ-1ને શનિવારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી અવલોકન કરીને પૃથ્વી પર પાછા ફરવાનું શરૂ કર્યું હતું. આ ક્રૂ 1968માં એપોલો 8 મૂનશોટ પછી અંધકારમાં પાછો ફરવાનો પ્રથમ પ્રયાસ કરશે.

અવકાશયાત્રીઓને ગત નવેમ્બર મહિનામાં મોકલવામાં આવ્યા હતા

ઈલોન મસ્કની કંપની રવિવારે વહેલી સવારના કલાકો સુધી લક્ષ્યાંક બનાવી રહી છે કે, તેઓ નાસાના ત્રણ અને જાપાનના એક અવકાશયાત્રીઓને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પાછા લાવશે. અવકાશયાત્રીઓને ગત નવેમ્બર મહિનામાં જ સ્પેસએક્સ કેપ્સ્યૂલમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખાતે મોકલવામાં આવ્યા હતા. હાલમાં આ અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાંથી નિકળ્યા બાદ 6.5 કલાક બાદ ફ્લોરિડાના પનામા સિટી ખાતે મેક્સિકોના આખાતમાં સ્પ્લેશડાઉન કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.