બુર્કિના ફાસોમાં આંતકવાદી હુમલો, 30 નાગરિકો સહિત 47 લોકોના મોત

author img

By

Published : Aug 19, 2021, 8:16 PM IST

બુર્કિના ફાસોમાં આંતકવાદી હુમલો

બુર્કિના ફાસોમાં મોટા આંતકી હુમલાની ઘટના સામે આવી છે. જેમાં 30 નાગરિકો સહિત 47 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે સેનાની પ્રતિક્રિયામાં 58 આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા હતા.

  • આંતકી હુમલામાં 30 નાગરિકો, 14 લશ્કરી સૈનિકો અને 3 સૈન્ય સહાયકના મોત
  • સૈન્ય દ્વારા કરવામાં આવેલા સામનામાં 58 આતંકવાદીઓ માર્યા ગયા
  • 2015 થી બુર્કિના ફાસોમાં આતંકવાદી હુમલામાં 1,000 થી વધુ લોકો માર્યા ગયા

ન્યૂઝ ડેસ્ક : બુર્કિના ફાસોના ઉત્તરી સાહેલ પ્રદેશમાં બુધવારે થયેલા આંતકી હુમલામાં 30 નાગરિકો, 14 લશ્કરી સૈનિકો અને 3 સૈન્ય સહાયક સભ્યો સહિત 47 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે જ 58 આતંકવાદીઓ માર્યા ગયા હતા.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં આવશે શરિયા કાયદો, જાણો શું છે આ કાયદો...

પ્રતિક્રિયા કરવામાં આવતા 58 આતંકવાદીઓ માર્યા ગયા

તંત્ર દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, નાગરિકો, સંરક્ષણ અને સુરક્ષા દળો તેમજ સ્વયંસેવકોના સંયુક્ત કાફલા પર સાહેલ પ્રદેશમાં ગોરગડજી નજીકના વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સશસ્ત્ર દળો દ્વારા પ્રતિક્રિયા કરવામાં આવતા 58 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને અન્ય ઘણા ઇજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં શિયા સમુદાયના ધાર્મિક જુલૂસમાં બ્લાસ્ટ, 3ના મોત, 50થી વધુ ઇજાગ્રસ્ત

બુર્કિના ફાસોમાં 10 લાખથી વધુ લોકોનું સ્થળાંતર

આ બાદ ફરીથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, આ અથડામણમાં 14 સશસ્ત્ર દળોના સભ્યો અને 3 વીડીપી સભ્યોના મોત નીપજ્યા છે. વધુમાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "જમીનની બચાવ કામગીરી ચાલુ છે. 2015 થી બુર્કિના ફાસોમાં સુરક્ષા વધુ ખરાબ થઈ છે, આતંકવાદી હુમલાઓથી 1,000 થી વધુ લોકો માર્યા ગયા છે અને 10 લાખથી વધુ લોકો સ્થળાંતરિત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.