suhana khan instagram post: પુત્રી સુહાના ખાનના પોસ્ટ પર શાહરૂખ ખાને કરી ફની કોમેન્ટ

suhana khan instagram post: પુત્રી સુહાના ખાનના પોસ્ટ પર શાહરૂખ ખાને કરી ફની કોમેન્ટ
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન (suhana khan instagram)ની દીકરી સુહાના ખાને દુબઈની કેટલીક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી (suhana khan instagram post) છે, જેમાં તે તેની માતા અને મિત્ર સાથે જોવા મળી રહી છે. આ પોસ્ટ પર કિંગ ખાને ફની કોમેન્ટ કરી છે. આવો જોઈએ કિંગ ખાને તેની દીકરીને લઈને શું કમેન્ટ કરી છે.
મુંબઈઃ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન છેલ્લા કેટલાક મહિનાઓથી પાપારાઝીની ફેવરિટ બની ગઈ છે. તે ઘણીવાર સલુન્સ, રેસ્ટોરાં અને ફિલ્મ પાર્ટીઓમાં જતી વખતે જોવા મળે છે. હાલમાં જ સુહાનાએ દુબઈની એક ઈવેન્ટમાંથી ઈન્સ્ટાગ્રામ પર પોતાનો સુંદર ફોટો શેર કર્યો છે, જેના પર શાહરૂખ ખાને ફની કોમેન્ટ કરી છે. તેમની ટિપ્પણી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ પણ વાંચો: Oscars 2023: નામાંકિત ફિલ્મોની સંપૂર્ણ યાદી આજે જાહેર કરવામાં આવશે, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકો છો
શાહરુખની ફની કોમેન્ટ: દુબઈમાં 'એટલાન્ટિસ ધ રોયલ'ની એક ઈવેન્ટ હતી, જેમાં કિંગ ખાનની દીકરી સુહાના ખાન તેની માતા ગૌરી ખાન સાથે પહોંચી હતી. સુહાનાએ અહીં તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી છે, જેના કેપ્શનમાં તેણે 'Atlantis the Royal'નો આભાર કહ્યું છે. સુહાનાની આ પોસ્ટ પર પાપા શાહરૂખે ફની કમેન્ટ કરી છે. શાહરૂખે સુહાનાની પોસ્ટ પર લખ્યું, 'ખૂબ જ સુંદર બેબી, તમે ઘરે જે પાયજામા પહેરો છો તેનાથી બિલકુલ વિરુદ્ધ છે.' પાપા શાહરૂખની આ કોમેન્ટ પર સુહાનાએ ઈમોજી સાથે થેંક યુ કહ્યું છે.
સુહાનાએ કરી તસ્વીર શેર: સુહાનાએ તેની 3 તસવીર શેર કરી છે. પ્રથમ તસવીરમાં સુહાના બ્લેક હોલ્ટર નેક ગાઉનમાં જોવા મળી રહી છે. બીજી તસવીરમાં સુહાના તેની માતા ગૌરી ખાન અને બેસ્ટ ફ્રેન્ડ શનાયા કપૂર સાથે જોવા મળી રહી છે. બ્લેક ડ્રેસ સિવાય સુહાના પિંક કલરના બોડીકોન ડ્રેસમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. શનાયા કપૂર અને અનન્યા પાંડેએ પણ સુહાના ખાનના ફોટોના વખાણ કર્યા છે.
આ પણ વાંચો: Gandhi Godse Rajkumar Santoshi: 'ગાંધી ગોડસે એક યુદ્ધ'ના દિગ્દર્શકે પોલીસ પાસે કરી સુરક્ષાની માંગ
સુહાના 'ધ આર્ચીઝ'થી ડેબ્યૂ કરશે: અનન્યાએ પોસ્ટના કોમેન્ટ બોક્સમાં લખ્યું છે, 'પ્રીટી ગર્લ સુજી.' સુહાના સોશિયલ મીડિયા પર પોતાની નવી તસવીર શેર કરતી રહે છે. તાજેતરમાં, તેણે મેકઅપ વિનાની એક તસવીર શેર કરી, જેને જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુહાના ઝોયા અખ્તરની નેટફ્લિક્સ ઓરિજિનલ 'ધ આર્ચીઝ'થી ડેબ્યૂ કરશે. સુહાના ઉપરાંત અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા, બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર પણ ફિલ્મી દુનિયામાં પગ મૂકશે.
