સિગારેટ પીતા જોવા મળ્યા માતા કાળી, જૂઓ શુ છે સમગ્ર ઘટના

author img

By

Published : Jul 4, 2022, 3:58 PM IST

KAALI POSTER CONTROVERSY: સિગારેટ પીતા જોવા મળ્યા માતા કાલી જૂઓ શુ છે સમગ્ર ઘટના

દિગ્દર્શક, ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈની ડોક્યુમેન્ટ્રી 'કાલી'ના પોસ્ટરને લઈને સોશિયલ મીડિયા પર ઘણો વિવાદ (Kaali Poster Controversy) ચાલી રહ્યો છે. ગુસ્સે થયેલા યુઝર્સે પોસ્ટર જોઈને તેને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડનાર ગણાવ્યું હતું. આ સાથે યુઝર્સે પીએમઓ અને અમિત શાહને ટેગ કર્યા છે અને પોસ્ટર અંગે કડક કાર્યવાહીની માંગ કરી છે.

મુંબઈઃ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક લીના મણિમેકલાઈની ડોક્યુમેન્ટ્રી 'કાલી'ના પોસ્ટરને લઈને સોશિયલ મીડિયા પર ઘણો વિવાદ (Kaali Poster Controversy) ચાલી રહ્યો છે. લોકોએ ફિલ્મ મેકર્સ પર હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો (Hurt religious sentiments of Hindus) આરોપ લગાવ્યો છે. નિર્દેશક લીનાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ નિર્માતાએ ટ્વિટર હેન્ડલ પર (2 જૂન 2022) પોસ્ટર શેર કર્યું હતું.

આ પણ વાંચો: femina miss india 2022: સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયા 2022નો ખિતાબ જીત્યો

પોસ્ટર અને ફિલ્મ પર કાર્યવાહીની માંગ: આ શેર કરેલા પોસ્ટરમાં અભિનેત્રી મા કાલીનાં ગેટઅપમાં છે અને તેના હાથમાં સિગારેટ છે, જેને તે પી રહી છે. તે જ સમયે, એક હાથમાં ત્રિશૂળ અને એક હાથમાં LGBTQ સમુદાયનો ગૌરવ ધ્વજ છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ ફિલ્મના આ પોસ્ટરને લઈને ગુસ્સે થયા છે અને તેમની નારાજગી દર્શાવી છે. તે જ સમયે, ફિલ્મ નિર્માતાએ શેર કર્યું કે તે ખૂબ જ ઉત્સાહિત છે. કારણ કે તેમની ડોક્યુમેન્ટ્રીનું પોસ્ટર કેનેડા ફિલ્મ ફેસ્ટિવલમાં લોન્ચ કરવામાં આવ્યું છે.પોસ્ટર જોઈને નારાજ યુઝર્સે અમિત શાહ અને પીએમઓને ટેગ કરીને આ પોસ્ટર અને ફિલ્મ પર કાર્યવાહીની માંગ કરી છે.

આ પણ વાંચો: સાયબર ઠગ્સ સુધરતા નથી, હવે સોનુ સૂદના નામે છેતરપિંડીનો મામલો આવ્યો સામે

ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ: નોંધનીય છે કે હાલમાં જ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર રીલિઝ થયું હતું, જેમાં રણબીર જૂતા પહેરીને મંદિરમાં જતો જોવા મળ્યો હતો. જેને લઈને દર્શકોએ ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લગાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.