બારડોલી, NRIના બોગસ પાવર ઓફ એટર્નીના આધારે જમીન પચાવી પાડવાનો કારસો, 7 લોકો સામે ફરીયાદ

author img

By

Published : Dec 15, 2022, 8:35 PM IST

બારડોલી, NRIના બોગસ પાવર ઓફ એટર્નીના આધારે જમીન પચાવી પાડવાનો કારસો, 7 લોકો સામે ફરીયાદ

બારડોલીનાં ભૂવાસણ ઝાંખરડા ગામના NRIના બોગસ દસ્તાવેજ બનાવી સરખા નામનો ગેરલાભ ઉઠાવી ખોટો પાવર ઓફ એટર્ની (power of attorney) બનાવ્યો હતો. જેને લઈને બારડોલી ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે સાત લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. (bogus document power of attorney)

સુરત : બારડોલી તાલુકાનાં ભૂવાસણ - ઝાંખરડા ગામના NRIના બોગસ આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવી તેના આધારે સરખા નામનો ગેરલાભ ઉઠાવી એક શખ્સે ગેરકાયદેસર રીતે અન્ય વ્યક્તિના નામનો ખોટો પાવર ઓફ એટર્ની બનાવ્યો હતો. આ પાવર ઓફ એટર્નીના (Power of attorney) આધારે જમીનનો વેચાણ દસ્તાવેજ બનાવી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બારડોલી ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે સાત લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. (Bogus document of NRI from Zhankhara village)

શું છે સમગ્ર મામલો જમીન માલિકના પાવરદાર તેમના સગાભાઈ બિપિન પટેલે (રહે ભુવાસણ, બારડોલી) આપેલી ફરિયાદ મુજબ તેમના મોટાભાઈ મહેન્દ્ર પટેલ વર્ષોથી તેમના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા છે. તેમના નામે ઝાખરડા ગામે બ્લોક નંબર 77 સર્વે નંબર 46,2 અને બ્લોક નંબર 838 સર્વે નંબર 47,2 વાળી જમીન આવેલી છે. તેઓ અમેરિકા ખાતે રહેતા હોય જમીનના વહીવટ માટેનો પાવર ઓફ એટર્ની તેમના ભાઈ બિપિન પટેલને કરી આપેલ છે. (bogus document power of attorney)

રેકર્ડ ચેક કરતાં ખબર પડી આ દરમિયાન ગત 1મી નવેમ્બર 2022ના રોજ ગામના ખેડૂત ભરતસિંહ વિજયસિંહ પરમારે આ જમીન વેચાણ કરવાની વાત ચાલતી હોવાનું જણાવતા બિપિન પટેલે મામલતદાર કચેરીમાંથી રેવન્યુ રેકર્ડ તેમજ કાચી ફેરફાર નોંધની નકલ કઢાવતા તેમની જમીનનો ખોટી અને ગેરકાયદેસર રીતે પાવર ઓફ એટર્ની તેમજ રજીસ્ટર દસ્તાવેજ થયેલો હોવાનું જાણવા મળ્યું હતું. વેચાણ દસ્તાવેજની નકલ કઢાવતા તેમના મહેન્દ્ર પટેલે (રહે, શિવ દરશાહન, ભરુચ) જમીનના સાચા માલિક મહેન્દ્ર પટેલનું (રહે ભુવાસણ, હાલ અમેરિકા) ખોટું નામ ધારણ કરી ખોટા આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ રજૂ કરી ભરત પટેલને (રહે નવા ધંતુરીયા, ભરુચ) ખોટા પાવર ઓફ એટર્ની બનાવી આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. (Bogus Power of Attorney)

આ પણ વાંચો Fraud from fake documents: બોગસ દસ્તાવેજ બનાવી દુકાન પચાવી પાડવાનો પ્રયાસ કરનાર બે આરોપીઓ ઝડપાયા

સાક્ષી તરીકે સહી આ પાવર ઓફ એટર્નીમાં સાક્ષી તરીકે મહમદ મોબિન જાવિદ અન્સારી અને ઇમરાન જાવિદ શેખે (રહે આશિયાના નગર, ઓલપાડ) સહી કરી હતી. તેમજ આ પાવરના આધારે સરફરાજ અલ્લારખા મુલતાનીને (રહે પટેલ સ્ટ્રીટ, કામરેજ) વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. દસ્તાવેજમાં યાકુબ ઇબ્રાહિમ સોની અને અબ્દુલ અઝીઝ અબ્દુલ લતીફ શેખે (રહે સુરત) સાક્ષી તરીકે સહી કરી હતી. (Sale of land based on power of attorney)

દસ્તાવેજમાં ખોટી સહી, ખોટા ફોટોગ્રાફ્સ દસ્તાવેજમાં પક્ષકારના નામ અને સરનામા સદંતર ખોટા લખી તેમજ ફોટોગ્રાફ્સ પણ ખોટા લગાવી અવેજ દસ્તાવેજના નાણાં પણ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ખોટી રીતે ગેરકાયદેસર દસ્તાવેજની જાણકારી મળતા જ સાચા માલિક મહેન્દ્ર પટેલના પાવરદાર બિપિન પટેલે બારડોલી મામલતદારમાં લેખિત વાંધા અરજી આપી હતી. ત્યારબાદ તેમણે બારડોલી પોલીસને જાણ કરી હતી. (Bardoli soil bogus document)

આ પણ વાંચો કચ્છમાં 30 કરોડના બેન્ક કૌભાંડના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો, ખેડૂતોના નામે લીધી હતી લોન

સાત લોકો સામે નોંધાઈ ફરિયાદ આમ, ખોટી સહી અને ખોટા ઓળખ કાર્ડના આધારે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી તેના આધારે બોગસ વેચાણ દસ્તાવેજથી અંદાજિત 12 વીઘા જેટલી જમીન વેચી મારવાનો કારસો ઝડપાતા સાચા જમીન માલિકે બારડોલી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે મહેન્દ્ર પૂંજીયા પટેલ (સમાન નામ ધારક), ભરત ઈશ્વર પટેલ, સરફરાઝ અલ્લારખા મુલતાની, મહમદ મોબિન જાવિદ અન્સારી, ઇમરાન જાવેદ શેખ, યાકુબ ઇબ્રાહિમ સોની અને અબ્દુલ અઝીઝ અબ્દુલ લતીફ શેખની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. (Bardoli Crime News)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.