Cannabis dealer in South Gujarat: દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ગાંજા ડીલર પાડી બ્રધર્સની તમામ સંપત્તિઓ જપ્ત

author img

By

Published : Apr 23, 2022, 7:46 PM IST

Cannabis dealer in South Gujarat: દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ગાંજા ડીલર પાડી બ્રધર્સની તમામ સંપત્તિઓ જપ્ત

સુરત શહેરમાં સપ્ટેમ્બર 2020થી Say No To ડ્રગ્સનું અભિયાન શરું થયું હતું. આ અભિયાન દ્વારા દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ગાંજા ડીલર(Cannabis dealer in South Gujarat) પાડી બ્રધર્સ પર ઐતિહાસિક પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં ભારત સરકારના NDPS કલમ-3(NDPS Section-3 ) હેઠળ બંન્ને ભાઈઓની તમામ સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. જાણો.

સુરત: શહેર દેશ અને દુનિયામાં ઝડપથી વિકાસ કરતું શહેર માનવામાં આવી રહ્યું છે. ત્યારે આ વિકાસની સાથે થોડી અસામાજીક લક્ષણો પણ જાવો મળી આવે છે. આ શહેરમાં ડ્રગ્સનું દુષણ દિવસેને દિવસે વધતું જાય છે. શહેરમાં સપ્ટેમ્બર 2020થી Say No To ડ્રગ્સનું અભિયાન(Say No To Drugs Campaign ) શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ શહેર પોલીસ દ્વારા ઘણા બધા કેસ કરવામાં આવ્યા હતાં. શહેર પોલીસને આમાં ગાંજાનો મુખ્ય સપ્લાયર બે ભાઈઓ ઉડીસાના ગાંજામ જિલ્લામાંથી જ ગાંજો મોકલે છે. આમાં દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ગાંજા ડીલર પાડી બ્રધર્સ(cannabis dealer in South gujarat) પર ઐતિહાસિક પગલાં લેવાયામાં આવ્યા હતા.

પોલીસને આમાં ગાંજાનો મુખ્ય સપ્લાયર બે ભાઈઓ ઉડીસાના ગાંજામ જિલ્લામાંથી જ ગાંજો મોકલે છે. આમાં દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ગાંજા ડીલર પાડી બ્રધર્સ પર ઐતિહાસિક પગલાં લેવાયામાં આવ્યા હતા.

બંન્ને ભાઈઓએ ગાંજાનો સપ્લાયર કરતા હતા - બંન્ને ભાઈઓની તમામ સંપત્તિઓ ભારત સરકારના NDPS કલમ-3( NDPS Section-3) હેઠળ જપ્ત કરવામાં આવી હતી. જેમાં એક આરોપી સુનિલ પાડી હાલ સાબરમતી જેલમાં કેદી છે. આ બંન્ને ભાઈઓની(largest Drug dealer South Gujarat) તમામ સંપત્તિઓ ભારત સરકારના NDPS કલમ-3 હેઠળ જપ્ત કરવામાં આવી છે.આમાં સુરત પોલીસ હાલ મુખ્ય સૂત્રધાર અનિલ પાંડીને શોધખોળ કરી રહી છે.જોકે આ ગુજરાત પોલીસ દ્વારા આરોપીની આર્થિક કમર તોડવાનો પ્રયાસ છે. આમાં મુખ્ય સૂત્રોધારોના કરોડોનો બગલો પણ જપ્ત(Padi Brothers All properties confiscated) કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Cannabis Seized from Banaskantha : ડીસા પોલીસે ગાંજા સાથે આરોપીની કરી અટકાયત

બંને ભાઈઓ મુખ્ય સૂત્રધાર - સુરત ગાંજા માટે જાણીતું સેંટર બની(Surat known for cannabis Center) ગયું હતું. જેમાં ઓડિશાના ગાંજામ જિલ્લામાંથી ટ્રેન અને રોડ મારફતે ગાંજો સુરત સુધી લાવવામાં આવતો હતો. શહેર પોલીસ દ્વારા આમાં ઘણા બધા કેસ કરવામાં આવ્યા ત્યારે પોલીસને ખ્યાલ આવ્યો કે, આમાં બે ભાઈઓ છે. સુનિલ વરિંદાવન પાડી અને અનિલ વરિંદાવન પાડી. આ બંને ભાઈઓ દેશમાં અને ગુજરાતના શહેરોમાં ગાંજો સપ્લાયર કરતા હતા. આ સમગ્ર મામલે આ કેસનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારબાદ સુનિલ વરિંદાવન પાંડીની ધરપકડ કરવામાં આવી હતી. તેને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો.

તમામ સંપત્તિઓ પણ જપ્ત કરવામાં આવી હતી - અનિલ વરિંદાવન પાંડીને પકડવા માટે ઓડિશાના SDF સાથે મળીને ગુજરાતમાં જ્યાં આ બંને ભાઈઓ વિશે કેશ હતા. તે તેમને શેર કરવામાં આવ્યા હતા. હવે ઓડિશા STF દ્વારા ભારત સરકારના જે નિયમો છે. જેની ઓફિસે કોલકત્તામાં છે ત્યાં તેની સમગ્ર માહિતી આપવામાં આવી છે. જેને આધારે આ બંને ભાઈઓના અલીશાન બંગલા વિશે પણ માહિતી આપવામાં આવી છે. આ બંને ભાઈઓની તમામ સંપત્તિઓ પણ જપ્ત કરવામાં આવી છે. શહેરના સચિનમાં આવેલ બંગલાને પણ જપ્ત કરવામાં આવી છે. કુલ મળીને 2,09,69,789 રૂપિયાની મિલ્કત જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ઓડિસા મારફ્ત ગાંજાનો જથ્થો સુરત લાવતા 2 મહિલા સહિત 4ની ધરપકડ

રાજસ્થાનથી 17 જેટલા આરોપીની ધરપકડ - આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં શહેર પોલીસ દ્વારા 155 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આમાં 154 આરોપીઓ પુરુષ છે અને 9 જેટલી મહિલાઓ પણ છે.આ તમામને અલગ-અલગ રાજ્યોમાંથી ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન થી 17 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાંથી ૨૨ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્રથી 69 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને ઉડીસાથી 49 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.