હવે સાયકલ ઉપર પણ 'સી ટીમ' સજ્જ, ભીડવાળી જગ્યાઓ પર રહેશે બાજ નજર

author img

By

Published : Jul 1, 2022, 10:06 PM IST

હવે સાયકલ ઉપર પણ શી ટીમ સજ્જ,ભીડવાળી જગ્યાઓ પર રહેશે બાજ નજર

વડોદરામાં મહિલાઓ પર થતા અત્યાચારને (Domestic violence in Vadodara) ડામવા માટે વડોદરા પોલીસમાં શી ટીમ તૈયાર કરવામાં આવી છે. વડોદરા શી (Police SHE Team Vadodara) ટીમ તરફથી શહેરના જુદા જુદા રૂટ પર સાયકલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે લોકોમાં જનજાગૃતિ લાવવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા.

વડોદરાઃ વડોદરા શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમ કેસ વધી રહ્યા છે. જેને ડામવા માટે પોલીસ (Vadodara police SHE Team) ઘણાખરા પગલાં ભરે છે. સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા ઘણા સમયથી મહિલા (Domestic Violence in Vadodara) પર થતા અત્યાચારનો આંક પણ વધી રહ્યો છે. આવા સમયે વડોદરા શહેરની પોલીસ મહિલા શી (Police SHE Team Vadodara) ટીમની કામગીરીથી શહેરવાસીઓ ખૂબ ખુશ છે. મહિલા શી ટીમ થકી શહેરમાં જુદા જુદા વિસ્તારમાં સાયકલથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ થકી મહિલાઓ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં પેટ્રોલિંગ, રોમિયો ડિકોઈ કરવામાં આવે છે. આ સાથે અવરનેસ કાર્યક્રમ થકી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યો છે.

હવે સાયકલ ઉપર પણ શી ટીમ સજ્જ,ભીડવાળી જગ્યાઓ પર રહેશે બાજ નજર

આ પણ વાંચોઃ જગન્નાથજીની અષાઢી બીજે ભાવિ ડોકટરોએ લખ્યો આ પત્ર, જાણો પત્રમાં શું લખાણ કરાયું

પર્યાવરણનું જતનઃ આ શી ટીમ તેમના રોજિંદા પેટ્રોલિંગ માટે મોટર સાયકલ અથવા જીપને બદલે ઈ-સાયકલનો ઉપયોગ કરી રહી છે. વાસ્તવમાં શી ટીમનું કામ ઈવ ટીઝિંગ, બાળકો પર અત્યાચાર અને વૃદ્ધોને મદદ કરવા જેવી ઘટનાઓને રોકવાનું છે. તેથી તેમણે ભીડવાળી જગ્યાએ પેટ્રોલિંગ કરવું પડે છે. બાઇક કે જીપ કરતાં ઇ-સાઇકલ વધુ તૈયાર કરી શકાય છે. આની મદદથી કોઈને પરેશાન ન થવું જોઈએ, પરંતુ બગીચા જેવી જગ્યાએ પેટ્રોલિંગ પણ કરી શકાય છે.સાથે ઇ સાયકલ દ્વારા સુરક્ષા ની સાથે પર્યાવરણ ને પણ નુકસાન ન થાય તેવી તકેદારી રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ કૃષ્ણ ભક્તિમા લીન યુક્રેનની મહિલાએ રથયાત્રામાં કરી આ પ્રાર્થના

નવતર પ્રયોગ: હાલમાં દરેક પોલીસ સ્ટેશનમાં શી ટીમ કાર્યરત છે. એક ટીમ ઈ-સાયકલનો ઉપયોગ કરી રહી છે. ગ્રીન સિટી પ્રોજેક્ટમાં શહેર યોગદાન આપી રહ્યું છે. હાલમાં લગભગ 10 ઇ-સાઇકલ કાર્યરત છે. આ એક પાયલોટ પ્રોજેક્ટ છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો આગામી દિવસોમાં ઈ-સાયકલની સંખ્યામાં વધારો કરવામાં આવશે. હાલમાં શહેરમાં બનતી ઘટનાઓ ને લઈ શી ટીમની કામગીરી ખુબજ સુંદર માનવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.