વડોદરા ટેનિસનો ઉભરતો સિતારો સંતુષ્ટિ અગ્રવાલ, 11 વર્ષની વયે 27 મેડલો જીત્યાં છે

author img

By

Published : Sep 21, 2022, 10:09 PM IST

વડોદરા ટેનિસનો ઉભરતો સિતારો સંતુષ્ટિ અગ્રવાલ, 11 વર્ષની વયે 27 મેડલો જીત્યાં છે

ગુજરાત આ વર્ષે 36માં રાષ્ટ્રીય રમતોત્સવનું યજમાન બન્યું છે અને તેની બે રમતોની રાષ્ટ્રીય સ્પર્ધા વડોદરામાં રમાવાની છે. ત્યારે વડોદરા માટે આનંદની વાત એ છે કે માત્ર 11 વર્ષની ઉંમરની સંતુષ્ટિ અગ્રવાલે 27 મેડલ જીતી દેશના ઉભરાતા ટેનિસ ખેલાડીઓમાં સ્થાન પાકું કર્યું છે. Vadodara tennis player , Santushti Agarwal won 27 medals , 36th National Games

અમદાવાદ ગુજરાત આ વર્ષે 36માં રાષ્ટ્રીય રમતોત્સવ ( 36th National Games )નું યજમાન બન્યું છે અને તેની બે રમતોની રાષ્ટ્રીય સ્પર્ધા વડોદરામાં રમાવાની છે. ત્યારે વડોદરા માટે આનંદની વાત ( Vadodara tennis player ) એ છે કે માત્ર 11 વર્ષની ઉંમરની સંતુષ્ટિ અગ્રવાલે દેશના ઉભરાતા ટેનિસ ખેલાડીઓમાં સ્થાન પાકું કર્યું છે. ટેનિસ પાવર ગેમ ગણાય છે ત્યારે આ ખેલાડીએ તેની કારકિર્દીના પ્રારંભિક 5 વર્ષની કારકિર્દીમાં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનીને 27 જેટલી ટ્રોફીઓ ( Santushti Agarwal won 27 medals ) જીતી છે.

11 વર્ષની ઉંમરની સંતુષ્ટિ અગ્રવાલે 27 મેડલ જીતી દેશના ઉભરાતા ટેનિસ ખેલાડીઓમાં સ્થાન પાકું કર્યું છે

ટોચના 20 ખેલાડીઓમાં સ્થાન 2022ના વર્તમાન વર્ષમાં જ સંતુષ્ટિએ aita ratings માં અંડર 12 શ્રેણીમાં ટોચના 20 ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું છે. તાજેતરમાં યોજાયેલી હરિયાણા ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં કારકિર્દીનો પહેલો સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. દેશના વિવિધ રાજ્યોના 20 જેટલા કસાયેલા ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્પર્ધાઓમાં ભારત માટે રમવાની લાયકાત ( Vadodara tennis player ) કેળવવી એ તેનું લક્ષ્‍ય છે.

બચપણથી ટેનિસની ઘેલી ટેનિસ આમ તો પ્રમાણમાં સૌને રમવું ન પરવડે એવી મોંઘી રમત ગણાય છે. પરંતુ સંતુષ્ટિના પિતા મુકેશ અગ્રવાલ આ રમતમાં દીકરીને દિલોજાનથી ટેકો અને પ્રોત્સાહન આપી રહ્યાં છે. સંતુષ્ટિ માંજલપુરની અંબે વિધાલયમાં સાતમા ધોરણમાં ભણી રહી છે અને બચપણથી ટેનિસની ઘેલી છે. તે શહેર, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લઈ રહી છે. તે અંડર 8/10,બરોડા ઓપન અને અંડર 12 aita વિજેતા ( Vadodara tennis player )છે.

8 વર્ષની થઈ ત્યારથી ટેનિસ રમે છે સંતુષ્ટિ વડોદરા મહાનગર પાલિકાના માંજલપુર ટેનિસ કોર્ટથી રમવાની શરૂઆત કરી અને રમત કૌશલ્યો ખીલવવા ખાનગી સંસ્થાઓમાં પ્રશિક્ષણ લીધું છે. સંતુષ્ટિના ભાઈ ઉત્સવ ટેનિસ ખેલાડી છે અને સતત માર્ગદર્શન આપે છે. તેના પિતા પણ મધ્ય પ્રદેશના તેમના ગામમાં જિલ્લા સ્તરના ટેનિસ ખેલાડી અને ચેસ ચેમ્પિયન રહ્યાં છે. સંતુષ્ટિ મહારત મેળવવા તેનાથી મોટી વયના છોકરાઓ સાથે પણ ટેનિસની પ્રેક્ટિસ કરે છે રાફેલ નડાલ અને સાનિયા મિર્ઝા તેના પ્રેરણાસ્ત્રોત છે. તેની શાળા અને કોચ પણ તેને પ્રોત્સાહિત કરે છે. તે કહે છે કે આ રમત ખૂબ ઊર્જા, ચપળતા અને સ્ફૂર્તિ માંગી લે છે. તેની મહેચ્છા ( Vadodara tennis player )આ રમતમાં દેશને નામના અપાવવાની છે.

સંતુષ્ટિના પિતા શું કહે છે મને ખુબ જ ગૌરવ થાય છે કે મારી બેટીએ ( Vadodara tennis player ) આટલી નાની વયે આટલી સિદ્ધિ હાંસલ કરી છે. એણે અમારી સાથે વડોદરાનું નામ પણ રોશન કર્યું છે. હવે આગામી ઓક્ટોબરમાં ફેનીસ્ટા ઇવેન્ટ દિલ્હી ખાતે યોજવા જઈ રહ્યું છે. જે એક નેશનલ ઇવેન્ટ છે એ રમવાનું અમારું પ્લાનિંગ છે. જેમાં દેશભરમાંથી ખેલાડીઓ આવશે. તો એની પ્રેક્ટિસ હાલમાં ચાલી રહી છે. એમાં અમે અંડર 14માં સંતુષ્ટિને ( Santushti Agarwal won 27 medals ) રમાડીશું, જેથી એની વધારી પ્રેક્ટિસ થાય અને ઘડાય. જીતવું જરૂરી નથી પણ જેટલું વધારે શીખવા મળશે એટલું એની માટે જ આગળ જતાં કામ લાગશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.