વડોદરા સ્કાડા પ્રોજેક્ટ : પાણી માટે કરોડો ખર્ચ કર્યો પણ થઇ રહ્યું છે શું તે વિપક્ષે કહ્યું

author img

By

Published : Jul 1, 2022, 7:44 PM IST

વડોદરા સ્કાડા પ્રોજેક્ટ : પાણી માટે કરોડો ખર્ચ કર્યો પણ થઇ રહ્યું છે શું તે વિપક્ષે કહ્યું

વડોદરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ (Vadodara Smart City Project ) હેઠળ હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સમાં એક છે સ્કાડા એટલે કે સુપરવાઇઝરી કન્ટ્રોલ એન્ડ ડેટા એકવિઝિશન પ્રોજેકટ. હવે આ (Supervisory Control and Data Acquisition Project) પ્રોજેક્ટમાં થવી જોઇતી પાણી બાબતની કામગીરી થઇ રહી છે કે નથી થઇ રહી તે વિશે સત્તાધીશ અને વિપક્ષ સામસામે વાર કરી રહ્યાં છે.

વડોદરા - વડોદરા શહેરનો સ્માર્ટ સિટીમાં (Vadodara Smart City Project ) સમાવેશ તો થયો છે.પરંતુ સ્માર્ટ સિટી હેઠળના ઘણા પ્રોજેક્ટો ફેલ થયાના આરોપ વિપક્ષ લગાવી રહ્યું છે. જે પૈકીનો એક પ્રોજેકટ સ્કાડા પ્રોજેકટ (Supervisory Control and Data Acquisition Project) છે.

44 કરોડનો છે સ્કાડા પ્રોજેક્ટ

આ પણ વાંચોઃ વિશ્વામિત્રી મૃતપાય અવસ્થાને લઈને મોટા પુરાવાઓ આવ્યા સામે

કેમ કરાયો પ્રોજેક્ટ - વડોદરા શહેરનો સ્માર્ટ સિટીમાં (Vadodara Smart City Project ) સમાવેશ થતાં જ પાલિકા દ્વારા વિવિધ પ્રોજેકટ હાથમાં લેવામાં આવ્યાં. જેમાં શહેરની પાણીની ટાંકીઓમાં કેટલું પાણી આવે છે અને જે તે ટાંકી હેઠળ આવતા વિસ્તારોમાં પૂરતું પાણી જાય છે કે કેમ તે જાણવા માટે પાલિકા દ્વારા 44 કરોડના ખર્ચે scada એટલે કે સુપરવાઇઝરી કન્ટ્રોલ એન્ડ ડેટા એકવિઝિશન પ્રોજેકટ (Supervisory Control and Data Acquisition Project) શરૂ કરાયો હતો.

આ પણ વાંચોઃ Vadodara Councilor Meeting : વડોદરા સિંધરોટનું પાણી દક્ષિણ ઝોનને મળતા કાઉન્સિલરોની ખેંચતાણ

સત્તાધીશો અને વિપક્ષનો સામસામે વાર- આ સુપરવાઇઝરી કન્ટ્રોલ એન્ડ ડેટા એકવિઝિશન પ્રોજેકટમાં (Supervisory Control and Data Acquisition Project) જે તે વિસ્તારમાં આવેલી પાણીની લાઈનો લીકેજ છે કે કેમ તે પણ જાણી શકાય અને સાથે જ જીઆઈએસ એટલે કે જિયોગ્રાફીક ઇન્ફોર્મેશન સિસ્ટમ જેનાથી પાણી અને ડ્રેનેજની લાઈનો ક્યાંથી ક્યાં જઈ રહી છે તે જાણી શકાય. પરંતુ વિપક્ષ કોંગ્રેસના આરોપ છે કે પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ ખાતરનું દિવેલ કરવામાં પાવરધા છે અને આજ સુધી પાણીની લાઈનના લીકેજ શોધી ન શકતા રોજ અલગ અલગ વિસ્તારોમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તો સત્તાપક્ષનું કહેવું છે કે અમને તો જીઆઈએસ માટે એવોર્ડ મળ્યો છે અને સ્કાડા પ્રોજેકટ હેઠળ કામગીરી હજુ સુદ્રઢ બનાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.