રાજકારણના નિવદેનો કેટલો સમય, ગરીબોને છત ક્યારે મળશે?

author img

By

Published : Sep 24, 2022, 2:07 PM IST

રાજકારણના નિવદેનો કેટલો સમય, ગરીબોને છત ક્યારે મળશે?

વડોદરા શહેરના આજવા રોડ ખાતે 8 વર્ષથી સરકારી આવાસ અધૂરાની (Vadodara sarkari awas) વાત સામે આવી છે. તેમજ 1940 જેટલા આવાસ જર્જરિત થઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ ન મળતા આવાસ (Vadodara sarkari awas yojana) અધૂરાની વાતો ચર્ચાઈ રહી છે.

વડોદરા શહેરના આજવા રોડ કમલાનગર તળાવ પાસે વર્ષ 2014માં BSUP આવાસનો પ્રોજેક્ટ (sarkari awas yojana in Vadodara) પાલિકાએ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ 1940 આવાસનો હતો. 1940 આવાસ માંથી 250 આવાસ પ્રવાસી મજૂરો માટે રેન્ટલ સ્કીમથી આપવાના હતા અને બાકીના આવાસ સરકારી આવાસના લાભાર્થીઓને આપવાનું આયોજન હતું. પરંતુ આજે 8 વર્ષ વિત્યા છતાં સરકારી (Vadodara sarkari awas Incomplete) આવાસ અધૂરા છે.

શહેરના આજવા રોડ ખાતે 8 વર્ષથી સરકારી આવાસ અધૂરા

ઘર દબાણમાં તોડી પાડવામાં આવ્યા મળતી માહિતી મુજબ રો મટીરીયલ કોન્ટ્રાક્ટરો એ ત્યાં જ છોડી દીધા છે. અહીં સિક્યુરિટીની વ્યવસ્થા નથી. જેથી અહીંનો સામાન પણ ચોરી થયો છે. એક તરફ જેના ઘર દબાણમાં તોડી પાડવામાં આવ્યા તેમને આવાસ નથી મળતા, તો બીજી તરફ સરકારી આવાસ પાછળ કરોડો ખર્ચ્યા છતાં તે અધૂરા અને (Housing under Vadodara BSUP) જર્જરિત થઈ રહ્યા છે.

શહેરના આજવા રોડ ખાતે 8 વર્ષથી સરકારી આવાસ અધૂરા
શહેરના આજવા રોડ ખાતે 8 વર્ષથી સરકારી આવાસ અધૂરા

10 વર્ષ છતાં હજુ ઘરનું ઘર નથી મળ્યું આ અંગે પ્રતિક્રિયા આપતા વિપક્ષ નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, BSUP હેઠળના આવાસો જ્યાં ગરીબોની ઝૂંપડપટ્ટી તોડવામાં આવી હોય ત્યાં જ મકાન બનાવી આપવાના હોય છે. આવા શહેરમાં 5 હજાર જેટલા આવાસો આજે પણ ફાળવવામાં આવ્યા નથી. ગરીબોને બે ધર કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ભળાનું પણ પ્રોવિઝનનો હતું. સાથે દોઢ વર્ષમાં આ મકાન બનાવી આપવાની વાત હતી. છતાં આજે 10 વર્ષ થયા હજી ઘરના ઘર મળ્યા નથી.

રો મટીરીયલ ત્યાં જ
રો મટીરીયલ ત્યાં જ

ઝડપથી આવાસો ફાળવવામાં આવે તેવા પ્રયાસો આ અંગે વડોદરા મહાનગરપાલિકા સ્થાઈ સમિતિ અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને કોર્પોરેશનની સંયુક્ત કામગીરી હેઠળ આવાસો બની રહ્યા છે. જે લોકોને ઘરનું ઘર નથી. તેઓ માટે આ યોજનાઓ અમલમાં આવી છે. હાલમાં આ યોજના હેઠળ બનેલા મકાનોને પ્રક્રિયા ચાલુ છે. કોરોનાની મહામારી બાદ કોન્ટ્રાક્ટ દ્વારા યોગ્ય કામગીરી ન કરતા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા અને હવે ફરી પ્રક્રિયા ચાલુ હોય વહેલી તકે ગરીબ લોકોને આ અવસરનો લાભ મળે તેવો અમારો પ્રયાસ છે. (Vadodara sarkari awas yojana controversy)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.