વડોદરાની નિશા કુમારીની હિમાલયના ઘાટોની સાઇકલ યાત્રા, છસો કિલોમીટરમાં આટલા પાસ સર કર્યાં

author img

By

Published : Sep 1, 2022, 5:42 PM IST

વડોદરાની નિશા કુમારીની હિમાલયના ઘાટોની સાઇકલ યાત્રા, છસો કિલોમીટરમાં આટલા પાસ સર કર્યાં

માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું આકર્ષણ હોવું અને તેને સર કરવા યોગ્ય ફિટનેસ હોવી બંને જુદી વાત છે. વડોદરાની નિશા કુમારી આ વાત જાણે છે એટલે ખડતલ શારીરિક યોગ્યતા માટે પ્રયત્નો કરી રહી છે. નિશાએ માઉન્ટ નુન શિખર પર આરોહણ કર્યાં બાદ આરામ કર્યાં વિના હિમાલયના ઘાટોમાં 600 કિલોમીટરની સાઈકલ યાત્રા કરી છે. Vadodara Nisha Kumari Cycled in Himalayan Passes , Adventure Journey in Himalayan Mountains , Umlingla Paas on Chinese Side

વડોદરા વડોદરાની સાહસથી સિદ્ધિનો સંકલ્પ ધરાવતી યુવતી નિશા કુમારી હાલમાં એવરેસ્ટ આરોહણનો મહા સંકલ્પ રાખીને હિમાલયના બર્ફીલા અને અઘરાં પહાડોમાં સાહસ યાત્રા કરી રહી છે. હાલમાં તેણે એક બેવડું સાહસ કર્યું હતું. નિશાએ પહેલાં તો 6500 મીટર ઊંચા અને બરફથી છવાયેલા માઉન્ટ નુનના શિખર સુધી આરોહણ કર્યું અને તે પછી આરામ કર્યા કે થાકયા વગર હિમાલયના વિવિધ ઘાટોમાં 600 કિમીની સાયકલ યાત્રા કરી છે. વડોદરાની નિશા કુમારીની હિમાલયના ઘાટોની સાઇકલ યાત્રા , હિમાલયના ઘાટોનો સાહસિક પ્રવાસ , હિમાલયના ઘાટોમાં નિશા કુમારીનું સાઇકલિંગ

આ પણ વાંચો ગુજરાતની દિકરીનું વિશ્વ વિક્રમ, હિમાલય પર તિરંગો લહેરાવી પાઠવ્યો આ સંદેશ

પહાડી ઘાટોમાં સાયકલિંગ પર્વતનું આરોહણ અને તે પછી તરત જ વિકટ પહાડી ઘાટોમાં સાયકલિંગનું બેક ટુ બેક અભિયાન કસોટી કરનારું હોય છે. આ લાગણી વ્યક્ત કરતાં તેના માર્ગદર્શક નીલેશ બારોટે જણાવ્યું કે હિમાલયના સર્વોચ્ચ શિખરને સર કરવા પહેલા તો શરીરને ખૂબ કસવું પડે અને પળે પળ બદલાતા વાતાવરણની ઝિક ઝીલવાની શરીરને ટેવ પાડવી પડે જેના ભાગ રૂપે આ સાહસ યાત્રા તેણે કરી છે.

નિશા કુમારીનું લક્ષ્ય છે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું જેના માટે તે ફિટનેસ કેળવી રહી છે
નિશા કુમારીનું લક્ષ્ય છે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું જેના માટે તે ફિટનેસ કેળવી રહી છે

આ અભિયાન હેઠળ નિશાએ મનાલીથી શરૂ કરીને લેહના માર્ગે વિવિધ 6 ઘાટો (પાસ) જે પાસના નામે ઓળખાય છે અને વિવિધ ઉંચાઈઓ પર આવેલા છે ત્યાં 9 દિવસમાં 600 કિમીની સાયકલ યાત્રા કરી છે.

આ પણ વાંચો Himalayan Mountain : રમવા-કુદવાની ઉંમરે વડોદરાની બે દિકરીઓએ હિમાલય પર્વત કર્યો સર

આર્થિક ભંડોળ મળે તેવા પ્રયાસો આ એવી જગ્યાઓ છે જ્યાં વ્યાપક અને અટપટું ચઢાણ ઉતરાણ કરવું પડે છે. બર્ફીલા તેજ પવનો અને વાતાવરણની વિષમતા શરીર અને મનોબળની કપરી પરીક્ષા લે છે. એનું લક્ષ્ય હતું કે ચીનની ભાગોળે આવેલા ઉમલિંગ્લા પાસ સુધી જવાનું હતું. જો કે સરહદી સુરક્ષાની મર્યાદાના લીધે તે શક્ય બન્યું ન હતું. અગાઉ પણ તેણે આ વિસ્તારના ઘાટોમાં વિકટ સાયકલ યાત્રા કરી છે. નિશા કહે છે કે આ મારી એવરેસ્ટ ચઢવાની પૂર્વ તૈયારી છે. ખૂબ ખડતલ શરીર અને મન તેના માટે જરૂરી છે. આ પ્રકારના અભિયાનથી હું એ કેળવી રહી છું. તેની સાથે આ અભિયાન માટે વિપુલ આર્થિક ભંડોળ જરૂરી છે. નિશા આ રીતે પોતાને પુરવાર કરીને સંસ્થાઓ અને દાતાઓ તેને પીઠબળ આપે તેવો પ્રયત્ન કરી રહી છે. Vadodara Nisha Kumari Cycled in Himalayan Passes , Adventure Journey in Himalayan Mountains , Umlingla Paas on Chinese Side

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.