બોટાદ લઠ્ઠાકાંડ બાદ પણ સંસ્કારી નગરીમાં દેશી દારૂની સ્થિતિ યથાવત્

author img

By

Published : Jul 28, 2022, 11:32 AM IST

બોટાદ લઠ્ઠાકાંડ બાદ પણ સંસ્કારી નગરીમાં દેશી દારૂની સ્થિતિ યથાવત

બોટાદ લઠ્ઠાકાંડ બાદમાં (Botad Latthakand Case) પણ કહેવાતી સંસ્કારી નગરીમાં દેશી દારૂ બેફામ વેચાતો લોકચર્ચા જોવા મળી રહી છે. એવું પણ સામે આવ્યું છે કે, પરિવારનું ગુજરાન ચલાવવા માટે અન્ય કોઈ (Vadodara Liquor Selling) વ્યવસાય ન હોવાથી આ ધધો ચલાવે છે.

વડોદરા : બોટાદ લઠ્ઠાકાંડ બાદ પોલીસ દ્વારા વિવિધ (Botad Latthakand Case) શહેરમાં તપાસની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે વડોદરા શહેર સંસ્કારી નગરી છે. પરંતુ અહીં પણ કેટલાક વિસ્તારોમાં દેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે. હાલમાં શહેરમાં કિશનવાડી, પાણીગેટ, નાગરવાળા, પરશુરામ ભઠ્ઠા, ભાયલી, છાણી કેનાલ, કારેલીબાગ, સંગમ, નવાપુરા, વારસિયા, આજવા રોડ જેવા વિસ્તારોમાં દારૂના અડ્ડા પોલીસની રહેમ નજર હેઠળ ચાલી (Vadodara Liquor Selling) રહ્યા હોય તેવી વિગતો સામે આવી છે.

બોટાદ લઠ્ઠાકાંડ બાદ પણ સંસ્કારી નગરીમાં દેશી દારૂની સ્થિતિ યથાવત

રાજ્યમાં અનેક વિસ્તારોમાં દેશી દારૂના ભઠ્ઠા - રાજ્યમાં દારૂબંધી છે પણ તેની અમલવારી કેવી રીતે કરવામાં આવી રહી છે તે તો સૌ કોઇ જાણે જ છે. પોલીસની દારૂબંધીની અમલવારીમાં કેટલા છીંડા છે તે અંગે સૌ નાગરિકો પણ જાણે છે. એટલે જ બોટાદના અનેક ગામોમાં લઠ્ઠાકાંડની સ્થિતિ સર્જાઇ છે. હાલની સ્થિતિએ કેટલાક લોકોના દેશી દારૂ પીધા બાદ મૃત્યુ નીપજ્યાં છે. તેવામાં જ્યારે બોટાદમાં લઠ્ઠાકાંડની શરૂઆત થઇ રહી હતી, ત્યારે બીજી તરફ પોલીસની રહેમ નજર હેઠળ વડોદરામાં ખુલ્લેઆમ દેશી દારૂની પોટલીઓ વેચાઇ રહી છે. બોટદામાં જે સમયે દેશી દારૂનું સેવન કરી લોકો લઠ્ઠાકાંડની ઝપેટમાં આવવાના શરૂ થયા હતા. તે સમયે વડોદરના સમા કેનાલ રોડ પર ખુલ્લેઆમ દેશી દારૂ વિપુલ પ્રમાણમાં વેચાતો હોય તેવી લોકચર્ચા સાંભળવા મળી હતી.

આ પણ વાંચો : શું સરકાર હવે કેમિકલ કાંડના દર્દીઓને જ બનાવશે કેસને ઉકેલવાની કડી!

પોલીસ કમિશ્નર દ્વારા પ્રયાસો - વડોદરા શહેર પોલીસ કમિશ્નર દ્વારા કેટલીક મહિલા બુટલેગરોને પ્રોહીબીશનની કામગીરીમાંથી પોતાની રુચિ અનુસાર વ્યવસાય કરી શકે તે માટે પણ અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ મહિલા બુટલેગરો પોતાના (Vadodara Police) દારૂના ધંધાને છોડી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે જે ધંધામાં રસ હોય તે ધંધામાં પ્રવૃત કરવા અનેક વ્યવસાય લક્ષી પ્રવૃત્તિ કરવા પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. હાલમાં પણ વડોદરા શહેરમાં મહિલા બુટલેગરો અનેક વિસ્તારોમાં દારૂનો ધંધો કરતા હોવાની માહિતી સામે આવી છે.

આ પણ વાંચો : AMCની સામાન્ય સભામાં મેયરે કહ્યું લઠ્ઠાકાંડ નહીં શહેરના વિકાસની વાત કરો

સામાજિક કાર્યકર શુ કહે છે - સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેર એ સંસ્કારનગરી છે, પરંતુ સંસ્કારી નગરીનામાં કોઈ એવો વિસ્તાર નથી કે જ્યાં દેશી દારૂના મળતો હોય. તેમણે જણાવ્યું કે વારંવાર RTIના માધ્યમથી અધૂરી માહિતી (Liquor Business in Vadodara) આપવામાં આવે છે. વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે. મહિલા બુટલેગરોને અનેક કાર્યક્રમો યોજી ધંધો કરવા અનેક સામગ્રી પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવે છે, પરંતુ માત્ર દેખાવ પૂરતું કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. દેશી દારૂ સાથે વિદેશી દારૂ પણ મળે છે, તેવું સામાજીક કાર્યકર દ્વારા જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.