સેન્ટ્રલ જેલમાં 7 કાચા કામના કેદીઓએ ફિનાઇલ ગટગટાવી તંત્ર પર લગાવ્યા ગંભીર આરોપ

author img

By

Published : Sep 21, 2022, 10:50 PM IST

સેન્ટ્રલ જેલમાં 7 કાચા કામના કેદીઓએ ફિનાઇલ ગટગટાવી તંત્ર પર લગાવ્યા ગંભીર આરોપ

વડોદરા સેન્ટ્રલ જેલમાં 7 જેટલા કાચા કામના કેદીઓએ જેલ તંત્રના ત્રાસના (Vadodara Central Jail system tortures) પગલે ફિનાઇલ ગટગટાવી (Vadodara Central Jail system tortures prisoners) દીધું હતું. હાલ તમામની SSG હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જેલમાં ફિનાઇલ આટલા બધા કેદીઓ સુધી કેવી રીતે પહોંચ્યું, સહિતના અનેક પ્રશ્નોએ લોકોને વિચારતા કરી દીધા છે. શું સામે આવે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.

વડોદરા શહેરની સેન્ટ્રલ જેલમાં 7 જેટલા કાચા કામના કેદીઓએ જેલ (Vadodara Central Jail) તંત્રના ત્રાસના પગલે ફિનાઇલ પી લેવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ તમામ કેદીઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તમામની સારવાર ચાલી રહી છે. જે કેદીઓ બોલી શકે છે. તેમણે જેલ તંત્ર દ્વારા ભારે ત્રાસ ગુજારવામાં આવતો હોવાની આપવિતી જણાવી છે. હવે આ મામલે તપાસ બાદ શું સામે આવે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.

વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલા મહાઠગ હર્ષિલ લિંબાચિયા સહિત 7 કાચા કામના કેદીઓએ ફિનાઇલ ગટગટાવી દીધું હતું.

સેન્ટ્રલ જેલમાં કેદીઓની સુરક્ષા સામે સવાલો સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિનાઇલ ગટગટાવનાર કેદીઓની સંખ્યામાં વધારો થઇ શકે છે. જેલ આમ તો સુરક્ષિત જગ્યા ગણવામાં આવે છે, પરંતુ આજે વડોદરાની સેન્ટ્રલમાં કેદીઓની સુરક્ષા (Vadodara Central Jail Prisoners Security ) સામે સવાલો ઉભા થયા છે. આજે સાંજે વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલા મહાઠગ હર્ષિલ લિંબાચિયા સહિત 7 કાચા કામના કેદીઓએ ફિનાઇલ ગટગટાવી દીધું હતું. જે પૈકી હર્ષિલ લિંબાચિયા સામે એડમીશન અને નોકરી મામલે ઠગાઇના કિસ્સામાં પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યો છે.

તમામની SSG હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
તમામની SSG હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

સુપ્રિટેન્ડેન્ટનો બહુ ત્રાસ જ્યારે અભિ ઝા પાદરામાં મર્ડર કેસમાં ભારે ચર્ચામાં રહ્યો હતો. વાતની જાણ જેલ તંત્રને થતા જ તમામને SSG હોસ્પિટલ (SSG Hospital Vadodara) ખાતે લાવવવામાં આવ્યા હતા. જ્યાં હાલ તમામની સારવાર ચાલી રહી છે. વડોદરાના મહાઠગ હર્ષિલે હોસ્પિટલના બિછાનેથી પોતાની આપવિતી જેલ તંત્ર પર આરોપ મુકતા કહ્યું કે, મને જેલમાં ત્રાસ આપે છે. વાધેલા સાહેબ મને હેરાન કરે છે. મને હાઇ સિક્યુરીટીમાં મુકી દીધો છે. વાઘેલા સાહેબ મારી પાસેથી હાઇ સિક્યુરિટીમાંથી બહાર કાઢવા માટે પૈસાની માંગણી કરે છે. સુપ્રિટેન્ડેન્ટનો બહુ ત્રાસ છે.

વડોદરા જેલમાં બહુ ત્રાસ નિકળવા ન દે, બંધ રાખે, ટિફિન ન આવવા દે, ટીફીન આવે તો અલગ કરી નાંખે, ગેટથી અમારૂ ટીફીન ઢોળી નાખે, જમવાનું પૂરું ન આવવા દે, અમે કાળી ફિનાઇલ પીધી છે. બધા કાચા કામના કેદી છે. આ ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે. તો બીજી તરફ જેલમાં ફિનાઇલ આટલા બધા કેદીઓ સુધી કેવી રીતે પહોંચ્યું, સહિતના અનેક પ્રશ્નોએ લોકોને વિચારતા કરી રહ્યા છે. હવે આ મામલે તપાસ બાદ શું સામે આવે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે નીચે મુજબના કેદીઓએ ફિનાઇલ ગટગટાવ્યું

  1. હર્ષિલ લીંબાચિયા
  2. અભિ આનંદ ઝા
  3. માજીદ ભાણ
  4. સલમાનખાન પઠાણ
  5. સાજીદ અક્બર કુરેશી
  6. સોહેબ કુરેશી તથા અન્ય એક કેદી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.