વડોદરા જિલ્લા પંચાયતની બેઠકના કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થતાં ધનોરા ગામના લોકોનો હોબાળો

author img

By

Published : Mar 3, 2021, 1:38 PM IST

વડોદરા જીલ્લા પંચાયતની બેઠકના કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થતા ધનોરા ગામના લોકોનો હોબાળો

વડોદરા જિલ્લા પંચાયતની અનગઢ બેઠક પર પરાજય થયેલા કોંગ્રેસના ઉમેદવાર પારૂલ મકવાણાના સમર્થનમાં ધનોરા ગામના લોકોએ EVM પર શંકા વ્યક્ત કરી હોબાળો મચાવ્યો હતો. આ સાથે ચૂંટણી અધિકારી સમક્ષ પણ રજૂઆત કરી હતી.

  • વડોદરા જિલ્લા પંચાયત કોંગ્રેસના ઉમેદવારની હાર પર હોબાળો
  • ધનોરા ગામના લોકોએ મોટી સંખ્યામાં વિરોધ નોંધાવ્યો હતો
  • ગ્રામજનો દ્વારા EVM પર શંકા વ્યક્ત કરાઇ

વડોદરા: જિલ્લા પંચાયતની અનગઢ બેઠક ઉપર ધનોરા ગામના રહેવાસી અને કોંગ્રેસના ઉમેદવાર પારૂલ મકવાણાએ ઉમેદવારી કરી હતી. મતદાનના દિવસે ધનોરા ગામમાં સો ટકા મતદાન કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં કરવામાં આવ્યું હતું, તેમ છતાં મતગણતરી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારને માત્ર ધનોરા ગામમાંથી 100 મત મળતાં વિવાદ સર્જાયો હતો. જેથી, ધનોરા ગામના મતદારોએ વિરોધ વ્યક્ત કરી EVM ઉપર શંકા વ્યક્ત કરી હતી.

વડોદરા જિલ્લા પંચાયતની બેઠકના કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થતાં ધનોરા ગામના લોકોનો હોબાળો

ઉમેદવારના પરિવારના જ 250 મત છતાં 100 જ મત મળ્યા

ધનોરા ગામના મતદારોએ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસના ઉમેદવારને જ તમામ મતદારોઓએ મતદાન કર્યું હતું. એટલું જ નહીં, કોંગ્રેસના ઉમેદવારના પરિવારજનોમાં જ 250 મતદારો છે. સાથે સાથે ગામના 700થી 800 મત હોવા છતાં આ બૂૂથમાંથી માત્ર 100 મત કોંગ્રેસના ઉમેદવારને મળ્યા હતા. જેથી EVMમાં ગોટાળા થયા હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. જિલ્લા પંચાયતની અનગઢ બેઠકનું પરિણામ જાહેર થતાં ધનોરા ગામ ખાતે કોંગ્રેસના હારેલા મહિલા ઉમેદવારના સમર્થનમાં ગામલોકોએ ધરણા પર બેસી જઈએ વિરોધ કર્યો હતો અને ચૂંટણી અધિકારી સમક્ષ પણ રજૂઆત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.