Vadodara Rape Case : પીડિતાની સાઇકલને 25 દિવસ પછી શોધી કાઢવામાં રેલવે એલસીબીની ટીમને સફળતા મળી

author img

By

Published : Nov 25, 2021, 2:23 PM IST

Updated : Nov 25, 2021, 7:56 PM IST

Vadodara Rape Case : પીડિતાની સાઇકલને 25 દિવસ પછી શોધી કાઢવામાં રેલવે એલસીબીની ટીમને સફળતા મળી

વડોદરા યુવતીના સામૂહિક દુષ્કર્મ (Vadodara Gangrape Case) કેસમાં સૌથી મોટો ધડાકો થયો છે. પોલીસને યુવતીની સાયકલ શોધવામાં મોટી સફળતા મળી છે. પુનિતનગરના એ/13 બંધ બંગલાના પરિસરમાં સાયકલ છુપાવી હતી. સિક્યુરિટી ગાર્ડ મહેશ રાઠવાએ સાયકલ ઝાડ નીચે કચરામાં છુપાવી હતી. યુવતી સાયકલ લઈને જતી હતી ત્યારે રીક્ષાચાલકોએ સાયકલને ટક્કર મારી પાડી દીધી હતી તે જ જગ્યાએથી સિક્યુરિટી ગાર્ડ યુવતીની સાયકલ ઉઠાવી ઘરે લઈ ગયો હતો.

  • વડોદરા સામૂહિક દુષ્કર્મ મામલો, મામલામાં પહેલી સફળતા
  • પુનિતનગર પાસે ના પ્રાઇવેટ કવાટર્સમાંથી સિક્યુરિટી ગાર્ડ પાસેથી મળી સાયકલ
  • એમ.ડી સિક્યુરિટીમાં કામ કરે છે સિક્યુરિટી ગાર્ડ
  • મહેશ રાઠવાની રેલવે એલ.સી.બી પોલીસે કરી અટકાયત

વડોદરાઃ વડોદરા સામૂહિક દુષ્કર્મ (vadodara rape suicide case) મામલામાં રેલવે એલસીબીને ( Railway LCB ) પહેલી સફળતા હાથ લાગી છે. પીડિત યુવતીની ગુમ થયેલી સાયકલ મળી આવી છે. સિક્યુરિટી ગાર્ડ મહેશ રાઠવાની દીકરી સાયકલ લઈને ફરતી હોવાના દ્રશ્યો સીસીટીવીમાં (CCTV) કેદ થયા હતાં. મહેશ રાઠવાના ધર્મપત્નીએ સ્વીકાર્યું કે તેમના પતિ સાયકલ ચોરી લાવ્યાં હતાં. ચોરીની સાયકલ હોવાના કારણે સાયકલના બંને ટાયર છૂટા કરી સંતાડી દીધા હતાં.

રેલવે એલસીબીને પીડિતાની સાયકલ શોધવામાં સફળતા મળી
રેલવે એલસીબીને પીડિતાની સાયકલ શોધવામાં સફળતા મળી

10 વર્ષથી બંધ મકાનની ઝાડીઓમાં સંતાડી હતી સાયકલ

રેલવે એલ.સી.બી ( Railway LCB ) પોલીસે સિક્યોરિટી ગાર્ડ મહેશ રાઠવાના ઘરે સર્ચ કર્યું હતું. સર્ચ દરમિયાન પીડિતા યુવતીની ( Vadodara Rape Case ) સાયકલનું એક ટાયર ઘરમાંથી મળી આવ્યું. એક ટાયર સિક્યોરિટી ગાર્ડે નજીકના ભંગારની દુકાનમાં વેચી દીધું હોવાનું સામે આવ્યું છે. સિક્યોરિટી ગાર્ડના બે થ્રી વ્હીલર ટેમ્પો પણ મળી આવ્યાં, જેની એફએસએલ તપાસ કરાવાશે. બીજા સિક્યુરિટી ગાર્ડ કમલેશ રાઠવાની પણ અટકાયત કરવામાં આવી છે. બંનેના કપડાં પણ જપ્ત કરવામાં આવ્યાં. જે એફએસએલમાં મોકલવામાં આવશે. ઓએસીસ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિ નાયરનું ( Oasis Trustee Preeti Nair ) પોલીસે ત્રણ કલાક સુધી વિડિયો રેકોર્ડિંગ સાથે નિવેદન પણ લીધું.

સાયકલના બંને ટાયર પણ કાઢી નાખવામાં આવ્યાં છે

યુવતીની સાયકલ રેલવે એલસીબી ( Railway LCB )ઓફિસ લાવવામાં આવી છે. યુવતીની ( Vadodara Rape Case ) સાયકલ સાથે છૂટા પાડી દેવાયેલા બંને ટાયર પણ લાવવામાં આવ્યાં છે. યુવતીના કપડાં અને અન્ય વસ્તુ પણ લવાઈ છે. સિક્યુરિટી ગાર્ડની સધન તપાસ થઈ રહી છે. મહેશ રાઠવા એમ.ડી સિક્યુરિટીમાં સિક્યુરિટી ગાર્ડ કામ કરે છે. શંકાસ્પદ સિક્યુરિટી ગાર્ડની રેલવે એલસીબી પોલીસ પૂછપરછ કરી રહી છે. પુનિતનગર પાસેના પ્રાઇવેટ કવાટર્સમાંથી સાયકલ મળી આવી હતી. 10 વર્ષથી બંધ મકાનની ઝાડીઓમાં સાયકલ સંતાડી હતી. સાયકલના બંને ટાયર પણ કાઢી નાખવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ વડોદરા સામુહિક દુષ્કર્મ કેસની તપાસ માટે SITની કરાઈ રચના

આ પણ વાંચોઃ પીડિતા યુવતીના ભાઈ તરીકે તેને અને તેના પરિવારને ન્યાય અપાવીશ: હર્ષ સંઘવી

Last Updated :Nov 25, 2021, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.