વડોદરાની માંજલપુર બેઠકમાં 2 ટર્મથી ભાજપનો દબદબો, આ વખતે નવા ઉમેદવારને તક મળે તેવી આશા

author img

By

Published : Sep 15, 2022, 4:06 PM IST

Updated : Sep 15, 2022, 4:24 PM IST

વડોદરાની માંજલપુર બેઠકમાં 2 ટર્મથી ભાજપનો દબદબો, આ વખતે નવા ઉમેદવારને તક મળે તેવી આશા

ગુજરાત વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. તેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે. આ તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠક વિશે. Gujarat Assembly Election 2022, Manjalpur Assembly Seat.

વડોદરા રાજ્યમાં આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવાની છે. તેવામાં તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ પ્રચારપ્રસાર શરૂ કરી દીધો છે. સાથે જ તેઓ એડીચોટીનું જોર લગાવી પોતપોતાના ઉમેદવારો ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે તે દિશામાં પ્રયાસ કરી (gujarat elections preparation) રહ્યા છે. તમામ રાજકીય પક્ષો પોતાના રાજકીય નેતાઓ મારફતે વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ ગોઠવીને મતદારોને રિઝવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.

માંજલપુર (145) વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ (gujarat elections preparation) થઈ ગઈ છે તેવામાં ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) જાહેર થાય તે સ્વાભાવિક છે. રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. તેમાં વડોદરા જિલ્લામાં વિધાનસભાની કુલ 10 બેઠકો પૈકી 5 બેઠકો શહેર અને 5 બેઠકો ગ્રામ્યમાં આવેલી છે. શહેરની 5 બેઠાકો પૈકી માંજલપુર વિધાનસભા બેઠક (Manjalpur Assembly Seat) રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન અને વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલ (yogesh patel mla vadodara) છેલ્લા 7 ટર્મથી ચૂંટાતા આવ્યા છે અને આ બેઠકનું અસ્તિત્વ વર્ષ 2012માં આવ્યું તેઓ 2 ટર્મથી ચૂંટાયા છે. આ જનરલ બેઠક છેલ્લા 2 ટર્મથી ભાજપ હસ્તક જ છે.

મતદારોની સંખ્યા
મતદારોની સંખ્યા

મતદારોની સંખ્યા માંજલપુર વિધાનસભા જનરલ બેઠક (Manjalpur Assembly Seat) પર કુલ 2,32610 મતદારો નોંધાયા (vadodara voter) છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 1,11,872 છે. તો સ્ત્રી મતદારોની સંખ્યા 1,20,737 છે. આ બેઠકમાં વડોદરા તાલુકાના કેટલાક ભાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં તમામ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. હાલમાં આ બેઠક પર મતદારો ભાજપશાસિત હોય તેવું લાગી રહ્યું છે.

આ બેઠક પર અગાઉના પરિણામ માંજલપુર વિધાનસભા બેઠક (Manjalpur Assembly Seat) છેલ્લા 2 ટર્મથી ભાજપ હસ્તક જ છે. વર્ષ 2012માં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન યોગેશ પટેલ (yogesh patel mla vadodara) ભાજપ પક્ષ અને ચિન્નમ ગાંધી કૉંગ્રેસ તરફથી ચૂંટણી (Gujarat Assembly Election 2022) લડ્યા હતા. તે વખતે ધારાસભ્ય યોગેશ (yogesh patel mla vadodara) પટેલને 92,642 મત અને કોંગી ધારાસભ્ય ચિન્નમ ગાંધીને 40,857 મત મળ્યા હતા. વર્ષ 2012માં ભાજપની આ બેઠક પર ભવ્ય જીત થઈ હતી. તો વર્ષ 2017માં આ બેઠક પર ભાજપ પક્ષ તરફથી ફરી યોગેશ પટેલને જ મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તે વખતે કૉંગ્રેસ પક્ષ તરફથી ચિરાગ ઝવેરી (Congress Candidate Chirag Zaveri) સામસામે હતા. તે વખતે યોગેશ પટેલને 1,05,036 મત મળ્યા હતા. કૉંગી ધારાસભ્ય ચિરાગ ઝવેરીને 46,674 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ગઈ ચૂંટણીનું પરિણામ
ગઈ ચૂંટણીનું પરિણામ

માંજલપુર વિધાનસભા બેઠકની વિશેષતા માંજલપુર વિધાનસભાનું (Manjalpur Assembly Seat) અસ્તિત્વ વર્ષ 2012માં શહેરવાડી વિધાનસભામાંથી છૂટી પડી થયું છે. વડોદરાની વર્ષો જૂની ઔદ્યોગિક વસાહતો માંજલપુર વિધાનસભા ક્ષેત્રમાં (Manjalpur Assembly Seat) જ આવેલી છે. આ વિધાનસભા વિસ્તારમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર આવેલું (Swaminarayan Temple Vadodara) છે. અહીં વૈષ્ણવ સમાજનું વ્રજધામ આધ્યાત્મિક સંકુલ (Vraj Dham Temple Vadodara) આવેલું છે, જે ખૂબ જ જાણીતું છે. આ વિસ્તારમાં ખાણીપીણીની વાત કરીએ તો, અહીં ચૂલાની સેવ ઉસળ ખૂબ જ પ્રખ્યાત છે અને અહીં પૌરાણિક મહાદેવ મંદિર આવેલું છે, જે ભાવિભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

બેઠકની વિશેષતા પર એક નજર
બેઠકની વિશેષતા પર એક નજર

આ બેઠક પરનું જાતિ સમીકરણ શહેરમાં માંજલપુર વિધાનસભા બેઠક (Manjalpur Assembly Seat) પર જાતિ સમીકરણની વાત કરીએ તો, અહીં પાટીદાર, હિન્દી ભાષી અને મરાઠી મતદાનનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. આ બેઠક ઉપર કોઈ જાતિવાદી પ્રશ્ન હાલમાં જોવા નથી મળી રહ્યો, જેના કારણે છેલ્લા 2 ટર્મથી ભાજપનો ભગવો આ બેઠક પર લહેરાઈ રહ્યો છે. તેમ જ આગામી વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ભાજપનો દબદબો જળવાઈ રહે તેવા એંધાણ સેવાઇ રહ્યા છે.

બેઠક પરની સમસ્યા અને વિવિધ માગ
બેઠક પરની સમસ્યા અને વિવિધ માગ

2022ના મુદ્દા અને સમસ્યાઓ શહેરની માંજલપુર વિધાનસભા બેઠક પર (Manjalpur Assembly Seat) રાજ્યના પૂર્વ પ્રધાન યોગેશ પટેલ (yogesh patel mla vadodara) છેલ્લા 2 ટર્મથી ચૂંટાઈ આવે છે. તેવામાં અહીંના સ્થાનિકોની માગ છે કે, માંજલપુર વિધાનસભા ક્ષેત્રની (Manjalpur Assembly Seat) દૂષિત પાણી, ડ્રેનેજ અને ગંદકીની મુખ્ય સમસ્યા દૂર કરવામાં આવે. સાથે જ વિસ્તારમાં પાણી સમયસર ન મળતું હોવાની પ્રજાની કાયમી માગ ઊભીને ઊભી જ છે. જોકે, સ્થાનિકોની માગને લઈને ધારાસભ્ય યોગેશ પટેલે અનેક વાર સરકાર અને સ્થાનિક કક્ષાએ રજૂઆતો પણ કરી છે, જેથી અંતઃકલશ જોવા મળતો નજરે પડી રહ્યો છે. તો આ તરફ વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) વધુ ઉંમરના હિસાબે ધારાસભ્ય પદ માટે યોગેશ પટેલની ટિકિટ કપાઇ શકે છે તેવી સંભાવના સેવાઈ રહી છે.

Last Updated :Sep 15, 2022, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.