સોશિયલ મીડિયામાં ડમી એકાઉન્ટ બનાવી રૂપિયાની માંગ, સ્થાયી સમિતિના ચેરમેને લીધા આ પગલાં

author img

By

Published : Sep 5, 2022, 10:38 PM IST

સોશિયલ મીડિયામાં ડમી એકાઉન્ટ બનાવી રૂપિયાની માંગ, સ્થાયી સમિતિના ચેરમેને લીધા આ પગલાં

સોશિયલ મીડિયાના વધતા ક્રેઝ વચ્ચે જેટલો ફાયદો થાય છે, તેટલું જ નુકસાન પણ થાય છે. ગઠિયાઓ કોઇ નામાંકિત વ્યક્તિ કે પછી સામાન્ય વ્યક્તિના નામે ડમી એકાઉન્ટ બનાવી જે તે વ્યક્તિના નામે રૂપિયાની ઉઘરાણી કરતા હોય છે, ત્યારે આ કિસ્સા પહેલા વડોદરાના મેયર અને હવે સ્થાપી સમિતિના ચેરમેન પણ ઝપેટમાં આવી ગયા છે. VMC Standing Committee Chairman, Standing Committee Chairman Dummy Account, Standing Committee Chairman Dummy Facebook account

વડોદરા વડોદરા મહાનગરપાલિકાની (Vadodara Municipal Corporation) સ્થાયી સમિતિના ચેરમેન(Vadodara Standing Committee Chairman) ડોક્ટર હિતેન્દ્ર પટેલનું ડમી ફેસબુક એકાઉન્ટ (Standing Committee Chairman Dummy Facebook account) બનાવી કોઈ ભેજાબાજે લોકો પાસેથી રૂપિયા 15,000ની માંગણી કરી હતી. જોકે સમયસર સ્થાપી સમિતિના ચેરમેનને ખબર પડી જતા આ ભેજાબાજ ડમી એકાઉન્ટ બનાવવાનો કોઈ ફાયદો થયો ન હતો.

વડોદરા પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેનનું ફેસબુકમાં ડમી અકાઉન્ટ બનાવી રૂપિયાની માંગણી કરી

લોકોને મેસેજ કરી રૂપિયાની માંગણી સાયબર ક્રાઇમની ઘટનાઓ (Vadodara Cyber Crime) હારમાળા સર્જી રહી છે. પહેલા વડોદરાના મેયર અને ત્યારબાદ હવે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલના નામે ડમી ફેસબુક એકાઉન્ટ બનાવી ભેજાબાજે સંખ્યાબંધ લોકોને મેસેજ મોકલી રૂપિયાની માંગણી કરી (Send a message asking for money) હોવાનો મામલો સામે આવ્યો છે. સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલને બે દિવસ પહેલા મોડી રાત્રે એક મિત્રનો ફોન આવ્યો અને જાણ કરી કે તેમના ડમી એકાઉન્ટ પરથી કોઈ રૂપિયાની માંગ કરી રહ્યું છે.

તમામ સંપર્કોને મેસેજ મોકલી જાણ કરી આ બનાવની જાણ થતા જ ડોક્ટર હિતેન્દ્ર પટેલ દ્વારા તેમના તમામ સંપર્કોને મેસેજ મોકલી જાણ કરવામાં આવી હતી. તેઓના નામનું કોઈએ ડમી એકાઉન્ટ બનાવ્યું છે. સદનસીબે આ કૃતિઓમાં ભેજાબાજ ફાવી શક્યો નથી. એક પણ વ્યક્તિ આ છેતરપિંડીનો ભોગ બન્યો નથી, પરંતુ ઘટનાની ગંભીરતાને જોતા ચેરમેન દ્વારા પોલીસના સાઇબર ક્રાઇમ વિભાગને (Cybercrime Division Vadodara) જાણ કરવામાં આવી છે. જેને લઇને હાલ તપાસ ચાલી રહી છે.

તાત્કાલિક પગલાં લેવા ખૂબ જરૂરી આજકાલ લોકો સોશિયલ મીડિયા પાછળ ઘેલા બન્યા છે. સતત લાઇવ અપડેટ આપવા, લોકેશન શેર કરવા, નાના બાળકોના ફોટા શેર કરવા આવી અનેક બાબતો તમને ભારે પડી શકે છે. જો તમારા નામનું ડમી એકાઉન્ટ કોઈ બનાવી તમારા નામથી એ વાપરી રહ્યું હોય તો તાત્કાલિક પગલાં (Fake Social Media Account Guidelines) લેવા ખૂબ જરૂરી બને છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.