Vadodara Councilor Meeting : વડોદરા સિંધરોટનું પાણી દક્ષિણ ઝોનને મળતા કાઉન્સિલરોની ખેંચતાણ

author img

By

Published : Jun 21, 2022, 2:11 PM IST

Vadodara Councilor Meeting : વડોદરા સિંધરોટનું પાણી દક્ષિણ ઝોનને મળતા કાઉન્સિલરોની ખેંચતાણ

વડોદરામાં કાઉન્સિલરો સભામાં (Vadodara Councilor Meeting) સિંધરોટ પાણી પોતાના ઝોનમાં પાણી પાછું માંગી ઝોન વધારવાની માંગ કરી રહ્યા છે. કાઉન્સિલર અજિત દધીચે સભામાં (Sindhrot Water) પાણી બાબતે પાણીની માંગને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો. પાણીને લઈને શું હતો મુદ્દો જૂઓ.

વડોદરા : વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરાયેલા સિંધરોટ પાણી પુરવઠા પ્રોજેક્ટમાંથી (Sindhrot Water Supply Project) દક્ષિણ વિસ્તારને પાણી મળવાનું શરૂ થતાં પૂર્વ અને ઉત્તર ઝોનના કાઉન્સિલરો પોતાના ઝોનમાંથી અપાતું પાણી પાછું માંગી ઝોન વધારવા માંગ કરી રહ્યા છે. દક્ષિણ ઝોનને હવે પાણી પૂરતા પ્રમાણમાં સિંધરોટ પ્રોજેકટને કારણે મળવાનું શરૂ થયું છે. પરંતુ પાલિકાની મળેલી સભામાં પૂર્વ અને ઉત્તર ઝોનના 7 કાઉન્સિલરોએ હવે પોતાના વિસ્તારમાં અગાઉ દક્ષિણ ઝોનને અપાતું પાણી ડાયવર્ટ (Vadodara South Zone Water) કરવાની માંગ બુલંદ બનાવી હતી.

વડોદરા સિંધરોટનું પાણી દક્ષિણ ઝોનને મળતા કાઉન્સિલરોની ખેંચતાણ

આ પણ વાંચો : Sindhrot Water Supply Scheme : PM લોકાર્પણ કરે એ પહેલાં આ કારણે મચી ગઇ ધમાલ, જાણો શું થયું

પાણીને લઈને સભા ગજવી - ઘનશ્યામ પટેલ સહિતના કાઉન્સિલરોની અભિનંદન વર્ષા બાદ વોર્ડ 4ના કાઉન્સિલર અજિત દધીચે સભામાં કહ્યું હતું કે, અમે પણ આશા રાખીએ છીએ કે હવે પૂર્વ (Vadodara East Zone Water) વિસ્તારને પણ પૂરતા પ્રેશરથી પાણી મળે. જ્યારે વોર્ડ 1 ના કોંગ્રેસ જહાં ભરવાડે અને વોર્ડ 2ના ભાણજી પટેલે લાલબાગ પાણીની ટાંકીને અપાતું ઉત્તર ઝોનનું પાણી પરત મળવું જોઈએ અને ઝોન બદલવા માંગ કરી હતી. દક્ષિણ ઝોનને અપાતું પાણી પૂર્વ વિસ્તારને મળવુ જોઇએ કારણ કે હાલમાં પૂર્વ ઝોનમાં પૂરતું (Water in Vadodara North Zone) પાણી મળતું નથી. લોકોને ટેન્કર મંગાવવી પડે છે. મેયર કેયુર રોકડિયાએ પાણી બાબતે દુઃખ વહેંચ્યા છે તો સુખ પણ વહેંચવાનું રાખો.

આ પણ વાંચો : Singhrot water Project : વડોદરા મેયર અને એમએલએનું પાણીપત સર્જાયું?, પીએમ મોદી કરવાના છે ઉદ્ઘાટન

અધિકારીઓના ઝઘડામાં વચ્ચે નાગરિકો પરેશાન - કાઉન્સિલર નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે, હજી પાણીનું સુખ મળ્યાને બે દિવસ (Sindhrot Water) જ થયા છે. બે દિવસમાં જ બધા આવી ગયા અમે 10 વર્ષ સુધી આ સમસ્યા વેઠી છે. વોર્ડ 1ના કોંગ્રેસના જહા ભરવાડે સભામાં ગંદા પાણીની બોટલ બતાવી વોર્ડ અને ઝોનના અધિકારીઓના ઝઘડામાં નાગરિકોને પરેશાની ભોગવવી પડી છે. ફૂલવાડી, નવાયાર્ડ અને હાજી પાર્કના 500 ઘરોમાં કાળા રંગનું પાણી આવે છે. આ લોકલ નહીં પરંતુ, માસ કોન્ટામિનેશન છે. 15 દિવસથી આ વિસ્તારમાં ગંદુ પાણી આવે છે. કોઈ (Vadodara Councilor Meeting) ઉકેલ લવાતો નથી 20 દિવસથી ઝોન અને વોર્ડવાળા ઝઘડે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.