વડોદરા રાજમહેલની મુલાકાતે મગર, મહા મહેનતે કરાયું રેસ્ક્યૂ

author img

By

Published : Sep 21, 2021, 11:04 PM IST

Crocodile in the palace

સોમવારે મોડી રાત્રે ફોરેસ્ટની રેસ્ક્યૂ ટીમને મેસેજ મળ્યો હતો કે એક મગર રાજમહેલમાં આવી ગયો છે. જેથી રેસ્ક્યૂ ટીમ રાજમહેલ પહોંચી હતી અને મગરને પકડવાની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ કલાલી પાસેથી પણ મગર રેસક્યૂ કરવામાં આવ્યો હતો.

  • રાજમહેલની મુલાકાતે મગર
  • રાજમહેલમાં મોડી રાતે આઠ ફુટનો મગર ઘૂસી આવ્યો
  • રાતે 3 વાગે ફોરેસ્ટની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરી મગરને વન વિભાગમાં સોપાયો

વડોદરા: ફોરેસ્ટ વિભાગની રેસ્કયૂ ટીમના જીગ્નેશ પરમાર અને લાલુ નીઝામાએ ભારે જહેમત બાદ આ આઠ ફુટના મગરને રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. આ ટીમે રેસ્ક્યૂ કરેલા મગરને રાત્રે ત્રણ વાગ્યે રેસ્ક્યૂ કરી ફોરેસ્ટ વિભાગમાં સોંપ્યો હતો.

વડોદરા રાજમહેલની મુલાકાતે મગર

કલાલી પાસેની એક બાંધકામની સાઈડ પરથી મગરનું રેસ્ક્યૂ કરાયો

બીજી તરફ કલાલી પાસેથી પણ મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. GSPCA અને વાઇલ્ડ લાઇફ SOS ના વડા રાજ ભાવસારને કલાલી પાસેની એક બાંધકામની સાઈડ પરથી કોલ આવ્યો હતો કે તેમની સાઈડ પર જ્યાં બિલ્ડિંગ બનાવાનું કામ ચાલી રહ્યુ છે, ત્યાં એક ખાડામાં એક મગર આવી ગયો છે. આ માહિતી મળતા તરત જ રાજ ભાવસાર તેમની ટીમ સાથે ત્યાં પહોચીને જગ્યાની તપાસ કરતા ખાડામાં એક 5.5 ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો. ખાડો વરસાદના પાણીથી ભરાઈ ગયો હતો અને ખાડામાં ઉતરવું ખૂબ ઝેહમતનું કામ હતું. પાણી ઉલેચવાની ડન્કીની મદદથી થોડું પાણી ખાલી કર્યું અને ખાડામાં જે થોડું પાણી બાકી હતું, તે ખાલી થાય તેમ ન હોવાથી ટીમ દ્વારા સાવચેતી પુર્વક ખૂબ કઠણ પરિસ્થિતિમાં મહેનતથી પાણીમાં અંદર ઉતરીને સાવચેતી પૂર્વક મગર ને કોઈ જનાહની વગર પકડી વન વિભાગમાં સોંપ્યો હતો. આ કામગીરી સવારે 10 વાગ્યાથી શરૂ કરાઈ હતી. ત્યાંના મજૂરોને અને ત્યાંના બિલ્ડરને મગર પકડાઈ જતા હાશકારો થયો હતો. તેમને રાજ ભાવસાર અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.