દેશના જવાનો માટે 50000 રાખડી, દીવો પ્રગટાવી બહેનોએ કરી પ્રાર્થના

author img

By

Published : Jul 24, 2022, 8:45 PM IST

દેશના જવાનો માટે 50000 રાખડી, દીવો પ્રગટાવી બહેનોએ કરી પ્રાર્થના

(Rakhi for border javan) દેશની સરહદે રક્ષા કરતા જવાનો માટે વડોદરાનાં એક શિક્ષક દ્વારા છેલ્લા 8 વર્ષથી અનોખુ આયોજન કરવામાં આવે છે. બહેનો દ્વારા 50000 જેટલી રાખી તૈયાર કરી બોર્ડર પર તૈનાત જવાનોને મોકલવામાં આવશે.

વડોદરા: રક્ષાબંધનનો પર્વ (Raksha Bandhan Celebration 2022)એ ભાઈ બહેનના અતૂટ પ્રેમને વ્યક્ત કરવાનો પર્વ છે. બહેન રાખી બાંધી ભાઈનું રક્ષણ કરે છે, ત્યારે ભાઈ પણ બહેનને રક્ષાનું વચન આપે છે. એ જ રીતે ઘરમાં તો દરેક બહેન પોતાના ભાઇને રાખડી બાંધે જ છે, પરંતુ દેશની સરહદે રક્ષા કરતા જવાનો માટે (Rakhi for border javan) વડોદરાનાં એક શિક્ષક દ્વારા છેલ્લા 8 વર્ષથી અનોખુ આયોજન કરવામાં આવે છે.

દેશના જવાનો માટે 50000 રાખડી, દીવો પ્રગટાવી બહેનોએ કરી પ્રાર્થના

દેશના સિમાડા પર રક્ષા કરતા જવાનો માટે વડોદરામાં રહેતા સંજય બચ્છાવ નામનાં શિક્ષક છેલ્લા આઠ વર્ષથી રાખડીનું આયોજન (Vadodara rakhdi javano mate) કરે છે, જે અંતર્ગત આ વખતે 11 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે સંજય બચ્છાવ દ્વારા 50,000 જેટલી રાખડી તૈયાર કરવામાં આવી છે. બહેનો દ્વારા 50000 જેટલી રાખી તૈયાર કરી બોર્ડર પર તૈનાત જવાનોને મોકલવામાં આવશે. કલાત્મક રાખડીઓની સાથે બહેનોએ વિવિધ સૂત્રો દ્વારા પોતાની લાગણીને પણ વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે.

દેશના જવાનો માટે 50000 રાખડી, દીવો પ્રગટાવી બહેનોએ કરી પ્રાર્થના
દેશના જવાનો માટે 50000 રાખડી, દીવો પ્રગટાવી બહેનોએ કરી પ્રાર્થના

આ પણ વાંચો: સ્ત્રી અત્યાચારમાં પોલીસે આરોપીને કુકડો બનાવ્યો, આખરે મહિલા શિક્ષીકાના પગે પડ્યો હુમલાખોર

અહીં માત્ર વડોદરા ગુજરાત કે દેશભરમાંથી જ નહીં 14 દેશોમાંથી બહેનો દ્વારા જવાનો માટે રાખી મોકલવામાં આવે છે. જવાનોને જ્યારે રાખી મળે છે, ત્યારે તેઓ પણ બહેનોને ફોન કરી ખુશી વ્યક્ત કરી આભાર માને છે. આજનાં આ કાર્યક્રમમાં દેશના જવાનો માટે રાખડી તૈયાર કરીને થાળીમાં દીવો પ્રગટાવી જવાનો માટે પ્રાર્થના કરવામાં આવી હતી. બાદમાં આ બધી જ રાખડી સંદેશા સાથે દેશની સરહદે રક્ષા કરતાં જવાનોને મોકલવામાં આવશે.

દેશના જવાનો માટે 50000 રાખડી, દીવો પ્રગટાવી બહેનોએ કરી પ્રાર્થના
દેશના જવાનો માટે 50000 રાખડી, દીવો પ્રગટાવી બહેનોએ કરી પ્રાર્થના

આ પણ વાંચો: સાયકો કિલર: શાળાએ જતી 15 વર્ષની કિશોરી પર છરી વડે જીવલેણ હુમલો

છેલ્લા 8 વર્ષથી આ રીતે રાખડી તૈયાર કરીને મોકલવામાં આવે છે. રાખડી તૈયાર કરતી બહેનોનુ કહેવુ છે કે, અમને ખૂબ જ ગર્વ થાય છે દેશની રક્ષા કરતા ભાઈઓને અમારી લાગણી અમે સંદેશા અને દોરાની રાખડી મોકલીને વ્યક્ત કરીએ છીએ. 50 હજાર કરતા પણ વધુ રાખડી તૈયાર કરીને ગલવાનવેલી, સીયાચીન, કારગીલ, અરૂણાચલ પ્રદેશ અને ઇન્ડો ચાઇના બોર્ડર પર મોકલવામાં આવે છે.

દેશના જવાનો માટે 50000 રાખડી, દીવો પ્રગટાવી બહેનોએ કરી પ્રાર્થના
દેશના જવાનો માટે 50000 રાખડી, દીવો પ્રગટાવી બહેનોએ કરી પ્રાર્થના
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.