કાળો કળિયુગ : કોરોના, લમ્પી અને હવે સ્વાઇન ફ્લૂનો તાંડવ, વધુ એકનું મૃત્યુ

author img

By

Published : Aug 5, 2022, 12:18 PM IST

કાળો કળિયુગ : કોરોના, લમ્પી અને હવે સ્વાઇન ફ્લૂનો તાંડવ, વધુ એકનું મૃત્યુ

સુરત શહેરમાં કોરોના વાયરસ બાદ સ્વાઈન ફ્લૂના કેસે (Swine Flu 2022) હવે રફતાર પકડી છે. ત્યારે સુરતની સિમ્મેર હોસ્પિટલમાં 64 વર્ષીય વૃદ્ધાનું સ્વાઇન (Swine Flu in Surat) ફ્લૂના કારણે મૃત્યુ નિપજ્યાના સમાચાર સામે આવ્યા છે. સ્વાઈન ફ્લૂના વધતા કેસોને લઈને (Swine Flu Death) તંત્ર પણ દોડતું થઈ ગયું છે.

સુરત : સુરત શહેરમાં કોરોનાની સાથે સ્વાઇન ફલ્યુના કેસમાં પણ (Swine Flu in Surat) વધારો થઈ રહ્યો છે. સિમ્મેર હોસ્પિટલમાં 64 વર્ષીય વૃદ્ધાને ગત 26 જુલાઈના રોજ તેમને સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને દાખલ કરવામાં આવ્યો હતો. તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થતા (Swine Flu Death) તંત્ર દોડતું થઈ ગયું છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં બે દિવસ પહેલા જ(Swine Flu 2022) સ્વાઈન ફ્લૂના કેસને લઈને વેન્ટિલેટર સાથે કુલ 16 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો : કોરોના, લમ્પી અને હવે સ્વાઈન ફ્લૂ : શહેરના તમામ વિસ્તારમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓ

બે લોકોના સ્વાઈન ફ્લૂના કારણે મૃત્યુ - મળતી માહિતી અનુસાર પર્વત પાટિયા વિસ્તારમાંથી ગત 26 જુલાઈના રોજ 64 વર્ષીય વૃદ્ધાને ગત 26 જુલાઈના રોજ તેમને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને ફેફસા અને અન્ય જૂની બીમારીઓ પણ હતી. જોકે અત્યાર સુધીમાં શહેરમાં બે લોકોના સ્વાઈન ફ્લૂના કારણે મૃત્યુ થઈ ચૂક્યા છે. ગુરુવારે આખા દિવસ દરમિયાન સુરત (Swine Flu Case 2022) શહેરના નાના- વરાછા, મોટા વરાછા અને કતારગામ વિસ્તારમાંથી સ્વાઈન ફ્લૂના કુલ પાંચ કેસ મળી આવ્યા હતા. આ તમામ લોકોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.એમ કુલ મળીને અત્યાર સુધીમાં શહેરમાં 37 જેટલા કેસો નોંધાઈ ચુક્યા છે.

આ પણ વાંચો : માણસ હેરાન, પશુ પરેશાન ખતમ નથી થતો વાયરસ રૂપી શેતાન

વડોદરામાં પણ સ્વાઈન ફ્લૂ - ઉપરાંત વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળો વ્યાપ વધારી રહ્યો છે, સાથે જ વરસાદના (Swine Flu in Vadodara) પાણીને પગલે મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. આરોગ્ય વિભાગ આ બાબતે રોગચાળાની કામગીરીમાં દોડતું થયું છે, ત્યારે બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોમાં સ્વાઈન ફ્લૂ શહેરમાં વકરી રહ્યો છે. મળતી માહિતી મુજબ કોર્પોરેશનના (Swine Flu Case in Gujarat) આરોગ્ય વિભાગ મુજબ કોરોના કરતા પણ સ્વાઈન ફ્લૂમાં મોર્ટાલીટી રેટ વધારે જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.